આપણા ભારતીય ભોજનમાં રોટલીનું વિશેષ મહત્વ રહેલું છે. તેના વગર ભોજન અધૂરું છે. આથી આપણે ત્યાં રોટલી એ સંપૂર્ણ ખોરાક છે. જો કે તમે ક્યારેક જોયું હશે કે, તમે જે રોટલી બનાવો છો તે નરમ અથવા તો ફૂલતી નથી. જેને કારણે રોટલી ખાવાની મજા નથી આવતી. જો કે રોટલી ન ફૂલવા પાછળ ઘણા કારણો હોય શકે છે. પરંતુ તમે ઈચ્છો છો કે, તમારી રોટલી હંમેશા ફૂલે અને નરમ બને તો તમારી રોટલીની લોટ બાંધતી વખતે તમારે અમુક ખાસ વસ્તુ ઉમેરવી જોઈએ. ચાલો તો જાણી લઈએ આ વિશે વિસ્તારથી.
આપણે બધાએ આપણા ઘરમાં મમ્મીને નરમ, ગોળ અને ફુલેલી રોટલી બનાવતા જોયા હશે અને તેમના હાથની રોટલી ખાધી પણ છે. પરંતુ આજકાલ જોવામાં આવે છે કે, ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, તેઓ ગમે તે પ્રકારે લોટ બાંધે, તેમની રોટલી ક્યારેય નરમ બનતી નથી. તેનું કારણ છે કે, લોકો એ સમજી શકતા નથી કે લોટ બાંધતી વખતે કેટલા પાણીનો ઉપયોગ કરવાનો છે, અને જો રોટલી નરમ ન બને તો તેને ખાવાની પણ મજા આવતી નથી. તો ચાલો આજે અમે તમને જણાવીએ લોટ બાંધવાની સાચી રીત જેથી રોટલી એકદમ નરમ અને ફુલેલી બનશે.
નવશેકું પાણી : જો તમારી રોટલી નરમ નથી થતી તો તમે લોટ બાંધવામાં ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ તમે રોટલી બનાવવા જઈ રહ્યા હોય તો, રોટલીનો લોટ બાંધતી વખતે નવશેકું ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી રોટલીઓ નરમ અને મુલાયમ બને છે. એક વાસણમાં લોટ લીધા પછી તેમાં થોડી માત્રામાં નવશેકું પાણી ઉમેરી અને લોટ સરખી રીતે બાંધી લેવો. ત્યાર બાદ આ લોટને 10 મિનિટ માટે ઢાંકીને રાખો. આમ કરવાથી લોટ સરખી રીતે ફૂલી જાય છે, તમારો લોટ ઉપયોગમાં લેવા માટે એકદમ તૈયાર છે.
દૂધનો ઉપયોગ : રોટલીને નરમ બનાવવા માટે તમે લોટમાં થોડું દૂધ પણ નાખી શકો છો. તેનાથી રોટલીનો ટેસ્ટ સારો આવે છે. નરમ રોટલીઓ બનાવવા માટે તમે લોટમાં પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમારે એક વાસણમાં લોટ લઈ તેમાં થોડી થોડી માત્રામાં દૂધ મિક્સ કરી સરખી રીતે લોટ બાંધી લેવો. લોટ બાંધતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, લોટ વધારે ઢીલો ન થઈ જાય. દૂધથી લોટ બાંધ્યા પછી તમે જોશો કે, લોટ સોફ્ટ થઈ જાય છે અને તેનાથી રોટલીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
મીઠું : તમે રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં થોડું મીઠું પણ ઉમેરી શકો છો. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, તેમની બનાવેલી રોટલીમાં સ્વાદ આવતો નથી. જો તમારી સાથે પણ આ જ પ્રોબ્લેમ થતી હોય તો, તમે લોટમાં તમારા અંદાજ મુજબ મીઠું મિક્સ કરી શકો છો. તે માટે તમારે લોટ બાંધતી વખતે તેમાં થોડું મીઠું ઉમેરવું.
યાદ રહે કે મીઠું તેટલું જ નાખવું જેટલું નમકીન તમને પસંદ હોય. પછી તેને લોટમાં સરખી રીતે મિક્સ કરી લેવું અને પાણી નાખીને લોટ સરખી રીતે બાંધી લેવો. આ પ્રકારે બાંધેલા લોટથી રોટલીઓ નરમ બને છે અને તેનો સ્વાદ પણ થોડો અલગ હોય છે.
તેલ : તમે રોટલીના લોટમાં થોડું મોણ એટલે કે તેલ નાખીને પણ બાંધી શકો છો. જો લોટ બાંધ્યા પછી તમારો લોટ કડક રહેતો હોય, તો તમે લોટમાં તેલ નાખીને પણ તેને બાંધી શકો છો. તે માટે સૂકા લોટમાં થોડું તેલ નાખો અને તેને સરખી રીતે મિક્સ કરી લો. હવે તમે લોટમાં થોડું થોડું પાણી ઉમેરીને હાથથી મિક્સ કરી લો. આમ કરવાથી તમારો લોટ કડક થશે નહીં અને તમારી રોટલીઓ પણ નરમ બને છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી