મહામારી સામે લડવા માટે આ ગરીબ પરિવારની દીકરી આપ્યું આટલું દાન..પોલીસ પણ દ્રવી ઉઠી

કોરોના સામે લડવા માટે દેશભરમાં લોકો પોતાની બનતી મદદ કરી રહ્યા છે. કોઈ ગરીબ પરિવારના વ્યક્તિથી લઈને અમીર લોકો પણ પોતાનું યોગદાન વિવિધ રીતે આપી રહ્યા છે. આ યોગદાનમાં ઘણા નવા કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ તેમાં હવે તો બાળકોએ પણ મદદ કરવાનું શરૂ કરી દીધું છે. કોઈ બાળક પોતાના પિગિબેંકમાંથી પૈસા કાઢીને દાનમાં આપે છે, તો કોઈ અન્ય રીતે મદદ કરે છે. ત્યારે આવા સમયે એક એવી વાત સામે આવી છે, જે વાંચીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. તો ચાલો જાણીએ તેના વિશે વિસ્તારથી.  

એવું કહેવાય છે કે ઉતાવળે આંબા ન પાકે, તેમજ એકલા હાથે કોઈ કામ ન થાય અને ટીપે ટીપે સરોવર ભરાય. પ્રધાનમંત્રી રાહતકોષમાં પોતાનું યોગદાન આપવા માટે એક શ્રમિક પરિવારની ગરીબ દીકરીએ આગળ આવીને 25 રૂપિયાનું દાન આપ્યું હતું. આ 25 રૂપિયા તેણે પોલીસકર્મીને આપ્યા ત્યારે તે પોલીસ કર્મચારી પણ દ્રવિત થઈ ગયા અને તેણે 1000 રૂપિયા કરીને તે બાળકીના નામે પૈસા પ્રધાનમંત્રી કોષમાં જમા કરાવ્યા હતા. 

એક ગરીબ વર્ગનો માણસ ભલે દાનમાં દેવા માટે ફૂલ ન આપી શકે, પરંતુ ફૂલની પાંખડી તો આપી જ શકે. આ વાત સાચી કરી બતાવી છે એક ગરીબ શ્રમિક પરિવાની 10 વર્ષીય દીકરી નંદિની પરમારે. જ્યારે આ દીકરી ઠેબા ચોકડીએ કામ કરતાં પોલીસ કર્મચારી જયદીપ સિંહ જાડેજા પાસે આવી અને કહ્યું કે, તમે દેશ માટે સારું કામ કરી રહ્યા છો, તમે મારી તરફથી 25 રૂપિયા રાખી લો અને તેને પ્રધાનમંત્રી રાહત કોષમાં જમા કરાવી દો. આ દીકરીની આવી વાત સાંભળીને તે પોલીસ કર્મચારી દ્રવિત થઈ ગયો અને તેણે પોતાના તરફ થી 975 રૂપિયા ઉમેરી તે દીકરીના નામે પ્રધાનમંત્રી કોષમાં રૂપિયા જમા કરાવ્યા. 

આમ અત્યારે કોરોના સામે લડવા માટે ખુબ મોટા મોટા લોકો પોતાના તરફથી દાન આપે છે. તેમાં આ નાની માસૂમ બાળકી નંદિનીનું દાન પણ મહત્વનુ છે. જે એક શ્રમિક પરિવારની છે અને તેણે 25 રૂપિયાનું યોગદાન આ પોલીસ કર્મચારીને આપ્યું. આ માટે કહેવાય છે કે, નીતિ સાચી હોય તો મોટામાં મોટું કામ પણ સહેલાઇથી પાર પડે છે. આવું ઉદાહરણ છે નંદિનીનું જેણે 25 રૂપિયા આપીને દરેક લોકોને પ્રેરણા આપી છે. 

Leave a Comment