ડાયાબિટીસના દર્દીએ વાસી મોં ચાવી જાવ આ પાંચ પાંદડા, બ્લડ શુગરને ઝડપથી ઘટાડી બનવા લાગશે નવું ઇન્સુલિન…

ડાયાબિટીસ એ આજના સમયની એક વધતી જતી બીમારી માંથી એક છે. જો કે તમે ડાયાબિટીસમાં દવાઓનું સેવન કરીને કંટ્રોલ કરી શકો છો. પણ આ દવાઓ સિવાય પણ આપણા ઘરમાં અથવા તો આસપાસ એવી વસ્તુઓ રહેલી છે જેના સેવન થી તમે ડાયાબિટીસના રોગ માંથી ઘણા અંશે છુટકારો મેળવી શકો છો.

ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે જેનો કોઈ સ્થાયી ઈલાજ નથી. તેનો મતલબ એ છે કે, જો કોઈને શુગરની બીમારી થઈ ગયી છે તો, તેમનો જિંદગીભર પીછો છોડશે નહીં. ડાયાબિટીસ એક જૂની બીમારી છે, જે ત્યારે થાય છે જ્યારે અગન્યાશય ઇન્સુલિન બનાવવામાં સક્ષમ હોતું નથી, અથવા જ્યારે શરીર ઇન્સુલિનનો ઇચ્છા મુજબ ઉપયોગ કરી શકતું નથી. ઇન્સુલિન અગ્ન્યાશય દ્વારા બનાવવામાં આવતું એક હાર્મોન છે, જે ખાવામાં આવતા ભોજન માંથી ગ્લુકોઝને રક્તપ્રવાહથી શરીરની કેશિકાઓમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે જવા દે છે.

વિશેષજ્ઞોની માનો તો, ખરાબ દિનચર્યા, ખાણીપીણીના રહેતા ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જો કે તેને સરખી રીતે મેનેજ કરવામાં ન આવે તો, તે ખતરનાક રૂપ લઈ શકે છે. ડાયાબિટીસને માત્ર હેલ્થી ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટી દ્વારા કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને સ્થૂળતા અને હૃદયરોગ જેવી બીમારીઓનું જોખમ પણ વધારે હોય છે.

ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ભોજનમાં એવા ખાદ્ય પદાર્થો સમાવેશ કરવાની જરૂર છે, જેનાથી તેમનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહી શકે. એવા ખાદ્ય પદાર્થ જે બ્લડ શુગરને ઘટાડી શકે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી હોય અને બ્લડ શુગરને કંટ્રોલ કરવા માંગતા હોય તો, તમે તમારી આસપાસ જોવા મળતા ઘણા છોડના પાંદડા ચાવી શકો છો. ઘણી શોધમાં સાબિત થયું છે કે, તુલસી, જેતૂન અને ગુલમહોર જેવા છોડના લીલા પાંદડા ચાવવાથી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામા મદદ મળી શકે છે.

1 ) તુલસીના પાંદડા : તુલસીના પાન તો અનેક રોગોની દવા માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારી ઈમ્યુન સિસ્ટમ વધારવાથી લઈને બીજી અનેક બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે. પારંપારિક ચિકિત્સના અમુક ચિકિત્સક સામાન્ય રીતે બ્લડ શુગર લેવલ ઘટાડવા માટે તુલસીના પાંદડા ચાવવાની સલાહ આપે છે. વર્ષ 2019 માં ઉંદર પર કરવામાં આવેલા એક અધ્યયનમાં જોવા મળ્યું કે, તુલસીના પાંદડામાંથી નીકળતા રસમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાની ક્ષમતા છે.

2 ) જેતૂનના પાંદડા : જેતૂનના પાંદડા ચાવવાથી ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ મળે છે. વર્ષ 2013 ના એક અધ્યયનમાં શોધકર્તાઓએ 46 મધ્યમ આયુ વર્ગના પુરૂષોને જેતૂનના પાંદડાનું સેવન કરવાનું કહ્યું. શોધકર્તાઓને જાણવા મળ્યું કે, 12 અઠવાડીયા પછી જેતૂનના પાંદડાનું સેવન કરનાર લોકોમાં ઇન્સુલિન રેસિસ્ટેન્ટમાં ઘણો સુધારો થયો છે. આમ જેતુનનું તેલ પણ ડાયાબિટીસ ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે.

3 ) ગુડમારના પાંદડા : ગુડમારને જીમનેમાં સ્લીવેસ્ટ્રે કહેવામાં આવે છે જે એક જડી-બુટ્ટી છે. ભારતમાં જોવા મળતી આ જડીબુટ્ટીને બ્લડ શુગર લેવલ ઘટાડવા માટે ઓળખવામાં આવે છે. વર્ષ 2013 ના એક અધ્યયન મુજબ, ટાઈપ 1 અથવા ટાઈપ 2 ડાયાબિટીસ વાળા લોકોમાં તેના સેવનથી ઘણો સુધારો જોવા મળ્યો છે. ટાઈપ 1 ડાયાબિટીસ વાળા દર્દીઓ જેમણે 18 મહિના માટે તેના પાંદડાનું સેવન કર્યું તેમાં ઇન્સુલિન લેનારની તુલનામાં બ્લડ શુગર લેવલ ઘણું ઓછું જોવા મળ્યું.

4 ) સ્ટેવિયા અથવા મીઠી તુલસી : સ્ટેવિયા ડાયાબિટીસના દર્દી માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. વર્ષ 2018 માં થયેલ એક અધ્યયન અનુસાર અમુક દર્દીઓએ મીઠી તુલસીનું સેવન કર્યું. તેમનું બ્લડ શુગર લેવલ એક થી બે કલાકમાં ઓછુ થવાનું શરુ થઈ ગયું.

5 ) શલજમના પાંદડા : શલજમમાં ફાઇબરની માત્રા વધારે હોય છે, જે દરરોજ 1 કપમાં 5 ગ્રામ પ્રદાન કરે છે. અધ્યયનો પરથી જાણવા મળે છે કે, ટાઈપ 1 ડાયાબિટીસ વાળા લોકોમાં જે ફાઇબરનું સેવન કરે છે, તેમનામાં બ્લડ શુગર લેવલ ઓછું રહે છે. ટાઈપ 2 ડાયાબિટીસ વાળા લોકોમાં બ્લડ શુગર, લિપિડ અને ઇન્સુલિનના લેવલમાં સુધારો થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment