ચહેરા ઉપર ચમક તમારા વ્યક્તિત્વને નિખારે છે. તેવામાં ચહેરા ઉપર ગ્લો રાખવો ખુબ જ જરૂરી હોય છે. પરંતુ આ દિવસોમાં બદલાતી ખાણીપીણી અને લાઇફ-સ્ટાઇલને કારણે લોકોની ત્વચા ખુબ જ ડલ અને બેજાન થઈ ગઈ છે. ઘણા બધા લોકો ચહેરાની સુંદરતા વધારવા માટે ઘણા પ્રકારના ઉપાયોનો સહારો લે છે. પરંતુ તેનાથી સારું રિઝલ્ટ મળતું નથી. તેથી જો તમે તમારા ચહેરા પર નિખાર લાવવા માંગો છો તો તમારા ડાયટ પર ધ્યાન આપો. યોગ્ય ડાયટથી તમારું શરીર સ્વસ્થ રહે છે અને તેનાથી ત્વચા પર ચમક વધે છે. આજે અમે આ લેખમાં ચહેરા ઉપર ગ્લો લાવવા માટે કયું જ્યુસ પીવો જોઇએ. તેની વિશે જણાવી છે.
1 ) નારંગીનો જ્યુસ : ત્વચા માટે નારંગી ખુબ જ ફાયદાકારક છે. નારંગીના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં કેરોટિનોઇડ ઉચ્ચ સ્તર વધે છે. જે ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. કેરોટીનોઇડ તમારા શરીર માટે એન્ટી ઓક્સિડેન્ટની જેમ કામ કરે છે. તે મુક્ત કણોથી તમારી ત્વચાની રક્ષા કરીને વધતી ઉંમરના લક્ષણોને ઓછું કરવા માટે મદદરૂપ છે. તેવામાં તમે તમારી ત્વચા પર ચમક લાવવા માંગો છો નારંગીના જ્યુસનું સેવન નિયમિત રૂપે કરો.
2 ) દાડમનુ જ્યુસ : ચહેરા ઉપરની ચમક વધારવા માટે દાડમ લાભકારી છે. ડાયટિશ્યન જણાવે છે કે, દાડમમાં ઉપસ્થિત પોષક તત્વો તમારી ત્વચાની વધતી ઉંમરના લક્ષણોને ઓછું કરવા માટે ફાયદાકારક છે. એટલું જ નહીં જો તમે દાડમના જ્યૂસનું નિયમિત રૂપે સેવન કરો છો તો તમારી ત્વચા ઉપર સોજા અને બેક્ટેરિયા પ્રભાવને ઓછું કરવા માટે મદદરૂપ થાય છે. દાડમમાં ઉપસ્થિત દરેક ગુણ ત્વચાની ચમકને બનાવી રાખે છે.
3 ) ગાજરનો જ્યુસ : ત્વચા ઉપર ગ્લો વધારવા માટે નિયમિત રૂપે ગાજરના જ્યુસનું સેવન કરો. શિયાળામાં તમને ગાજર ખુબ જ આસાનીથી મળી શકે છે. તેથી ગાજરના જ્યૂસને તમે આસાનીથી ઘરે બનાવીને તેનું સેવન કરી શકો છો. તે ત્વચાની સુંદરતાને વધારવા માટે અસરકારક છે. ગાજરમાં વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. ગાજર તમારી ત્વચાને ટાઈટ કરવાની સાથે સાથે નિખાર લાવવા માટે પણ મદદરૂપ થાય છે. તે સિવાય વિટામિન ઈ ફ્રી રેડિકલ્સથી બચાવે કરે છે. તેની સાથે જ ત્વચાને સુરક્ષિત રાખવા માટે સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. તેથી જો તમે ચહેરા પર નિખાર મેળવવા માંગો છો તો ગાજરનો જ્યૂસ તમારી માટે ખુબ જ સારો વિકલ્પ છે.
4 ) એલોવેરાનો જ્યુસ : ગ્લોઇંગ ત્વચા મેળવવા માટે નિયમિત આહારમાં એલોવેરા જ્યૂસને સામેલ કરવું જોઇએ એલોવેરા એન્ટિએજિંગ ગુણ જોવા મળે છે. જે ત્વચાની કરચલીઓ અને ફાઈનલાઈન દૂર કરવા માટે પ્રભાવી છે. તેની સાથે જ સૂરજની હાનિકારક કિરણોની રક્ષા કરવા માટેની ક્ષમતા રાખે છે. ત્યારે તેમાં એન્ટિ-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે. જે ત્વચાના સોજાને ઓછો કરવા માટે પ્રભાવી છે. તેવામાં જો તમે ચહેરા પર નિખાર મેળવવા માંગો છો તો એલોવેરા જ્યૂસનું સેવન કરો.
5 ) બીટનું જ્યુસ : ત્વચા પર ચમક લાવવા માટે બીટનો જ્યુસ ખુબ જ લાભકારી છે. તેમાં ગ્લાયકોશીલ સિલેરેમાઇડ નામનું તત્વ ઉપસ્થિત હોય છે. જે ત્વચાની ઉપરના પડને રક્ષા કરવા માટે લાભકારી છે. એટલું જ નહીં, બીટ ત્વચાની ડ્રાયનેસ અને બીજી સમસ્યાઓને દૂર કરવા માટે ખુબ જ પ્રભાવી છે. તેથી નિખારવાની ત્વચા મેળવવા માટે બીટનું જ્યૂસ નિયિમિત આહારમાં સામેલ કરવું જોઇએ.
ત્વચા પર નિખાર મેળવવા માટે તમે આ બહેતરીન જ્યૂસને તમારા નિયમિત આહારમાં સામેલ કરી શકો છો. તેનાથી તમને ઘણા બધા ફાયદા મળી શકે છે. પરંતુ જો તમને આ કોઈ પણ દિવસથી એલર્જી છે. તો તેનું સેવન કરવાથી દૂર રહો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી