(નોંધ : આ લેખ દ્વારા અમે કોઈ અંધશ્રદ્ધા ફેલાવવા નથી માંગતા, પરંતુ આ એક તાર્કિક માહિતી છે. જેની નોંધ વાચકે કોઈ ખોટા અર્થમાં ન લેવી.)
આપણા રસોડામાં ઘણા એવા મસાલા હોય છે જે ખાવાથી સ્વાદ વધારવાની સાથે સાથે જીવનમાં આવનારી ઘણી સમસ્યાઓ પણ દુર કરી શકે છે. તેમાંથી જ એક વસ્તુ છે જેનું નામ છે લવિંગ. લવિંગ એક એવી વસ્તુ છે, જે માત્ર આપણા ભોજનનો સ્વાદ વધારે છે. સાથે જ ઔષધિના રૂપમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
ઘણી બધી જગ્યાઓ પર ઉપયોગ થતા લવિંગને જ્યોતિષ શાસ્ત્રમાં પણ ખુબ જ મહત્વપૂર્ણ અને ચમત્કારી માનવામાં આવે છે. આ વર્ષે આપણે જાણીએ એ રીતે બે શ્રાવણ માસ છે. આ દરમિયાન તમે લવિંગ લવિંગના જ્યોતિષી ઉપાય અપનાવીને તમારા જીવનમાં આવી રહેલા આર્થિક તંગીને દુર કરી શકો છો. વાસ્તુ સલાહકાર અને જ્યોતિષના જણાવ્યા અનુસાર નીચે જણાવેલ લવિંગના ઉપાયથી તમે પૈસા સંબંધિત સમસ્યાઓ દુર કરી શકો.
શિવલિંગ પર અર્પણ કરો : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં જો તમે લવિંગનો ઉપાય કરો છો તો તમારી આર્થિક તંગી પહેલા કરતા વધુ સારી થઇ શકે છે. તેની સાથે જ શિવલિંગ પર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા તાંબાના કળશમાં જળ અર્પિત કરો. ત્યાર બાદ શિવલિંગ પર 2 લવિંગ ચડાવીને ઘી નો દીવો સળગાવો. આ ઉપાય કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થશે અને તમને સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ આપશે. આ ઉપાય એટલો કારગર છે કે તમારી ગમે તેવી આર્થિક તંગી હોય તેને દુર કરશે.
સુખ, સમૃદ્ધિનો ઉપાય : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં લગાતાર કલેશનો માહોલ બનતો હોય, જેના કારણે તમારા ઘરમાં નકારાત્મકતા વધી ગઈ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે 7 થી 8 લવિંગ સળગાવો. જો લવિંગ સળગાવી ન શકો તો ઘરના કોઈ પણ ખૂણામાં 7 થી 8 લવિંગ રાખી દો. આ સિવાય જ્યારે પણ ભગવાનની પૂજા કરો તો આરતીમાં બે લવિંગ જરૂર રાખો. આ ઉપાય કરવાથી ઘરનો માહોલ ખુશનુમા થશે અને ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા સકારાત્મકતામાં બદલી જશે.
આર્થિક તંગી દુર કરવાનો ઉપાય : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે આર્થિક તંગી સાથે લડી રહ્યા હો અને તેમાંથી છુટકારો મેળવવો હોય તો શ્રાવણ મહિનામાં તમારા માથા પરથી 5 લવિંગ અને 5 કાળા મરી ઘડિયાળની દિશામાં ફેરવીને એવી જગ્યા પર ફેંકી દો, જ્યાં કોઈ આવતું જતું ન હોય. તેને ફેંક્યા બાદ પાછું ફરીને ભૂલથી પણ ન જોવું. આ ઉપાય કરવાથી પૈસાની દરેક સમસ્યાથી છુટકારો મળશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી