જાણો ટોપી ઉપર શા માટે હોય છે આ બટન, કારણ અને વિચિત્ર નામ જાણીને નહિ આવે વિશ્વાસ… જાણવા લાયક માહિતી ચુકતા નહિ..

ઉનાળાની ઋતુમાં ગરમીથી અને તાપથી બચવા માટે લોકો ટોપીનો ઉપયોગ જરૂર કરે છે. તમે પણ ક્યારેક ને ક્યારેક તો ટોપી જરૂર પહેરી જ હશે. પરંતુ શું તમે ક્યારેય એ ધ્યાન આપ્યું કે ટોપીની ઉપર એક બટન લાગેલું હોય છે. શક્ય છે કે  એ તમારા ધ્યાનમાં આવ્યું હશે અને તમારા મનમાં પ્રશ્ન પણ આવ્યો હશે કે તેનું શું કામ હશે. તો ચાલો જાણીએ આ બટન નું રહસ્ય.

એક રિપોર્ટ પ્રમાણે જે ટોપી પર બટન હોય છે તેને બેઝબોલ કેપ કહેવાય છે. કારણ કે એવી ટોપીઓ બેઝબોલ રમતા ખેલાડીઓ પહેરે છે. જોકે હવે આ ડિઝાઇનની ટોપીઓ ક્રિકેટ જેવી રમતોમાં પણ જોવા મળે છે અને સામાન્ય લોકો તેને તાપથી બચવા માટે પહેરે છે. ટોપી પર લાગેલા આ બટન ને સ્ક્વૈચી કે સ્ક્વૈચો કહેવાય છે.કયા કામ માટે હોય છે બટન?:- ટોપીનો ઉપરનો ભાગ અલગ અલગ કાપડથી જોડીને બનાવવામાં આવે છે. ટોપી ઉપર સિવાઈ ગયેલા બધા જ કપડાના ટુકડા ટોપીની ઉપર વચ્ચોવચ ભેગા થાય છે જે દેખવામાં ખરાબ લાગે છે. આ છીદ્રને ઢાંકવા માટે અને ટોપીના લુકને સુંદર બનાવવા માટે સુંદર ગોળાકાર બટન જેવી આકૃતિ લગાવી દેવામાં આવે છે.

કેવી રીતે મળ્યું બટનને નામ:-  જ્યારે તમે વિચારશો કે આ બટનનું આટલું અજીબ નામ કેવી રીતે પડ્યું. તો આ નામ આપવાનું શ્રેય જાય છે બેઝબોલના કોમેન્ટેટર બોબ બ્રેન્લી કે જેઓ પહેલાં ખેલાડી પણ હતા. તેમણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે પહેલીવાર આ નામ તેમને 1980 દરમિયાન સેનફ્રાન્સિસ્કો જાયન્ટ્સના પોતાના એક ટીમ મેટથી સાંભળ્યું હતું જેમનું નામ માઈક ક્રુકો હતો. જ્યારે માઈકને પૂછવામાં આવ્યું કે તેણે આ શબ્દ ક્યાં સાંભળ્યો તો તેણે કહ્યું કે તેણે આ શબ્દ 1984 માં પિટ્સબર્ગના બુકસ્ટોરમાં સિંગલેટ્સ નામના પુસ્તકમાં વાંચ્યો હતો, જેમાં આવા શબ્દો આપવામાં આવ્યા હતા. જે ડિક્શનરીમાં હોવા જોઈએ પણ ત્યાં નથી. તે પુસ્તકમાં, સ્ક્વૈચો શબ્દ ટોપી પરના બટન માટે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ શબ્દ ખૂબ જ લોકપ્રિય બન્યો છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment