આ 21 વર્ષની છોકરીને લાગ્યો અજીબ શોખ… પોતાના શોખ માટે છોડવું પડ્યું ઘર…જાણો શું છે તેનો શોખ ?

પોતાના શોખ માટે છોડવું પડ્યું ઘર… બનવ્યો વર્લ્ડ રેકોર્ડ છતાં પણ ઘર છોડવું પડ્યું… જાણો એક છોકરી વિશે… શું છે તેનો શોખ….

મિત્રો આજે અમે એક એવી છોકરી વિશે જણાવશું જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો. કેમ કે આ છોકરીએ બનાવ્યો છે વર્લ્ડ રેકોર્ડ છતાં પણ તેના પરિવારે છોડી દીધો છે સાથ. તો શા માટે આવું કર્યું તેના માતાપિતા જાણો આ લેખમાં. આ લેખ દરેક માતાપિતા અને તેના સંતાન માટે ખુબ જ ઉપયોગી છે. એટલા માટે બધા લોકો ખાસ આ આર્ટીકલને વાંચવો જોઈએ અને બધાને શેર પણ જરૂર  કરવો જોઈએ. તો ચાલો જાણીએ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર એ છોકરી વિશે.

મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં પોતાના અલગ અલગ શોખ હોય છે. ઘણા લોકોને લાંબા વાળ ગમતા હોય તો ઘણા લોકોને લાંબા નખ પસંદ હોય. તો એવી જ એક મુંબઈની છોકરી તેજસ્વી પ્રભુલકરનો પણ એક અનોખો શોખ છે. જે શોખ ક્યારેય કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે. તેજસ્વીનો શોખ છે કે તેણે પોતાના શરીર પર 103 જેટલા ટેટુ બનાવ્યા છે. જેના કારણે તેજસ્વીનું નામ લિમકા બુક ઓફ વર્લ્ડમાં નોંધવામાં આવ્યું છે. પોતાના શરીર પર સૌથી વધારે ટેટુ બનાવનાર ભારતીય મહિલાના રૂપમાં તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે.

તેજસ્વી ખુદ પણ એક ટેટુ આર્ટીસ્ટ અને મોડેલ છે. તેજસ્વીએ પોતાના ટેટુના શોખ માટે પોતાનું ઘર પણ છોડી દેવું પડ્યું છે. તેના પરિવાર દ્વારા તેજસ્વીને ત્યાગી દેવામાં આવી છે કેમ કે તેના મિત્ર અને પરિવારને એવું લાગે છે કે તેજસ્વી પાગલ થઇ છે. કોઈ વ્યક્તિ આટલા બધા ટેટુ પોતાના શરીર પર શા માટે કરાવે છે. તેના સિવાય બીજા લોકો પણ તેજસ્વીને જોઇને જજ કરતા હોય છે.

પરંતુ તેજસ્વીનું માનવું છે કે લોકો ટેટુ કરાવતી છોકરીઓને જાણે. તેજસ્વીએ સૌથી પહેલું ટેટુ તેણે પોતાના નામનું શરીર પર કરાવ્યું હતું. તેની પાછળ તેજ્સ્વીનું કહેવું છે કે ઘણા બધા લોકો મારા નામના ઉચ્ચારણ ખુબ જ ભૂલ કરતા હતા. તેજસ્વીની જગ્યાએ તેજશ્રી કહેતા હતા જેના કારણે તેજસ્વીને ખુબ જ ગુસ્સો આવતો અને ચીડ ચડતી હતી. એટલા માટે તેણે પોતાના શરીર પર પહેલું ટેટુ પોતાના નામનું કરાવવું પડ્યું હતું.

ત્યાર બાદ ટેટુ બનાવવું તેને પોતાનો પ્રોફેશન બનાવી લીધો. તેજસ્વીનું કહેવું છે કે તે બાળપણમાં પણ સ્કેચિંગનો  ખુબ જ શોખ હતો અને ખુબ સારા સ્કેચિંગ બનાવતી હતી. તેની માતા પર આવું જ ચાહતી હતી કે તે આ ફિલ્ડમાં જ આગળ વધે. પરંતુ તેને અંદાજો ન હતો કે તેજસ્વી એક ટેટુ આર્ટીસ્ટ બનશે. અને એટલા માટે જ તેની માતાએ અને પિતાએ તેજ્સ્વીના મોડેલ અને ટેટુના શોખને કારણે ત્યાગી દીધી. તેમના પરિવારના કહેવા મુજબ તેઓ આ શોખથી ખુબ જ ચિંતિત હતા, કેમ કે આવા ટેટુ તે લોકોને જરા પણ પસંદ નથી.

તેજસ્વીનું માનવું છે કે દરેક ટેટુનો એક મતલબ હોવો જોઈએ. તેમાં એક સ્ટોરી હોવી જોઈએ. ટૂંકમાં કોઈ પણ ટેટુ બનાવો તો તેની પાછળ તેનો મર્મ હોવો જોઈએ.

તેજ્સ્વીનું કહેવું છે કે જ્યારે મેં કંઈક અલગ કરવા માટે કોલેજ છોડી દીધી ત્યારે બધા જ લોકો મને ટોણા અમે મ્હેણાં મારતા હતા. પરંતુ આજે મેં એ બધા જ લોકો ખોટા સાબિત કરી બતાવ્યા છે. તેનું કહેવું છે કે તેના શરીર પર બનેલા 103 ટેટુનો અલગ અલગ મતલબ થાય છે જેનો સીધો સંબંધ મારા જીવન સાથે જોડાયેલો છે. તેણે 103 ટેટુ બનાવવા માટે 1 મહિનામાં 78 ટેટુ બનાવ્યા હતા. સરેરાશ એક દિવસમાં 6 ટેટુ બનાવ્યા હતા.

તો મિત્રો આજે લોકોએ પોતાના શોખ માટે ઘર પણ છોડવું પડે છે તો તમારું તેના વિશે શું કહેવું છે એ કોમેન્ટ કરીને ખાસ જાણવો… શું તેજસ્વી સાચી છે કે તેનો પરિવાર? કોમેન્ટમાં જણાવો પ્લીઝ… 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ
Image Source: Google

 

1 thought on “આ 21 વર્ષની છોકરીને લાગ્યો અજીબ શોખ… પોતાના શોખ માટે છોડવું પડ્યું ઘર…જાણો શું છે તેનો શોખ ?”

Leave a Comment