તુલસીનો છોડ સમાન્ય રીત દરેક લોકોના ઘરમાં હોય જ છે. પૂજામાં વિશેષ રૂપમાં ઉપયોગી આ છોડ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલું જ નહિ પણ આ છોડ વિશે એવું પણ માનવામાં આવે છે કે, ઘણી વખત આ છોડ વગરની પૂજા અધુરી માનવામાં આવે છે. તેવામાં તુલસીના છોડની રક્ષા કરવી ખુબ જરૂરી છે. ઘણી વખત છોડની યોગ્ય દેખરેખ ન થવાથી તે સુકાય જાય છે અને તેમાં જીવાત પડી જાય છે.
તુલસીના છોડમાં જીવાત થવી એ એક સામાન્ય વાત છે. આ જીવાત સફેદ અને કાળા રંગની હોય છે અને તે તુલસીના પાનની સાથે આખા છોડને ખરાબ કરી દે છે. તુલસીના પાનનું સેવન આપણે ખોરાકમાં પણ કરીએ છીએ. આથી તેમાં કેમિકલ યુક્ત કીટનાશક દવાઓનો ઉપયોગ શરીરને નુકશાન કરે છે.
આથી આ છોડ માંથી જીવાતને દૂર કરવા માટે પ્રાકૃતિક ઉત્પાદક અને સ્પ્રેનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે પણ પોતાના ઘરમાં રહેલ તુલસીના છોડમાં જીવાતથી પરેશાન છો તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ જીવાતથી છુટકારો મેળવવાના કેટલાક સરળ ઉપાયો વિશે.પાણીનો જેટ : તુલસીના છોડ પર કોઈ પણ પ્રકારના રસાયણિક ઉપચારનો ઉપયોગ કરતા પહેલા પાણીનો છંટકાવ કરો. બગીચાની નળીનો ઉપયોગ કરો, સંક્રમિત છોડને પાણીનો સતત ફુવારો કરો. પાનને નીચેની તરફ પ્રવાહિત કરો. જ્યાં સફેદ, કાળી જીવાત છે, કરોળિયા છે, એફીડસ સામાન્ય રીતે વધુ હોય છે. ફંગલ ઇન્ફેકશનથી છોડને બચાવવા માટે સવારના તડકામાં તુલસીના છોડને સતત પાણીનો ફુવારો કરો.
સાબુનો સ્પ્રે : ઘરે બનેલ સાબુનો સ્પ્રે તુલસીના છોડને જીવાતથી બચાવવા માટેનો સૌથી સરળ ઉપાય છે. આને તૈયાર કરવા માટે તમારે બસ એટલું જ કરવાનું છે કે 7 થી 8 ગ્લાસ સાદા પાણીમાં 4 થી 5 મોટી ચમચી નોન-ડીટરજેન્ટ અથવા ડીશ સોપ મિક્સ કરો. સારી રીતે મિક્સ થયા પછી આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરી લો. તેને સવાર સવારમાં સંક્રમિત ભાગ પર અથવા પાન પર સ્પ્રે કરો. આમ કરવાથી તુલસીના છોડની બધી જ જીવાત નાશ પામશે અને નવા પાન આવવા લાગશે.લીમડાના તેલનો સ્પ્રે : છોડની જીવાતને દૂર કરવા માટે સૌથી સરળ ઉપાયો માંથી એક છે લીમડાનું તેલનો સ્પ્રે. લીમડો જીવાત માટે એક પ્રભાવી નિવારકના રૂપમાં કામ કરે છે. સાથે જ તે પાળેલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે બાયોડીગ્રેડેબલ અને વિષ વગરનું છે. આથી તેના ઉપયોગ પછી તુલસીના પાનમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ રીએક્શન નથી થતું.
લીમડાના વૃક્ષના બીજ માંથી લીમડાનું તેલ બનાવાય છે. તમે તેને કોઈ ગાર્ડનથી પણ ખરીદી શકો છો. તેને સુચના અનુસાર ઉપયોગ કરો. તેનો સ્પ્રે તૈયાર કરવા માટે 2 લીટર પાણીમાં 2 મોટી ચમચી લીમડાનું તેલ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો અને સ્પ્રેની બોટલમાં ભરી દો. તેને પાન, સંક્રમિત ભાગના નીચેના અને ઉપર ભાગ પર ઉપયોગ કરો. તમે તુલસીના છોડમાં પીસેલો લીમડાની પેસ્ટ પર નાખી શકો છો.મીઠાનો સ્પ્રે : મીઠું માત્ર જીવાત દૂર નથી કરતુ પરંતુ તે માટીના પોષક તત્વને અવશોષિત કરવાની ક્ષમતને પણ વધારે છે. તેનો સ્પ્રે બનાવવા માટે 1 લીટર પાણીમાં માત્ર એક મોટી ચમચી મીઠું મિક્સ કરો. આ મિશ્રણને સંક્રમિત ભાગ પર છંટકાવ કરો. તેના છંટકાવથી જીવાત છોડમાંથી સંપૂર્ણ રીતે નાશ પામશે.
હર્બલ સ્પ્રે : નીલગીરી, અજમો, તુલસી, મહેંદી, અને ફુદીનોનું તેલ પણ જીવાતને દૂર કરી શકે છે. તમે તેમાંથી કોઈ પણ તેલનો ઉપયોગ છોડ પર સ્પ્રેના રૂપમાં કરી શકો છો. તેને કોઈ પણ સ્ટોર પરથી ખરીદી શકાય છે. ઉપયોગ માટે પાણીથી તેને પાતળું પણ કરી શકાય છે. આ સિવાય તમે પાનમાંથી હર્બલ સ્પ્રે પણ તૈયાર કરી શકો છો.આ માટે લીમડો, અજમો, તુલસી, મહેંદી અને ફુદીનાને પીસી લો અને આખી રાત પાણીમાં પલાળી રાખો, પછી આ પ્રાકૃતિક કીટનાશક સ્પ્રેના રૂપમાં ઉપયોગ કરવા માટે સવારે ગળી નાખો અને તેને સ્પ્રે બોટલમાં ભરી દો.
આ બધા જ ઉપાય તુલસીના છોડને જીવાતથી બચાવવામાં મદદ કરવાની સાથે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે અને તેનો કોઈ દુષ્પ્રભાવ નથી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી