ઉંદર તમારા ઘરમાં ઘૂસી જાય તો તમારા ઘરની કોઈ વસ્તુ સાજી રહેવા દેતો નથી. તે ઘરની દરેક વસ્તુઓ ને કોતરી નાખે છે અને આથી જ લોકો ઉંદરના ત્રાસથી દૂર રહેવા માંગે છે. ઘરમાં ઉંદર ના આતંક થી મોટાભાગે લોકો પરેશાન રહે છે. ઉંદર કોઈપણ વસ્તુને કોતરવાની બાકી નથી રાખતા પછી ભલે સોફા હોય, ખાવાની વસ્તુ હોય કે કપડા હોય, ઉંદર કોઈ પણ વસ્તુને નથી છોડતા…
કેટલીક વાર આ ઉંદર દર બનાવી દે છે અને ઘરના સામાનને નુકસાન પહોંચાડવા લાગે છે. આ ઉંદરોના કારણે જ ગંભીર બીમારીઓ થવા લાગે છે. કેટલીક વાર તેમને ઘરમાં થી ભગાવવું ઘણું મુશ્કેલ ભર્યું બની જાય છે અને વળી તેનાથી પણ કઠિન કાર્ય છે તેમને પિંજરામાં કેદ કરવા. પરંતુ હવે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, અહીંયા અમે કેટલાક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છે જેની મદદ લઈને તમે સરળતાથી ઉંદરને ઉંદરના પિંજરામાં કેદ કરી શકો છો.
વળી,આપણા ઘરમાં ઘૂસી જતા ઉંદરો કોઈ પણ સમય અને વાતાવરણ જોઈને નથી પ્રવેશતા. જ્યારે પણ મોકો મળે તેઓ તુરંત જ ઘૂસી જાય છે. ત્યારબાદ તેઓ ઘરની વસ્તુઓને નુકસાન પહોંચાડવા લાગે છે તેમના આતંકથી બાથરૂમમાં રહેલો સાબુ સાબુબોક્સ ની પાછળ થી મળે છે, ક્યારેક કાચનું ફ્લાવરપોટ તૂટી જાય છે તો ક્યારેક રસોડામાંથી રોટલીઓ પણ ગાયબ થઈ જાય છે.એટલું જ નહીં તેનાથી અનેક પ્રકારની બીમારીઓ ફેલાવાનું જોખમ પણ વધી જાય છે. તેમને ઘરમાંથી ભગાવવા એટલે લોઢાના ચણા ચાવવા જેવું કઠિન કાર્ય છે. અહીં આપવામાં આવેલા કેટલાક સરળ ઉપાયથી તમે ઉંદરને પિંજરામાં કેદ કરી શકો છો અને તેને મારવાથી પણ બચી જશો અને વળી તેને તમે ઘરમાંથી ભગાવવા માટે પણ કામયાબ થશો. તો આવો જાણીએ ઉંદરને પકડવાના સરળ ઉપાયો
🐁એવી કઈ વસ્તુઓ છે જેની તરફ ઉંદરો વધુ આકર્ષાય છે :- એવી અનેક વસ્તુઓ છે જેની તરફ ઉંદરો સૌથી વધારે આકર્ષાય છે, જેમાં તૈલીય પદાર્થોનું સ્થાન સૌથી ઉપર આવે છે. તેના સિવાય કેટલીક એવી પણ વસ્તુઓ છે જેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. તેના માટે તમે સ્નેક્સ અને હાઈ સુગર વાળા ફૂડ પ્રોડક્ટ ની પણ પસંદગી કરી શકો છો. આમ કરવાથી તમે ઉંદરને સરળતાથી પિંજરામાં કેદ કરી શકશો.🐁આ ચાર વસ્તુઓને ખાઈને તુરંત જ પિંજરામાં ફસાઈ જશે ઉંદર
🫘1) નટ્સ:- ઉંદરને નટ્સ ખૂબ જ પ્રિય હોય છે. તેમાં બદામ, કાજુ, હેઝલનટ્સ જેવી વસ્તુઓ તેમને ખૂબ જ આકર્ષિત કરે છે. તમને જણાવીએ કે નટ્સથી ઉંદરને પોષણ મળે છે. એવામાં તેમને હાઈ પ્રોટીન સોર્સિસ જેવી વસ્તુઓ ખૂબ જ સારી લાગે છે. તેના માટે તમે આ નટ્સને પિંજરામાં લગાવી શકો છો. આમ કરવાથી ઉંદર પિંજરામાં કેદ થઈ જશે.
🧈2) પિનટ બટર:- ફેટ અને સુગરથી ભરપૂર પીનટ બટર તરફ ઉંદર વધારે આકર્ષાય છે. તેની સુગંધ તેમને નજીક આવવા માટે મજબૂર કરી દે છે. એવામાં જો તમે ઉંદરને કેદ કરવા ઈચ્છતા હોય તો કોઈપણ બ્રેડમાં પીનટ બટર ને લગાવીને પિંજરામાં સેટ કરી દો. ત્યારબાદ પિંજરા ને એવી જગ્યાએ મૂકી દો જ્યાં ઉંદરોનું આવન જાવન વધુ રહેતું હોય. તેનાથી ઉંદર તુરંત જ કેદ થઈ જશે.
🍫3) ચોકલેટ:- ઉંદરની ઘણી પસંદગીની વસ્તુઓમાંથી ચોકલેટ પણ એક છે. તેનો સ્વાદ તેમને મીઠાઈઓ કરતા પણ વધારે પસંદ હોય છે. તેનું એક સૌથી મોટું કારણ એ છે કે ચોકલેટમાં હાઈ સુગર હોય છે. આમ જો તમે ચોકલેટને પિંજરામાં મુકશો તો ઉંદર દોડીને આવશે. તેને ખાતા જ ઉંદર તમારા જાળમાં તુરંત જ ફસાઈ જશે.
🧀4) ચીઝ:- ઉંદર ચોકલેટની જેમ જ ચીઝ ખાવાના પણ ખૂબ જ શોખીન હોય છે. તેની સુગંધ તેમને નજીક ખેંચીને લઈ આવે છે. ફેટથી ભરપૂર ચીઝ જો તમે પિંજરામાં લગાવી રહ્યા હોય તો એવા ખાદ્ય પદાર્થ ની પસંદગી કરવી જેની સારી ક્વોન્ટીટી હોય. આ ખાદ્ય પદાર્થ પર ચીઝ લગાવીને તેને પિંજરા માં સેટ કરવા માટે એક તરફ રાખી દો. તેને ખાતા ની સાથે જ ઉંદર તુરંત જ કેદ થઈ જશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી