મિત્રો તમે જાણો છો કે કિન્નરોની દેવી કઈ છે જેની પૂજા ખૂબ જ વીધી વિધાનથી કરવામાં આવે છે? તેનું ભવ્ય મંદિર પણ છે જેના વિશે આજે અમે તમને જણાવીશું. શું તમે બહુચરા માતા વિશે સાંભળ્યું છે? ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચારજી કસબામાં સ્થિત એક વિશાળ મંદિર છે જ્યાં બહુચરા માતાની પૂજા કરવામાં આવે છે. બહુચર માતાને કુકડા વાળી માતા પણ કહેવામાં આવે છે અને તેમનો ઉલ્લેખ ઘણી બધી જગ્યાઓ પર થાય છે.
બહુચર માતાનું મંદિર આમ તો ઘણું જ પ્રખ્યાત છે. કિન્નરોની વચ્ચે તેની પોતાની અલગ જ ઓળખાણ છે. કિન્નરો માટે બહુચર માતા માન્ય છે અને તેની પાછળ પણ એક લોક કથા પ્રચલિત છે. આજે અમે બહુચર માતા વિશે તમને જણાવવા જઈ રહ્યા છે કેટલાક તથ્યો.
શું કહે છે લોક કથાઓ:- બહુચર માતાને લઈને ઘણી બધી લોક કથાઓ છે તેમાં ત્રણ કથાઓ મુખ્ય છે જેને મોટા ભાગે લોકો સાચી માને છે. સૌથી પહેલા જાણીએ આ લોક કથાઓ વિશે.શક્તિપીઠ નો ભાગ:- જ્યારે માતા સતીએ યજ્ઞની અગ્નિમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા ત્યારે ભગવાન શિવે તેમના પાર્થિવ શરીરને ઉઠાવીને આખા વિશ્વમાં તાંડવ કરવાનું શરૂ કરી દીધું હતું. શિવનો ક્રોધ અને સતીની તપસ્યા જોઈને દરેક દેવી દેવતા ગભરાઈ ગયા હતા. ત્યારે દરેકે ભગવાન વિષ્ણુ પાસેથી મદદ માંગી અને ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર થી માતા સતીના શરીરના ટુકડા કરી દીધા હતા. આ ટુકડાઓ પૃથ્વી પર 55 જગ્યાઓ પર પડ્યા હતા જેમાંથી એક બહુચરાજી પણ છે.
જાણો શું છે માન્યતાઓ:- એવું માનવામાં આવે છે કે જ્યારે માતા સતી ના ટુકડા પૃથ્વી પર પડ્યા તો બહુચરામાં માતા સતી ના હાથ પડ્યા હતા. ત્યાં જ શક્તિપીઠની સ્થાપના થઈ ગઈ હતી. ભગવાન શિવના તાંડવ સમયે આ સ્થાનને પવિત્ર માની લેવામાં આવ્યું હતું ત્યારથી જ અહીંની માન્યતા છે.
કિન્નરોની માતા:- બહુચરા માતાના વિશે એક લોક કથા પ્રચલિત છે. બહુચરાજીમાં એક વણઝારા ની દીકરી હતી. એકવાર યાત્રા કરતી વખતે તેમની પર અને તેમની બહેનો પર બાપિયા નામના એક ડાકુ એ હુમલો કર્યો હતો. તે સમયે બહેનોએ પોતાના બ્રેસ્ટ કાપી દીધા અને મૃત્યુને ગળે લગાવી દીધું. બહુચરા માતાએ બાપિયા ને શ્રાપ આપ્યો કે તે નપુંસક બની જાય. બાપિયા એ શ્રાપથી મુક્તિ મેળવવા માટે મહિલાઓની જેમ સજવાનું હતું અને બહુચરા માતાની ઉપાસના કરવાની હતી. ત્યારથી જ બહુચરા માતાજી કિન્નરોની માતા બની ગઈ.સંતાન દાત્રી દેવી:- એવું માનવામાં આવે છે કે બહુચરા માતા સંતાન દાતરી દેવી છે. જે જોડું અહીંયા આવીને પૂજાપાઠ કરે છે તેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે. અહીંયા ઘણા નવ વિવાહિત જોડાઓ આવીને પ્રાર્થના કરે છે અને બાધા માને છે.
કેટલું જૂનું છે મંદિર?:- એવી માન્યતા છે કે આ મંદિર 1783 મા બનાવવામાં આવ્યું હતું અને તેમાં ઘણા બધા સ્તંભ છે. જેમાં કોતરણી કરવામાં આવી છે. તેની સાથે જ તોરણ અને દીવાલ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવામાં આવ્યા છે. બહુચરા માતાની સવારી એક કૂકડાને માનવામાં આવે છે. કૂકડા ને ગુજરાતના સોલંકી સામ્રાજ્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. આ મંદિરની અંદર ત્રણ અલગ પરિસર છે અને દરેક સ્થાનનું પોતાનું અલગ મહત્વ છે. આમ તો આ સ્થાનથી ત્રણ કિલોમીટર દૂર એક બીજું બહુચર માતાનું મંદિર છે જેને લોકો માને છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી