ગમે તેવી જૂની અને ડાઘ વાળી ખુરશી પણ બની જશે મિનિટોમાં એકદમ નવા જેવી જ, લગાવી દો તમારા ઘરમાં રહેલી આ વસ્તુ….

પ્લાસ્ટિકની ખુરશી મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. જેનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ. ઓફિસનું કામ હોય કે ઘરે મહેમાન આવ્યા હોય આપણે ખુરશીનો ઉપયોગ કરીએ છીએ. તેવામાં જે રીતે ઘરમાં રહેલ અન્ય વસ્તુઓની સફાઈ આપણે કરીએ છીએ તે રીતે ખુરશીની સફાઈ કરવી પણ એટલી જ જરૂરી છે. ઘણી વખત તે ખુબ જ ગંદી થઈ જાય છે પણ આપણે ઘરે આવેલ મહેમાનને ખુરશી બેસવા માટે આપી દઈએ છીએ.

આ ગંદી ખુરશી તમને શરમ અપાવે છે, સાથે જ ગંદી ખુરશીનો ઉપયોગ કરવાથી બીમારી ફેલાવાનો ડર પણ રહે છે. જ્યારે હાલ કોરોનાના કારણે પોતાને હાઈજીન રાખવાની સાથે આસપાસની વસ્તુઓ સાફ રાખવી એ પણ જરૂરી છે. જો તમે ઘરે ગંદી ખુરશીનો ઉપયોગ કરો છો તો સંક્રમણ ફેલાઈ શકે છે. આથી આજે અમે તમને ખુરશી સાફ કરવા માટેની થોડી સરળ ટીપ્સ વિશે જણાવશું.

બેકિંગ સોડા અને વિનેગર : પ્લાસ્ટિકની ખુરશી ગંદકીને કારણે કાળી થઈ ગઈ છે, તો તેને તમે વિનેગર અને બેકિંગ સોડાથી સાફ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા ગરમ પાણી લેવાનું છે. ધ્યાન રાખો કે ઉકાળેલું પાણી નથી લેવાનું. હવે આ પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી વિનેગર મિક્સ કરી દો.

સાથે જ તેમાં ડીશ વોશ લીક્વીડ પણ નાખી દો. હવે આ મિશ્રણ દ્વારા સ્ક્રબર ની મદદથી ખુરશીને ઘસો. તમને જણાવી દઈએ કે એક વખત આ રીતે સફાઈ કર્યા પછી ખુરશી એકદમ નવી દેખાવા લાગશે.

નેલ પેન્ટ રીમુવર : પ્લાસ્ટિકની ખુરશીઓ પર સતત બેસવાથી ઘણી વખત તેમાં કાળા ડાઘ પડી જાય છે. જે ડીટરજેન્ટથી સાફ કરવા છતાં નથી જતા. આ માટે તમે એક કોટનમાં નેલ પેન્ટ રીમુવર નાખો અને તેને ડાઘ વાળી જગ્યાએ ઘસો. બસ બે જ મિનીટમાં ખુરશી પર રહેલ ડાઘ દુર થઈ જશે. જો કે નેલ પેન્ટ રીમુવરનો ઉપયોગ દરેક જગ્યાએ ન કરો, માત્ર તે જગ્યાએ જ તેનો ઉપયોગ કરો જ્યાં આવા સખ્ત ડાઘ હોય.

ટુથપેસ્ટથી દૂર કરો આવા નિશાન : બાળકો અકસર રમતી વખતે માર્કરથી ખુરશીઓ પર લખવાનું શરૂ કરી દે છે. જેના નિશાન ખુરશી પર પડી જાય છે. જ્યારે ખુરશી પર રહેલ આવા નિશાન દૂર કરવા માટે તમે ટુથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

ટુથપેસ્ટને બ્રશની મદદથી થોડી વાર ઘસો, પછી તેને કપડાથી સાફ કરી લો. જો ત્યાર પછી પણ નિશાન આછું દેખાય છે તો ફરીથી ટુથપેસ્ટનો ઉપયોગ કરો. એક થવા બે વખત આમ કરવાથી નિશાન દૂર થઈ જશે.

જો તમારા ઘરમાં ખુરશીઓ ગંદી છે તો આ ટીપ્સને અપનાવીને તમે તેના પરના નિશાન, ડાઘ દૂર કરી શકો છો. આમ આવી અનેક વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને તમે ખુરશીને ચમકાવી શકો છો. તેમજ ઘરની સફાઈ પણ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment