શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ ગ્રહ એક રાશિથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો તેને ગ્રહ ગોચર કે તે ગ્રહનું રાશિ પરિવર્તન કહેવામાં આવે છે. આ ગ્રહોના રાશિ પરિવર્તનથી રાશિ ચક્રની 12 રાશિઓ પર અલગ અલગ પ્રભાવ જોવા મળે છે.

આથી કેટલાક લોકોને લાભ થાય છે તો કેટલાક લોકોને નુકસાનનો સામનો પણ કરવો પડે છે. 17 જાન્યુઆરી 2023 એ શનિદેવને સ્વ રાશિમાં પ્રવેશ કર્યો હતો. બે અઠવાડિયા બાદ એટલે કે આજે શનિદેવ મધ્ય રાત્રીએ આ રાશિમાં અસ્ત થઈ રહ્યા છે. જેનો પ્રભાવ દરેક રાશિ પર કેવો રહેશે તે વિષયમાં વાસ્તુ સલાહકાર તથા જ્યોતિષી દ્વારા જાણીએ.1) મેષ રાશિ:- જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે લોકોની રાશિ મેષ છે તેમના માટે શનિ નો કુંભ રાશિમાં અસ્ત થયા બાદ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. મેષ રાશિના લોકોને નોકરી વેપારમાં પ્રગતિ મળશે. ઘર ખરીદવાની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. નવું વાહન પણ ખરીદી શકે છે. બોલ ચાલમાં સંતુલન જાળવી રાખવાની જરૂરિયાત છે.

2) વૃષભ રાશિ:- શનિ નો કુંભ રાશિમાં અસ્ત થવા પર વૃષભ રાશિ ના જાતકો માટે ભાગ્યોદય નો સંકેત છે. નોકરી કરતા લોકોને સારી ખબર સાંભળવા મળશે. આત્મસંયમ અને ધૈર્ય શીલતા જાળવી રાખવાની જરૂરત છે. તમારા ખર્ચમાં વધારો થશે. 

3) મિથુન રાશિ:- જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે લોકોની રાશિ મિથુન છે તેમનું મન પ્રસન્ન રહેશે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમને બક્ષિસમાં કપડાં મળી શકે છે. અને માં નો આશીર્વાદ મળશે.4) કન્યા રાશિ:- શનિદેવનો કુંભ રાશિમાં અસ્ત થવા પર કન્યા રાશિના જાતકો માટે લાભદાયક થઈ શકે છે. જૂની બીમારી થી છુટકારો મળી શકે છે. નોકરી અને વેપારમાં લાભ થવાના યોગ છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકશે. પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે. સાહસ અને પરાક્રમમાં વધારા સાથે કામ પૂરા થશે.

5) મકર રાશિ:- જે લોકોની રાશિ મકર છે તેમના માટે શનિ નો કુંભ રાશિમાં અસ્ત થવો લાભદાયક રહેશે. વેપારમાં વધારો , નોકરીમાં પ્રગતિ અને વિદ્યાર્થીઓને સફળતાનો યોગ બની રહ્યો છે આત્મવિશ્વાસમાં વધારો થશે. અટકી ગયેલું ધન પ્રાપ્ત થશે. પરંતુ મન અશાંત રહેશે.6) સિંહ રાશિ:- જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે લોકોની રાશિ સિંહ છે તેમના માટે શનિનું રાશિ પરિવર્તન પરેશાનીથી ભરેલું રહેશે. પતિ-પત્નીમાં અકારણ ઝઘડા થઈ શકે છે. આર્થિક સંકળામણનો સામનો કરવો પડી શકે છે. અકારણના ઝઘડાથી બચવાનો પ્રયત્ન કરવો. 

7) કર્ક રાશિ:- જે લોકોની રાશિ કર્ક છે તેમના માટે શનિ નું અસ્ત થવું હાનિકારક છે. તેમને અનેક પ્રકારના નુકશાનો નો સામનો કરવો પડશે. મન પરેશાન રહેશે. જો ક્યાંય રોકાણ કરવાનું મન બનાવી રહ્યા હોય તો  સારી રીતે તપાસ કરી લો. કેરિયરમાં અનેક પ્રકારના પડકાર આવશે. કાર્યસ્થળ પર પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment