જયા કિશોરીજી એ લગ્ન કરવા માટે રાખી છે આ ખાસ શરત અને છે કરોડોની માલકિન… જાણો તેના અસલી નામ સહીત તેની જિંદગીની અંગત વાતો…

મિત્રો આપણા દેશમાં ઘણી એવી હસ્તીઓ છે જેના વિશે જાણવું લગભગ મોટાભાગના લોકોને ગમતું હોય છે. આવી જ એક હસ્તી છે જ્યાં કિશોરી. જેને આપણે ટીવી ચેનલ પર કથાકાર તરીકે ઓળખીએ છીએ. ચાલો તો આજે આપણે તેના જીવનની કેટલીક અજાણી વાતો જાણીશું. 

જયા કિશોરી દેશના પ્રભાવશાળી મોટિવેશનલ સ્પીકર અને કથાવાચકો માંથી એક છે. તે પોતાની સાદગી માટે પણ ઓળખાય છે. ઘણા ઓછા લોકો આધ્યાત્મ અને મોટિવેશનલ સ્પીકર તરીકે એ જગ્યા બનાવી શકે છે જે જયા કિશોરીએ હાસિલ કરી છે. જયા કિશોરીના લગ્નની ચર્ચા સામાન્ય રીતે થતી રહેતી હોય છે. આ વખતે તેનું નામ છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધિરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે. ધિરેન્દ્ર શાસ્ત્રીએ આ અફવા પર નારાજગી જાહેર કરતાં તેને નકાર્યું હતું. આ બધા વચ્ચે સવાલ એ છે કે, લગ્ન વિશે જયા કિશોરીનું શું મંતવ્ય છે?તેમનું વ્યક્તિત્વ ગરિમાપુર્ણ અને સુંદરતા વાળું છે. જ્યારે તેઓ બોલે છે તો લોકો મંત્રમુગ્ધ થઈને આ 28 વર્ષીય યુવતીની વાતો સાંભળે છે. જ્યાં સામાન્ય રીતે તે સ્પીચ આપવા જાય છે, ત્યાં ઘણી ભીડ તેમને સાંભળવા માટે આવે છે. જયા સોશિયલ મીડિયાના મહત્વને સારી રીતે સમજે છે અને તે પોતાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર અકાઉન્ટ પર પોતાના ફોટા, વાતો અને વિડીયો માટે ખૂબ જ સર્ચ થાય છે. 

દરેક વ્યક્તિ જયા કિશોરીના લગ્ન વિષે જાણવા માંગે છે. તેઓ હજુ સુધી અવિવાહિત છે. થોડા દિવસો પહેલા જયા કિશોરીએ એક અંગત ટીવી ચેનલને એક ઇન્ટરવ્યુમાં પોતાના લગ્નને લઈને ઘણી વાતો જાહેર કરી હતી. સાથે જ લગ્નને લઈને એક શરત પણ રાખી હતી. આ શરતને પૂરી કરનારને જ તે લાઈફ પાર્ટનર બનાવવા વિષે વિચારી શકે છે. 

જયા કિશોરીની શરત છે કે જ્યાં તેમના લગ્ન થાય તેમના માતા-પિતા પણ તેમની સાથે જ શિફ્ટ થઈ જાય. વાસ્તવમાં, જયા કિશોરી પોતાના માતા-પિતાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમનાથી દૂર રહેવા માંગતી નથી. સાથે જ તેમણે કહ્યું કે, જો તેમના લગ્ન કલકત્તામાં થાય તો તો વધારે સારું, કારણ કે તેમના માતા-પિતા ત્યાં જ રહે છે.સોશિયલ મીડિયામાં જયા કિશોરીનું જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ફેસબુક પર જ્યાં તેમના 8 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે તો ટ્વિટર પર લગભગ 50 લાખ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 47 લાખ ફોલોઅર્સ છે. તે ત્યાં માત્ર 28 લોકોને ફોલો કરે છે. જેમાં સૌથી ઉપર છે સ્ટેન્ડઅપ કોમેડીમાં ખાસ નામ બનાવી ચૂકેલ ઝાકિર ખાન. તે સિવાય તે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, અમિતાભ બચ્ચન, મિશેલ ઓબામા, અનુપમ ખેર, દિવ્યા ખોસલાકુમાર, સદગુરુ અને ઓટીટી સ્ટાર વિક્રાંત મેસીને ફોલો કરે છે. લોકો તેમની મોટિવેશનલ સ્પીચના ઘાયલ છે. તે યુવાઓથી લઈને વૃદ્ધો વચ્ચે હ્રદયમાં જગ્યા બનાવનારી હસ્તી બની ગઈ છે. 

જયા કિશોરીનો જન્મ રાજસ્થાનના સુજાનગઢમાં જુલાઇ, 1995માં થયો હતો. તેમનું મૂળ નામ જયા શર્મા છે. લોકો તેમને ‘કિશોરી જી’ ના નામથી પણ ઓળખે છે. તેમના પિતાનું નામ શિવ શંકર શર્મા છે. તેમની એક બહેન પણ છે, જેમનું નામ ચેતના શર્મા છે. તેમણે પોતાની શાળાનું ભણતર કલકત્તાના મહાદેવી બિડલા વર્લ્ડ એકેડમીમાં કર્યું અને બી.કોમ પણ કર્યું. મીડિયા રિપોર્ટની વાત માનીએ તો, જયા કિશોરી કરોડપતિ છે. તેમની પાસે 4 થી 5 કરોડ રૂપિયાની સંપતિ છે. તેમનો શોખ કથા વાચન કરવાનો અને મોટિવેશનલ સ્પીચ આપવાનો છે. તે દેશના વિભિન્ન ભાગોમાં જઈને કથા વાચન કરે છે. જયા કિશોરીને તેમના ગુરુ પંડિત ગોવિંદ રામ મિશ્રાએ ભગવાન શ્રી ક્રુષ્ણ પ્રતિ તેમના પ્રેમને જોતાં ‘કિશોરી જી’ ની ઉપાધિ આપી હતી. જેને તેમણે પોતાના નામ સાથે જોડી લીધું. તેમને કથા દ્વારા મળતા પૈસા તેઓ એક સંસ્થા નારાયણ સેવા સંસ્થાનને દાનના રૂપમાં આપી દે છે. જ્યારે તેઓ નાની બાઈ રો માઇરો ગાય છે ત્યારે શ્રોતાઓ જાતે જ ઝૂમી ઊઠે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment