પાણી આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે, તેના સિવાય જીવનની કલ્પના જ અધુરી છે. પાણીની જરૂર સૌથી વધુ ગરમીમાં હોય છે. ગરમીના મૌસમમાં 10 થી 20 મિનીટમાં તરસ લાગી જાય છે. તમને જણાવી દઈએ કે પાણીને યોગ્ય રીતે પીવામાં આવે તો ફાયદા જ ફાયદા થાય છે. પરંતુ ખોટી રીતે પાણી પીવાથી નુકશાન થાય છે.
ઘણા લોકોને ઉભા ઉભા પાણી પીવાની આદત હોય છે, જે તદ્દન ખોટી આદત છે. આવું કરવાથી તમે જ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી રહ્યા છો. જો તમે પણ ઉભા ઉભા પાણી પિય રહ્યા હો, આજથી આ આદત છોડી દો, નહિ તો શરીરમાં ઘણા પ્રકારની પરેશાનીઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ ઉભા ઉભા પાણી પીવાના નુકશાન.
1 ) કિડનીના રોગ : ઉભા ઉભા પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક માનવામાં આવે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો તમે કિડની સાથે જોડાયેલી કોઈ પણ પરેશાનીથી લડી રહ્યા હો, તો તમારે બિલકુલ પણ ઉભા ઉભા પાણી ન પીવું જોઈએ. આવું કરવાથી તમે તમારી કિડનીને નુકશાન પહોંચાડી શકે છે. એટલા માટે બહેતર છે કે તમે આરામથી બેઠા બેઠા પાણી પીવો. બેઠા બેઠા પણ એ ધ્યાન રાખવાનું કે પાણી ધીમે ધીમે પીવું જોઈએ.
2 ) સાંધાના દુખાવાની સમસ્યા : નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ઉભા ઉભા પાણી પીવાની આદતથી સાંધાને નુકશાન પહોંચે છે. સાથે જ અર્થરાઈટીસના લક્ષણ પણ પેદા થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ઉભા થવાથી નસોમાં તણાવ રહે છે, અને તે દરમિયાન પાણી પીવાથી શરીરમાં ફ્લુઇડ બેલેન્સ પ્રભાવિત થાય છે, જેના કારણે સાંધામાં દુખાવો થાય છે.
3 ) ફેફસાને નુકશાન : જો તમે ફેફસાની સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાથી લડી રહ્યા હો તો ઉભા ઉભા પાણી પીવાથી હંમેશા બચવું જોઈએ. તમને જણાવી દઈએ કે, જ્યારે તમે ઉભા ઉભા પાણી પીતા હો તો એ સમયે ઓક્સીજન લેવલ પ્રભાવિત થાય છે. તેના ચાલતા ફેફસાથી લઈને હાર્ટ હેલ્થ પર પણ ખુબ જ અસર પડે છે. જે આપણા હૃદયને ખુબ જ નુકશાન પહોંચાડે છે.
4 ) પાચનક્રિયા ખરાબ થવી : આમ તો પાણી પીવાથી પાચનક્રિયા દૂરસ્થ રહે છે. પરંતુ જો સાચી રીતે પાણી ન પીવામાં આવે તો પાચનક્રિયા ખરાબ પણ થઇ શકે છે. તમને જણાવી દઈએ કે આવું એટલા માટે કેમ કે આપણે ઉભા રહીને પાણીનું સેવન કરીએ તો પાણી ઝડપથી નીચે જતું રહે છે અને પેટના નીચેના હિસ્સામાં પહોંચી જાય છે. પછી એ પાણી પાચનક્રિયાને નુકશાન પહોંચાડે છે.
5 ) તરસન છીપાવી : નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ઉભા રહીને પાણી પીવાથી બચવું જોઈએ. કેમ કે એવું કરવાથી તરસ છીપાતી નથી. દર વખતે વારંવાર પાણી પીવાનું મન થતું હોય છે. એટલા માટે જો તમને વારંવાર તરસ લાગતી હોય તો, તમારે ઉભા ઉભા પાણી ન પીવું જોઈએ. બેસીને શાંતિથી પાણી પીશો તો તરત જ તરસ છીપાય જશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી