એક શહીદી.. જે હજુ સુધી ઓગળી નથી, 16 વર્ષ પછી બરફમાં મળી આવ્યો શહીદ જવાનનો દેહ. જાણીને તમે પણ કહેશો જય હિન્દ…

અમરિશના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો. સંબંધીઓએ જણાવ્યુ કે, માતાની ઇચ્છા હતી કે, તેને શહીદ પુત્રની એક લક જોવી હતી, પરંતુ તે પૂરી ન થઈ શકી. 4 વર્ષ પહેલા માતાનું અવસાન થઇ ગયું. જ્યારે સેનાનો જવાન શહીદ થાય છે, ત્યારે ખુબજ દુખ થાય છે, પરંતુ કોઈ પરિવાર માટે 16 વર્ષ સુધી રાહ જોવી એ ખૂબ મુશ્કેલ અને પીડાદાયક હોય છે. યુપીમાં મુરાદનગરના હિસાલી ગામમાં રહેવા વાળા જવાન અમરિશ ત્યાગીનું શવ 16 વર્ષ પછી બરફ માથી મળી આવ્યું.

23 ઓક્ટોબર 2005ના રોજ, સિયાચીન થી પાછા ફરતી વખતે, તે ઉત્તરાખંડમાં હર્ષિલની ખાડીમાં પડી ગયો. તેમની સાથે 3 શહીદ થયેલા સૈનિકોના શવ મળી આવ્યા હતા, પરંતુ અમરિશ વિશે કોઈ પણ માહિતી મળી ન હતી. 2 દિવસ પહેલા બરફના ઓગળતા શવ મળી આવ્યો હતો. કપડાં અને થોડા કાગળ પરથી આ શવ અમરિશનો છે, એવું જાણવા મળ્યું હતું.

ઉમ્મીદ હતી કે, તે જીવિત છે, તેથી શ્રાદ્ધ કર્યું ન હતું : પરિવારે જણાવ્યુ કે, અલબત સૈન્યના માણસો અને સંબંધીઓ કહેતા હતા કે, અમરિશ હવે નથી, પરંતુ તેઓને આશા હતી કે તે હજી જીવિત છે અને દુશ્મનની ચુંગલમાં ફસાઈ ગયો હશે, તેથી તેમણે ક્યારેય પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કર્યું ન હતું અને અને ન તો મૃત્યુ પછી સંસ્કાર કર્યું. હવે જ્યારે સૈનિકો અમરિશનો શવ લઈને આવશે, ત્યારે પછી જ સંસ્કાર કરશે.

આજ સુધી આશા છોડી ન હતી : મોટા ભાઈ રામત્યાગીએ જણાવ્યુ કે, આજ સુધી તેને અમરિશના જીવિત રહેવાની આશાને છોડી નથી, તેમને વિશ્વાસ હતો કે અમરિશ પોતાનો જીવ બચાવીને જ રહ્યો હશે. 24 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે દિલ્હી આર્મી હેર્ડક્વોટારથી 3 અધિકારીઓ આવ્યા હતા અને જાણકારી આપી હતી કે ઉત્તરાખંડમાં અમરિશનો મૃત શવ મળી આવ્યો છે. માહિતી મળતા જ પરિવારમાં ફરી એકવાર પર્વત તૂટી પડ્યો.

2005 માં હરશીલ ખાઈમાં પડ્યો : અમરિશ ત્યાગી મેરઠમાં વર્ષ 1995-96માં સેનામાં જોડાયા હતા. અનેક બદલીઓ પછી, 1999 માં કારગી યુધ્ધ દરમિયાન લેહ-લદ્દાખમાં તેની પોસ્ટિંગ કરવામાં આવી હતી. વિમાનમાંથી સૌથી ઊચાઇ પરથી કુદવાના કિસ્સામાં અમરિશનું આખા દેશમાં નામ હતું.

ભાઈ રામકુમાર ત્યાગી કહે છે કે, અમરિશે વર્ષ 2005માં સિયાચીનમાં ધ્વજ ફરકાવ્યો હતો. 23 ઓક્ટોમ્બર 2005ના રોજ એક અભિયાન માથી પાછા ફરતી વખતે, હરશીલ સાથે આ વિસ્તારમાં એક અકસ્માત થયો હતો અને તે અન્ય જવાનો સાથે ખાઈમાં પડી ગયા, એ ત્રણેયના અવશેષો મળી આવ્યા હતા, પરંતુ ખાઈની ઊચાઇના કારણે તેઓ તેને શોધી શકયા નહીં, જો કે સૈનિકોએ તેને શોધી કાઢવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા.

અકસ્માત પછી પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો : અમરિશના લગ્ન 2005માં મેરઠના ગણેશપુરમાં થયા હતા. જે સમયે તે લાપતા થયા, તે સમય પર તેની પત્ની ગર્ભવતી હતી અને 5 મહિના પછી તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો. લગભગ 1 વર્ષ પછી પરિવારજનોએ તેમના લગ્ન કરાવી દીધા. પરિવારજનોએ જણાવ્યુ કે, અમરિશનું પાર્થિવ શરીર સોમવાર સુધીમાં આવી જશે.

સૈનિક સન્માનથી અંતિમ સંસ્કાર થશે : એસડીએમ મોદીનગર આદિત્ય પ્રજાપતિએ જણાવ્યુ કે, હાલ તેમની પાસે કોઈપણ એવી જાણકારી નથી. અને જો આવું છે અને તેનું પાર્થિવ શરીર અહી લાવવામાં આવે, તો સૈનિક સન્માનથી તેમનું અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.

પુત્ર વિયોગમાં મા મૃત્યુ પામી : પરિવાર વાળા લોકોએ જણાવ્યુ કે, માતાની છેલ્લી ઇચ્છા શહીદ પુત્રના શવ દર્શનની હતી. પરંતુ તે પૂરી ન થઈ શકી. માતા વિધ્યાવતીનું 4 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment