તમે કદાચ એક કહેવત સાંભળી હશે કે, ‘ઉપર વાળો જ્યારે દે છે, ત્યારે છપ્પર ફાડીને દે છે.’ કંઈક એવું જ, કોચીમાં રહેવાવાળા બાબુ જોર્જ વાલાવી સાથે થયું છે. બાબુ જોર્જ લગભગ 43 વર્ષ પહેલા 3500 શેર ખરીદીને ભૂલી ગયા હતા. હાલમાં જ્યારે, તેણે શેર વિશેની પૂછપરછ કરી ત્યારે, તેની(શેરની) કિંમત 1448 કરોડ રૂપિયા થઈ ગઈ છે એવું જાણવા મળ્યું હતું.
બાબુ જોર્જ એવો દાવો કરે છે કે, તે આ કંપનીના શેરના વાસ્તવિક માલિક છે અને કંપની હવે તેણે રકમ આપવાની આનાકાની કરી રહ્યા છે. હવે તે સિક્યોરિટીસ એન્ડ સેક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) પાસે ગયા હતા અને તેણે આશા છે કે, સેબી પાસેથી તેણે ચોક્કસપણે ન્યાય મળશે.
રકમ એટલી છે કે કંપની ચકિત થઈ ગઈ છે : બાબુ જોર્જ અને તેના પરિવારના સદસ્યો હવે એ સાબિત કરવામાં લાગી ગયા છે કે, કંપનીના અસલી શેરના માલિક તે જ છે, કારણ કે રકમ(1448 કરોડ રૂપીયા) થી વધુ છે, અને આ જ કારણે કંપની તેણે રકમ આપવાનો ઇનકાર કરી રહી છે.
શું છે મામલો : અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર, કોચીમાં રહેવા વાળા જોર્જ વાલાવી અને તેના ચાર સદસ્યોએ મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડ (Mewar Oil and General Mills Ltd) ના વર્ષે 1978માં 3500 શેરની ખરીદી કરી હતી. તે સમયમાં આ કંપની એક ઉદયપુરની અનલિસ્ટેડ કંપની હતી.
હવે 74 વર્ષના થઈ ગયેલા, બાબુ આ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર હતા. તેમણે 3500 શેરની ખરીદી કરી હતી અને તે મુજબ તે સમયમાં કંપનીના 2.8% શેરહોલ્ડર બન્યા હતા. કંપનીના કમ્પાઉન્ડ અથવા કહીયે તો, કંપનીના ચેયરમેન પી.પી.સિંઘલ અને બાબુ બંને મિત્ર હતા. કંપની અનલિસ્ટેડ હતી અને કોઈ પણ ડિવિડેંડ પણ આપી રહ્યા ન હતા. આ કારણે થોડા વર્ષ પછી આ પરિવાર આ રોકાણ વિશે ભૂલી ગયા હતા.
આ ખુલાસાથી ચકિત થયા : થોડા વર્ષો પહેલા એટલે કે 2015 માં બાબુ પહેલાના દસ્તાવેજોને જોઈ રહ્યા હતા, તો તેમને યાદ આવ્યું કે, તેમણે પહેલા ઉદયપુરની એક કંપનીમાં રોકાણ કર્યું હતું. બાબુ પાસે અસલી શેરના ડૉક્યુમેન્ટ હતા અને તેમણે શેર વિશે બીજી જાણકારી મેળવવાની કોશિશ શરૂ કરી દીધી. બાબુને જાણકારી મળી કે, Mewar Oil and General Mills Ltd કંપનીએ પોતાનું નામ બદલીને PI Industries રાખી દીધું છે અને આ કંપની લિસ્ટેડ બની ગઈ છે અને બાબુને એ પણ જાણકારી મળી કે, આ કંપની અત્યારે તેજીમાં ચાલી રહી છે.
પીઆઈ ઈન્ડસ્ટ્રીજે હવે પોતાના વ્યવસાયને રસાયણ અને જંતુનાશક દવાઓમાં નવું નિર્માણ શરૂ કર્યું છે અને તેનું બજારનું રજિસ્ટ્રેશન લગભગ 50,000 કરોડ છે.
બાબુએ પોતાના શેરને Demat Account માં બદલવાની કોશિશ કરી હતી અને એક એજન્સી સાથે સંપર્ક કર્યો હતો. એ એજન્સીએ બાબુને કંપની સાથે સંપર્ક કરવાનું કહ્યું હતું. જ્યારે કંપની સાથે સીધો સંપર્ક કર્યો ત્યારે, બાબુ અને તેના પરિવારજનોને ખુબ જ ઝટકો લાગ્યો હતો. કારણ કે, આ પીઆઇ કંપનીએ આ માનવા પર જ, ચોખ્ખો ઇનકાર કરી દીધો, કે બાબુ આમાં કોઈ પણ પ્રકારના ભાગીદાર છે કે હતા.
એટલે કે તે કંપનીએ ચોખ્ખી ના જ કહી દીધી હતી કે બાબુનો આ કંપનીમાં કોઈ પણ ભાગ નથી. કંપનીનું એવું કહેવું છે કે, વર્ષ 1989 માં કે તેમના શેર કોઈ બીજાને વહેંચી દીધા હતા. બાબુનો આરોપ છે કે, PI Industries એ ગેર કાનૂની રીતથી ડુબ્લિકેટ શેરનો ઉપયોગ કરીને, બીજા કોઈને વહેંચી દીધા.
જ્યારે બાબુ વાલવી અને તેના સંબંધીઓએ શેર ખરીદ્યા, ત્યારે તેમણે કંપનીમાં 2.8 ટકા ભાગ મળ્યો હતો, અને આ મુજબ હવે પરિવાર 42.28 ની માલિકી ધરાવે છે. બાબુ આ જાણીને હેરાન થઈ ગયા કે, તેમની પાસે હજી PI Industries ના 42.8 લાખ શેર છે અને તેની શેર બજારમાં કિંમત 1448 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
કંપની મધ્યસ્થી માંગે છે : વર્ષ 2016 માં PI Industries બાબુને મધ્યસ્થ માટે દિલ્હી બોલાવ્યા હતા, પરંતુ બાબુએ ના પાડી દીધી હતી. ત્યાર બાદ કંપનીએ બાબુના દસ્તાવેજોની ચકાસણી કરવા માટે બે મોટા અધિકારીને મોકલ્યા હતા. આ પછી કંપનીએ એ માન્યું કે, બાબુ પાસે જે ડૉક્યુમેન્ટ છે, તે અસલી છે. પરંતુ કોઈ પણ કારવાહી કરી નથી. બાબુ આ મામલો SEBI પાસે લઈ ગયા અને હવે આ સેબીને નિર્ણય કરવાનો છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી