આવી રીતે લગાવી દો મફતમાં મળતી આ ઔષધી, જૂનામાં જુના સાંધાના દુખાવાથી હંમેશા માટે મળી જશે છુટકારો.. સોજા અને બળતરા પણ થઈ જશે ગાયબ…

મિત્રો આજના સમયમાં મોટી ઉંમરે જ નહિ, પરંતુ નાની ઉંમરે પણ ઘણા લોકોને સાંધાના દુખાવા થવા લાગ્યા છે. જેનું પ્રમુખ કારણ છે શરીરને પુરતું પોષણ નથી મળતું. જે વિટામિન્સ, ખનીજ તત્વો, કેલ્શિયમ શરીરને મળવું જોઈએ, તે આજના ખોરાકમાં નથી મળતું. તેમજ લોકોની ખાનપાનની વસ્તુઓ પણ ખુબ જ ખરાબ થઈ ગઈ છે. જેને કારણે નાની ઉંમરે લોકો અનેક બીમારીઓની ઝપેટમાં આવી જાય છે. જો તમને પણ સાંધાના દુખાવા થતા હોય તો તમે આંકડાના પાનનો ઉપયોગ કરી શકો છો.

સાંધાના દુખાવાથી આજે કોણ પીડિત નથી. શું વૃદ્ધ અને શું જુવાન બધા જ લોકો આજે તેનાથી પીડિત છે. સામાન્ય રીતે આપણી ખાણી-પીણી અને ખરાબ લાઈફસ્ટાઈલને કારણે આપણને સાંધાનો દુખાવો થાય છે. એવી હાલતમાં આપણને ચાલવામાં પણ તકલીફ થાય છે. સાંધાના દુખાવામાં જોવામાં આવ્યું છે કે, તેના કારણે સાંધામાં સોજો, લાલ ચકામાં અને અન્ય સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તેવામાં જો તમારે સાંધાના દુખાવાથી રાહત મેળવવી હોય તો તમે આકડાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. તે શરીર માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

જાણકારોનું કહેવું છે કે, આકડાના પાંદડામાં એવા ખાસ ગુણ જોવા મળે છે જે સાંધાના દુખાવામાં રાહત અપાવે છે. એટલું જ નહીં તે સાંધાના સોજા અને બળતરાથી પણ રાહત અપાવવામાં અસરકારક સાબિત થાય છે. લોકો તેને એક આયુર્વેદિક અને ઘરેલું નુસ્ખાની જેમ ઉપયોગમાં લે છે. તેના ઉપયોગથી તમને સાઈડ ઇફેક્ટ પણ ઓછી થાય છે. તે શરીર માટે ખુબ જ લાભદાયી ગણવામાં આવે છે.

સાંધાના દુખાવા માટે આકડાના પાંદડા કેટલા લાભદાયી :  સાંધાનો દુખાવોથી તમારું શરીર નબળું થતું જાય છે. શરીરને પુરતું પોષણ નથી મળતું આથી તમારે દવાઓનું સેવન કરવું પડે છે. જયારે તમે આ દેશી ઉપચાર દ્વારા સાંધાના દુખાવામાં રાહત મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે, આ આકડાના પાંદડા સાંધાના દુખાવાની સાથે સાથે અન્ય સમસ્યાઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેવામાં આવો જાણીએ, કે તેને કંઈ રીતે ઉપયોગમાં લઈ શકાય છે.

આકડાના પાંદડાનું પાણી : આકડાના પાંદડાને ગરમ પાણીમાં નાખીને ઉપયોગમાં લઈ શકાય છે. તે માટે તમારે આકડાના થોડા પાંદડા થોડા સમય માટે ગરમ પાણીમાં રાખવાના છે. ત્યાર બાદ તેમાં થોડું મીઠું, અજમો અને વરિયાળી ઉમેરી તેને સરખી રીતે ઉકાળી લો. પછી આ ઉકળેલા પાણીને અસરકારક જગ્યાએ લગાડો. તેનાથી તમને સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે. તેની સાથે અન્ય ઘણી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

આકડાના પાંદડાનો લેપ : આકડાના પાંદડાનો લેપ પણ સાંધાના દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. આકડાના પાંદડાને તમે લેપની જેમ પણ ઉપયોગમાં લઈ શકો છો. તેનો લેપ તૈયાર કરવો ખુબ જ સરળ છે. તે માટે સૌથી પહેલા તમારે આકડાના પાંદડા વાટી લઈ અને તેને અસરકારક જગ્યાએ લગાડી લેવાના. ત્યાર બાદ એક કપડાથી આ લેપને સરખી રીતે ઢાંકી લો. આમ કરવાથી થોડી વારમાં જ રાહત મળવાનું શરૂ થઈ જાય છે.

આકડાની પટ્ટી : સાંધાના દુખાવામાં આકડાના પાંદડા ખુબ જ ગુણકારી સાબિત થાય છે. તેને તમે પટ્ટીની જેમ પણ ઉપયોગમાં લઈ શકો છો. આકડાના પાંદડાને પટ્ટીની જેમ ઉપયોગમાં લેવા માટે સૌથી પહેલા અસરકારક જગ્યાએ થોડી હળદર અને સરસોનું તેલ લગાડી લો. ત્યાર બાદ તે જગ્યાએ આકડાના પાંદડા મૂકીને સુતરના કપડાથી બાંધી લો. આમ કરવાથી જલ્દી જ રાહત મળે છે.

આમ તમે આકડાના પાંદડાનો ઉપયોગ સાંધાના દુખાવામાં લેપ, પટ્ટી, અને પાણીના રૂપમાં કરી શકો છો. ત્રણેય રીતથી તમને સાંધાના દુખાવામાં આરામ મળે છે. આ સિવાય જો તમારી સમસ્યા વધુ હોય તો તમે ડોક્ટરની સલાહ અનુસાર દવા કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment