આમ જોઈએ તો આયુર્વેદ ચિકિત્સા એ વિજ્ઞાન માટે વરદાન સમાન છે. આયુર્વેદમાં જણાવવામાં આવેલ ઈલાજ કોઈ પણ બીમારીને જડમૂળથી ખતમ કરી નાખે છે અને સૌથી મોટી વાત એ છે કે, તેનાથી કોઈ પણ સાઈડ ઈફેક્ટ નથી થતી. ખરેખર આયુર્વેદ પદ્ધતિમાં ઈલાજ કરવો હોય તો ઔષધિ આપણી આસપાસ જ મળી જાય છે. ઘણી એવી ઔષધિ હોય છે જે આપણી પાસે હોવા છતાં આપણે તેનાથી અજાણ હોઈએ છીએ.
એવો જ એક છોડ છે સીતાફળનો છોડ. ભારતના મોટાભાગના વિસ્તારોમાં સીતાફળના વૃક્ષો જોવા મળે છે. સીતાફળ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું તેનું સેવન ઔષધિય ગુણોથી ભરપુર હોય છે. એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સીતાફળના પાનમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. તેનું નિયમિત સેવન કરવામાં આવે તો બ્લડ શુગર ઓછું થઈ જાય છે.
શું સાબિત થયું રિસર્ચમાં ? : નાના છોડ દવાઓનો મોટો સ્ત્રોત હોય છે. ઘણા છોડમાંથી દવાઓ બનાવવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જણાવ્યું કે, લગભગ 800 પ્રકારના છોડમાં એન્ટી ડાયાબિટીક ગુણ મળી આવે છે. તેમાંથી અમુક છોડના મૂળમાં એન્ટી ડાયાબિટીક ગુણ મળી આવે છે તો અમુક છોડના પાંદડામાંથી એન્ટી ડાયાબિટીક ગુણ મળી આવે છે. તેમજ અમુક ફળો અથવા છોડમાં પ્રાપ્ત અન્ય વસ્તુમાં એન્ટી ડાયાબિટીક ડ્રગ મળી શકે છે.
રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સીતાફળના પાંદડામાં ટાઈપ 2 ડાયાબિટીસનો ઈલાજ કરી શકાય છે. અધ્યયનમાં જાણવા મળ્યું કે સીતાફળના પાનમાં એલ્કલોઈડ્સ, ગ્લાઈકોસાઈડ્સ, ગેળેક્ટોમેનન ગન, પોલીસેકેરાઈડ્સ, પેપ્ટીડોગ્લાઈકેન્સ, હાઈપોગ્લાઈકેન્સ, ગુઆનિડાઈન, સ્ટીરોઇડ, કાર્બોહાઈડ્રેટ, ગ્લાઈકોપેપ્ટાઈડ્સ, ટેરપેનોઈડ્સ, એમિનો એસિડ જેવા કમ્પાઉન્ડ હોય છે, જે ટાઈપ 2 ડાયાબિટીસમાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ઇન્સ્યુલિન લેવલ : રિસર્ચ અનુસાર સીતાફળના પાનમાં એન્ટી ડાયાબિટીક ગુણ મળી આવે છે, તે સીધું જ પેન્ક્રીયાસમાં અસર કરે છે. ખરેખર પેન્ક્રીયાસથી ઇન્સ્યુલિન નામનું હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોન જ્યારે રિલીઝ થાય છે તો લોહીમાં ગયેલા ગ્લુકોઝને અવશોષિત કરી લે છે. સીધા શબ્દોમાં કહીએ તો ઇન્સ્યુલિન જ ગ્લુકોઝને પચાવીને તેને એનર્જીમાં બદલી નાખે છે.
કેવી રીતે ખાવા સીતાફળના પાંદડા : રિસર્ચમાં જણાવ્યા અનુસાર સીતાફળના પાન પ્લાઝમા ઇન્સ્યુલિનનું લેવલ વધારી દે છે. તેનાથી ઇન્સ્યુલિનની સઘનતા વધી જાય છે, જેના કારણે વધુ સમય સુધી ઇન્સ્યુલિન લોહીમાં બની રહે છે અને તે ગ્લુકોઝને અવશોષિત કરીને તેને એનર્જીમાં બદલી નાખે છે. આ પ્રકારે જો સીતાફળના પાનને સવાર સવારમાં ચાવવામાં આવે તો આખો દિવસ ઇન્સ્યુલિનની માત્રા જળવાઈ રહે છે, જેનાથી લોહીમાં બ્લડ શુગર લેવલ વધતું નથી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી