ફેફસાની જલ્દી રીકવરી અને ફેફસાના ઇન્ફેકશનથી બચવા સવારે પીવા લાગો આ 5 જ્યુસ, શરીર અને ફેફસામાં જામેલી બધી જ ગંદકી કાઢી નાખશે બહાર…

શું તમે પણ સવારે ખાલી પેટ ફળોના જ્યુસનું સેવન કરો છો ? સવાર સવારમાં ખાલી પેટ ફળોના જ્યુસનું સેવન ખુબ જ ફાયદાકારક છે. તેના સેવનથી તમે એકદમ તંદુરસ્ત રહો છો. ખાલી પેટ ફળનું જ્યુસ પીવાથી તમે પેટના રોગોથી દુર રહો છો. સાથે જ તેનાથી ફેફસાનું ઇન્ફેકશન પણ ઓછું થાય છે. પોતાના ફેફસાને સ્વસ્થ બનાવી રાખવા માટે ખાલી પેટ એવા ફળોનું સેવન કરવું જોઈએ, જેમાં ફાઈબર ઉચ્ચ માત્રામાં રહેલ હોય. સાથે જ સવારના સમયે ખાટા ફળો ખાવાથી બચવું જોઈએ. કારણ કે તે શરીરમાં ગેસ, એસીડીટીને વધારે છે. જેનાથી શ્વાસ ફૂલવાની તકલીફ થઈ શકે છે.

ફાઈબર યુક્ત ફળોનું સેવન કરવાથી તમને કોઈ પરેશાની નથી થતી. પરંતુ તે તમારા શરીરને ડીટોક્સ કરે છે. અને શરીરથી બધા જ ઝેરી પદાર્થ બહાર કાઢે છે. ખાલી પેટ ફળ અથવા તેનું જ્યુસ પીવાથી તમારું શરીર એકદમ સ્વસ્થ રહે છે અને તમે જલ્દી બીમાર નથી થતા.

હાલ કોરોના વાયરસની સાથે અનેક વાયરલ ઇન્ફેકશન ફેલાઈ રહ્યા છે. જેમાં તાવ, ઉધરસ, શરદી, વગેરે પ્રમુખ છે. જેનું કારણ છે ફેફસામાં કફનું જામવું. તેવામાં પોતાના ફેફસાની જલ્દી રીકવરી માટે સવારે ખાલી પેટ થોડા ફળોનું સેવન કરવું જોઈએ. આ ફળ તમારા ફેફસાને શક્તિ આપે છે, જેનાથી ઇન્ફેકશન અને અન્ય સમસ્યાઓ સામે લડવાની શક્તિ મળે છે.

1 ) ફેફસાનું ઇન્ફેકશન ઓછું કરવા માટે તમે ખાલી પેટ પપૈયાનું સેવન કરો. તમે સરળતાથી ખાલી પેટ ખાઈ શકો છો, તેનાથી તમાર શરીર પર કોઈ આડ અસર નથી થતી. પપૈયામાં પાચક એન્જાઈમ હોય છે, જે શરીરમાં પાચનશક્તિને મજબુત બનાવે છે, અને પાચન તંત્રને મજબુત કરે છે. તે ફેફસાની ગંદકી બહાર કાઢે છે. તેનાથી સેવનથી ફેફસાની રીકવરી સાથે શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ મળે છે. દરરોજ સવારે ખાલી પેટ પપૈયાનું જ્યુસ પીવાથી પેટમાં ગેસ, પેટ ફુલાવું, કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ ઠીક થઈ જાય છે. એટલું જ નહિ, પપૈયામાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર હોય છે, તેમાં કેલેરી પણ ઓછી હોય છે. આથી તે વજન ઓછું કરવમાં પણ મદદ કરે છે. દરરોજ ખાલી પેટ પપૈયા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે.

2 ) સફરજન એ અનેક રોગોનો ઈલાજ છે. એટલે કે તમે દરરોજ એક સફરજન ખાઈને તંદુરસ્ત રહી શકો છો. આથી તમારે દરરોજ એક સફરજન ખાવું જોઈએ. તમે દરરોજ સવારે ખાલી પેટ સફરજનના જ્યુસનું સેવન કરી શકો છો. તેમાં વિપુલ પ્રમાણમાં ફાઈબર રહેલ છે, જે પેટની સારી રીતે સફાઈ કરે છે. સફરજન ખાવાથી ફેફસા પણ એકદમમાં સ્વસ્થ અને સાફ રહે છે. આ સાથે જ સફરજનમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ રહેલ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમારા ફેફસામાં ઇન્ફેકશન છે તો તમે દરરોજ ખાલી પેટ એક સફરજનનું સેવન કરો. તેનાથી ફેફસાની રીકવરી જલ્દી થાય છે. તમે ઈચ્છો તો સફરજનનું જ્યુસ પણ પીય શકો છો.

3 ) કિવી એ ખુબ જ સ્વાસ્થ્યવર્ધક ફળ માનવામાં આવે છે. તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ રહેલ છે. દરરોજ સવારે ખાલી પેટ એક કિવી ખાવાથી તમે હંમેશા સ્વસ્થ રહો છો. કીવી બ્લડ પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે.એટલું જ નહિ તેના સેવનથી ઇન્ફેકશન પણ ઓછું થવા લાગે છે. સવારમાં દરરોજ એક કિવી ખાવાથી અથવા તેનું જ્યુસ પીવાથી તમારા ફેફસામાં જામેલ ગંદકી બહાર નીકળી જાય છે. સાથે તે શરીરને પૂરી રીતે ડીટોક્સ કરવામાં મદદ કરે છે. કિવીમાં ફાઈબર પણ રહેલ છે આથી તે પેટના રોગ દુર કરવામાં પણ મદદ કરે છે. સાથે જ કિવી ખાવાથી તમારું પેટ પણ ભરેલું રહે છે, જેનાથી તમારો વજન પણ ઓછો થાય છે.

4 ) ફેફસાનું ઇન્ફેકશન ઓછું કરવામાં તરબૂચ ખુબ જ ફાયદાકારક છે. દરરોજ સવારે ખાલી પેટ તરબૂચનું સેવન કરવાથી ફેફસામાં જામેલ ગંદકી સરળતાથી બહાર નીકળી જાય છે. તેનાથી ફેફસા પૂરી રીતે સાફ થાય છે. તરબૂચ એ ફાઈબર યુક્ત ફળ છે આથી તેના સેવનથી વજન પણ ઓછો થાય છે. એટલું જ નહિ, તરબૂચમાં રહેલ લાઈકોપીન ફેફસાની Kiwi for lungસાથે હૃદય અને આંખને પણ સ્વસ્થ રાખે છે. આમ તમે દરરોજ સવારે ખાલી પેટ તરબૂચનું સેવન કરી શકો છો.

5 ) જમરૂખ પેટની સફાઈ માટે ખુબ જ ફાયદાકારક છે. જમરૂખમાં રહેલ ફાઈબર પેટના રોગ જેવા કે ગેસ, એસીડીટી અને કબજિયાતની સમસ્યાને પૂરી રીતે ખત્મ કરવામાં લાભકારી છે. જો ફેફસામાં ઇન્ફેક્શનને કારણે તમને શ્વાસ ફૂલવાની તકલીફ થઈ રહી છે તો તેનું સેવન તમે કરી શકો છો. તે ફેફસાના ઇન્ફેકશનને ઓછું કરીને ફેફસાની સફાઈ કરે છે. તેમજ આ માટે તમે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો. જમરૂખમાં કેરોટીન રહેલ છે, જે આંખને પણ સ્વસ્થ બનાવે છે.

સવારના સમયે આ ફળોનું સેવન ન કરો : સવારના સમયે તમારે ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ. કારણ કે ખાલી પેટ તેનું સેવન કરવાથી પેટમાં ગેસ અને એસીડીટી જેવી સમસ્યા થઈ શકે છે. ઘણી ગેસની તકલીફ વધી જાય છે. તેનાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ખાટા ફળોમાં મૌસબી, સંતરા અને અનાનસ વગેરેનું સેવન ન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment