શેર બજારમાં પૈસા એ જ લોકો રોકાણ કરી શકે છે, જે ધેર્ય અને ધીરજ રાખી શકે. લોંગ ટર્મમાં હંમેશા સ્ટોક માર્કેટ શાનદાર રિટર્ન આપતું આવ્યું છે. અમુક શેરોમાં લાંબા સમયગાળા માટે રોકાણ કરવા વાળા રોકાણકારોની કિસ્મત બદલી ગઈ છે. ઘણી વાર અમુક શેરને ખરીદીને લાંબા સમય સુધી ભૂલી જતા હોય અને પછી તેનું માર્કેટ જોવે તો શેરની વેલ્યુ ખુબ જ વધી ગઈ હોય છે. તો આજે અમે તમને એક એવા જ શેર વિશે જણાવશું.
લોંગ ટર્મમાં રોકાણકારોને કરોડપતિ બનાવતા શેરોમાં એર કુલર બનાવતી કંપની સિમ્ફનીનો શેર પણ શામિલ છે. સિમ્ફનીના શેરોએ રોકાણકારોને લાજવાબ લાભ આપ્યો છે. આ શેરમાં 20 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કરવા વાળા રોકાણકારોને આજે એટલા પૈસા મળી રહ્યા છે કે તેનાથી તેઓ આલીશાન ગાડી-બંગલોની સાથે સાથે અનેકો લકઝરીયસ સુખ-સુવિધાઓ ભેગી કરી શકે છે. વર્ષ 2023 આ શેરનો ભાવ માત્ર 25 પૈસા હતો, જે હવે વધીને 900 રૂપિયા થઈ ગયો છે.
જો કે આ મલ્ટીબિગર સ્ટોકમાં છેલ્લા કેટલાક સમયથી વેચાણ પ્રબળ રહ્યું છે. એનએસઈ પર આજે પણ આ શેર 2% ડાઉન થઈને 900 રૂપિયા પર બંધ થયો છે. તેમજ વર્ષ 2023 માં આ સ્ટોકે લગભગ ફ્લેટ જ કારોબાર કર્યો હતો અને તે 3% સુધી નીચે આવ્યો હતો. જો એક વર્ષની વાત કરવામાં આવે તો આ શેરે રોકાણકારોને 7% નફો આપ્યો છે. સિમ્ફની શેરનું 52 વિક(અઠવાડિયા) ના 1,219.00 રૂપિયા છે. તેમજ 52 અઠવાડિયાનું લો લેવલ જોઈએ તો 820.60 રૂપિયા છે.
2003 માં શેરની કિંમત કેટલી હતી ? : આ કંપનીના શેરે રોકાણકારોને છેલ્લા વર્ષોમાં બમ્પર વળતર આપ્યું છે. કંપનીના શેર 3 જુન 2003 ના રોજ BSE પર 25 પૈસા ભાવ હતો. આજના જુન મહિનામાં એટલે 23 જુન 2023 ના રોજ આ કંપનીના શેરનો ભાવ 900 રૂપિયાના લેવલ પર બંધ થયો છે.
આ શેરમાં જો કોઈ રોકાણકારે આજથી 20 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને રોકાણને આજ સુધી તેમાં જ ટકાવી રાખ્યું હોય, તો તેના રોકાણની કિંમત 36 કરોડ રૂપિયા થઈ ગયા છે. આ પ્રકારે આ શેરને 15 વર્ષની અવધીમાં 26721% રિટર્ન આપ્યું છે. જે લોકોએ 15 વર્ષ પહેલા લગાવ્યા હતા 1 લાખ રૂપિયા, હવે તે વધીને અઢી કરોડ રૂપિયા કરતા વધુ કિંમત થઈ ગઈ છે.
(અહીં આપેલ જાણકારી બ્રેકરેજ હાઉસેઝની સલાહ પર આધારિત છે, જો તમે રોકાણ કરો તો કોઈ સલાહકાર પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવીને રોકાણ કરવું, નફો નુકશાન થાય તેની જવાબદારી અમે લેતા નથી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી