ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

ઘી આપણા સ્વાસ્થ્ય માટે માટે જ નહિ, પરંતુ વાળ અને ત્વચા માટે પણ ખુબ જ લાભકારી માનવામાં આવે છે. તેના ચાલતા મોટાભાગના ઘરોમાં ઘી નો ઉપયોગ ખુબ જ સામાન્ય રીતે થાય છે. પરંતુ જો તમે બજારમાં દેશી ઘી મંગાવતા હો તો તે નકલી પણ હોય શકે છે. જેનો ઉપયોગ તમારા માટે નુકશાનદાયક પણ હોય શકે છે. તેવામાં જરૂરી છે કે, ઘી અસલી છે કે નકલી તેની ઓળખ કરી લેવી જોઈએ.

તમને જણાવી દઈએ કે મિલાવટના આ જમાનામાં દેશી ઘી પણ બાકી રહ્યું નથી. અસલી ઘી મોંઘુ હોવાના કારણે ઘણા બધા નફાખોર વેપારીઓ તેમાં વનસ્પતિ ઘી, બટેટા, શક્કરીયા, હાઈડ્રોજેનેટેડ તેલ અથવા તો નાળીયેર તેલની મિલાવટ કરે છે. તેવામાં તમે અમુક રીતે જાણી શકો છો કે તમે ખરીદેલું ઘી અસલી છે કે નકલી. તો ચાલો જાણીએ એ રીતે વિશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

નમકની મદદથી : અસલી કે નકલી ઘી ની ઓળખ કરવા માટે નમક તમારી મદદ કરી શકે છે. તેના માટે કોઈ વાસણમાં એક ચમચી ઘી લ્યો. હવે તેમાં અડધી ચમચી નમક અને હાઈડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. પછી લગભગ 20 મિનીટ સુધી તેને પડ્યું રહેવા દો. જો તે દરમિયાન ઘી નો રંગ બદલી જાય તો તે ઘી નકલી છે. જ્યારે અસલી ઘીનો રંગ ક્યારેય બદલતો નથી.

પાણીનો ઉપયોગ કરો : ઘી શુદ્ધ છે કે મિલાવટી તેની ઓળખ કરવા માટે પાણીની મદદ લઇ શકાય છે. તેના માટે તમે એક ગ્લાસ પાણી લ્યો અને તેમાં એક ચમચી ઘી નાખી દો. જો ઘી પાણીમાં ઉપર અને તરવા લાગે તો એ ઘી ઓરિજિનલ હોય છે. જ્યારે નકલી ઘી પાણીમાં તરવાને બદલે ડૂબી જાય છે.

હાથ પર રાખીને ટેસ્ટ કરો : ઘી ની શુદ્ધતાની તપાસ કરવા માટે તમે તેને હાથની હથેળી પર રાખીને જોઈ શકો છો. તેના માટે તમારે થોડું એવું ઘી લેવાનું છે અને તમારા હાથની હથેળી પર રાખવાનું છે, પછી થોડી સેકેંડ ઘીને એમ જ રહેવા દેવાનું છે, જો ઘી ઓગળવા લાગે તો એ ઘી અસલી હોય છે. જો નકલી ઘી હશે તો ઓગળશે નહિ અને એવું ને એવું જ રહેશે.

કલરથી કરો ઓળખ : ઘી નો રંગ જોઇને પણ તમે અસલી અને નકલી હોવાનો અંદાજો લગાવી શકો છો. તેના માટે તમે એક ચમચી ઘી કોઈ પણ વાસણમાં નાખીને ગેસ પર ગરમ કરવા માટે રાખી દો. જો ઘી ઓગળવા પર તેનો રંગ હળવો એવો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવાનું કે, આ ઘી અસલી છે. નકલી ઘી ઘણી વાર પછી ઓગળશે અને સાથે તેનો રંગ પીળો જ રહેશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment