આ શાકભાજીમાં છુપાયેલી હોય છે ન દેખાય એવી જીવાતો, જે તમારા દિમાગ અને લીવરને ખાઈ જશે ઉધઈની જેમ… ખાતા પહેલા એક વાર જરૂર કરો ચેક…

આપણે જાણીએ છીએ કે શાકભાજીમાં ઘણી વખત જીવાત જોવા મળે છે. પણ ઘણી વખત ન દેખાય એવી જીવાત પણ હોય છે. જેનું અજાણતા સેવન થવાથી તમારું મગજ અને લીવર બંને પર અસર થઇ શકે છે. આવી શાકભાજી કઈ છે. તેની વાત આપણે આ લેખમાં કરીશું. 

શિયાળાની ઋતુની ખાસ વાતોમાં એક છે કે શાકભાજીનું ખૂબ ઉત્પાદન થાય છે. આ ઋતુમાં લીલા વટાણા, ગાજર, પાલક, શિમલા મરચું, કોબીજ, ફુલાવર, મૂળો અને અલગ-અલગ પ્રકારની પાંદડાવાળી શાકભાજી વધારે મળે છે. તેમાં કોઈ શક નથી કે, શાકભાજી ખાવાથી સ્વાસ્થ્યને અગણિત ફાયદાઓ થાય છે પરંતુ કોબીજ અને પાલક જેવા અમુક શાકભાજી છે જેમાં ટેપવર્મ એટલે કે પરજીવી કીડા જોવા મળે છે, જે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.એક રિપોર્ટ મુજબ, કોબીજના પાંદડામાં જોવા મળતા ટેપવર્મ તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે. આ કીડા એટલા નાના હોય છે કે તેમને જોઈ શકાતા નથી. ચિંતાની વાત એ છે કે, આ કીડાને પકવવાથી કે ગરમ પાણીથી ધોવાથી પણ તેને નષ્ટ કરી શકાતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે, માત્ર કોબીજ જ નહીં પરંતુ ઘણા આવા શાકભાજીમાં આ પ્રકારના પરોપજીવી કીડા જોવા મળે છે. ચાલો જાણીએ કે આ કીડા કઈ રીતે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. અને તેનાથી કઈ રીતે છુટકારો મેળવી શકાય છે. 

1) ટેપવર્મથી સ્વાસ્થ્યને શું જોખમ છે?:- એવું માનવામાં આવે છે કે, પરજીવી કીડા મગજમાં ઘૂસી જાય છે અને સિસ્ટીસર્કોસિસ નામની બીમારીનું કારણ બને છે. આ સંક્રમણ છે જે મગજને સંક્રમિત કરી શકે છે અને માથાના દુખાવા અને દોહરાનું કારણ બની શકે છે.

2) લીવર ડેમેજ થવાનું પણ જોખમ:- એક રિપોર્ટ મુજબ, આ નાના કીડા એટલા ઘાતક હોય છે કે, તે તમારા લીવર અને માંસપેશીઓને અસર કરી શકે છે, જેનાથી સોજા થઈ શકે છે અને માંસપેશીઓમાં સિસ્ટ એટલે કે ગાંઠ બનાવી શકે છે. સિસ્ટીસર્કોસિસ બીમારીની સૌથી ખરાબ વાત એ છે કે, તમે અંદાજો પણ નથી લગાડી શકતા કે તમને વારંવાર માથાનો દુખાવો અને સોજો શા માટે થઈ રહ્યો છે. 

3) આંતરડાને પણ બરબાદ કરી શકે છે:- એક રિપોર્ટ મુજબ, આ કીડા મગજ અને લીવરને તો નુકસાન પહોંચાડે જ છે પરંતુ સૌથી ડરાવની વાત એ છે કે આ પરજીવી આંતરડામાં પહોંચીને પોતાની સંખ્યા વધારી શકે છે, જેનાથી આંતરડાને નુકસાન થઈ શકે છે. તેનાથી તમને ઝાડા, વજન ઓછું થવું, પેટમાં દુખાવો, ગેસ થવો વગેરે સમસ્યા થઈ શકે છે. 4) સૌથી ઘાતક છે તાએની સોલિયમ કીડા:- ટેપવર્મનું સૌથી સામાન્ય રૂપ પોર્ક ટેપવર્મ છે જેને તાએની સોલિયમના નામથી ઓળખવામાં આવે છે. એક અમેરિકી ઓફિશિયલ વેબસાઇટ મુજબ, તે કોબીજ, કેલ, ફુલાવર અને બ્રોકલી જેવા શાકભાજીમાં જોવા મળે છે. તે એક રીબીન જેવા કીડા હોય છે. જે અંદર ગયા પછી પોતાને આંતરડાની દીવાલ સાથે જોડી લે છે અને ઈંડા આપે છે અને લાર્વા બની જાય છે. 

5) અરબીના પાંદડા:- અરબીના પાંદડાનું શાક બને છે ઘણા લોકો આ પાંદડાને ભજીયાના રૂપમાં ખાવાનું પસંદ કરે છે. આ પાંદડાવાળી શાકભાજીમાં કીડા લાગવાની સંભાવના વધારે રહેલી હોય છે. એવામાં સલાહ આપવામાં આવે છે કે પાંદડાને પહેલા ગરમ પાણીથી ધોઈ લો અને પછી જ તેનો ઉપયોગ કરવો. 6) રીંગણાં:- રીંગણાંનું શાક કોને પસંદ હોતું નથી. મોટાભાગના લોકો રીંગણાંનું ભડથું અને ભજીયા ખાવાનું પસંદ કરતાં હોય છે. જોકે આ શાકભાજીમાં પરજીવી કીડા જોવા મળી શકે છે. એવું કહેવામા આવે છે કે, રીંગણાંના બીજમાં ટેપવર્મના ઈંડા હોય શકે છે જે સરળતાથી તમા મગજ સુધી પહોંચી શકે છે. 

7) શિમલા મરચું:- તેની અંદર નાના નાના બીજ હોય છે. જેના પર પરજીવી પોતાના ઈંડા મૂકી શકે છે. વિશેષજ્ઞો દ્વારા એ સલાહ આપવામાં આવે છે કે, શિમલા મરચાંને હંમેશા અડધું કાપવું અને બીજ કાઢ્યા પછી વહેતા પાણીમાં તેને સરખી રીતે ધોઈ લો. તેને સરખી રીતે પકાવ્યા પછી જ ખાવું. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment