જો કે દરેક માતાપિતા એવું ઈચ્છતા હોય છે કે તેનું સંતાન સંસ્કારી, યોગ્ય, તંદુરસ્ત હોય અને પોતાના જીવનમાં સફળતા મેળવે. આ માટે તે બાળકનું ભરણ-પોષણ તેના પૂર્વ જન્મના કર્મ સિવાય બાળકના ગર્ભ ધારણનો સમય અને આ સમય દરમિયાન માતા-પિતાનું આચરણ ખુબ જ મહત્વ ધરાવે છે.
આયુર્વેદમાં તો આ માટે ગર્ભ સંસ્કાર નામથી એક આખો ભાગ સમાહિત છે. આમાં ગર્ભ ધારણથી લઈને બાળકના જન્મ સુધી 9 મહિના સુધી માતાના ખાનપાન, વિચાર, દિનચર્યા, યોગ-પ્રાણાયામ, વગેરે વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.
ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે યોગ્ય સમય : ગરુડ પુરાણમાં ગર્ભ ધારણ માટે શુભ સમય, દિવસ, નક્ષત્ર, વગેરે વિશે જણાવવામાં આવ્યું છે. આ સિવાય આમાં ગર્ભધારણ માટે ઘણા નિયમ પણ જણાવવામાં આવ્યા છે. જો શુભ સમયમાં નિયમનું પાલન કરતા ગર્ભ ધારણ થાય તો સંતાન ખુબ જ યોગ્ય અને તંદુરસ્ત રહે છે. આવા બાળકો જીવનમાં ખુબ જ સફળતા મેળવે છે.
આ દિવસોમાં ગર્ભ ધારણ ન કરવું જોઈએ : ગરુડ પુરાણ અનુસાર જો તમે સારી સંતાન ઈચ્છો છો તો મહિલાની મહાવારી (માસિક ધર્મ દરમિયાન) ગર્ભ ધારણ ન કરવું જોઈએ. તેનાથી બાળકમાં સમસ્યા અથવા તો બીમારીઓ થઈ શકે છે. આથી 7 દિવસ પછી જ ગર્ભધારણ માટે પ્રયાસ કરવો જોઈએ.
આ સમય હોય છે ખુબ જ શુભ : મહિલાના શુદ્ધ થઈ ગયા પછી 8 અને 14 ની રાત ગર્ભધારણ માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આવી સંતાન લાંબી ઉંમરવાળી, સંસ્કારી, સારી આદતો અને ગુણોવાળી તેમજ ભાગ્યશાળી હોય છે. આ સિવાય જો દિવસની વાત કરવામાં આવે તો સોમવાર, બુધવાર, ગુરુવાર, અને શુક્રવાર નો દિવસ ગર્ભધારણ માટે શુભ માનવામાં આવે છે.
આ તિથિઓ પણ શુભ હોય છે : સમાગમ કરવા માટે અષ્ટમી, દશમી અને બારશની તિથી ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય રોહિણી, મૃગશીરા, હસ્ત, ચિત્રા, પુનર્વસુ, પુષ્ય, સ્વાતી, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા, શતભીષા, ઉત્તરા ભાદ્રપદ, ઉત્તરાશાઢા અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ને ગર્ભધારણ માટે ખુબ જ શુભ માનવામાં આવે છે.
સકારાત્મક વિચાર જરૂરી છે : ગર્ભધારણના દિવસે પતિ-પત્ની બંનેનો ચંદ્ર મજબુત હોવો જોઈએ અને તેમના વિચાર સકારાત્મક હોય તો બાળક પણ ઉર્જાવાન અને સારા વિચાર વાળો થાય છે. આ સિવાય માતા 9 મહિના સુધી સારું આચરણ કરે, સારું પોષક ભોજન કરે, કસરત કરે, પ્રાર્થના કરે અને સારા પુસ્તકો વાચે તો બાળકમાં પણ આવા ગુણો આવે છે.
આમ તમે ગરુડ પુરાણ અનુસાર ગર્ભધારણ કરીને એક શ્રેષ્ટ અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકો છો. તેમજ આ બાળક પોતાના જીવનમાં ખુબ સફળતા મેળવે છે. તેમજ તે અનેક બીમારીઓ સામે લડી પણ પણ શકે છે. આમ એક યોગ્ય સંતાન મેળવવા માટે આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી