WHO એ આપી ચેતવણી : બાળકોને કફ સિરપ પીવડાવતા વાલીઓ થઈ જાવ સાવધાન… ગાંબિયામાં થયા 66 બાળકોના મૌત… જાણો સિરપનું નામ અને સંપૂર્ણ માહિતી…

WHO એ ભારતની કંપની દ્વારા બનાવવામાં આવેલ કફ અને ઉધરસની ચાર સિરપની બોટલને લઈને એલર્ટનું ફરમાન કર્યું છે. આ એલર્ટનું ફરમાન ગાંબિયાના 66 બાળકોનું મૃત્યુ થયા બાદ કરવામાં આવ્યું છે. WHO એ કહ્યું કે, આનું કફ સિરપ સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. આ ફાર્માસ્યુટિકલ કંપની ભારતના હરિયાણાની છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે ભારતની મેડ ઇન ફાર્માસ્યુટિકલ લિમિટેડ તરફથી બનાવવામાં આવેલ કફ સિરપને લઈને એલર્ટનું ફરમાન કર્યું છે. કેમ કે ગાંબિયાના 66 બાળકોના મૃત્યુ બાદ ડબલ્યુ.એચ.ઓ (WHO) એ લોકોને આનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. કેમ કે ગાંબિયામાં 66 બાળકોના મૃત્યુ થયા એ ભારતમાં બનેલી સિરપ સાથે જોડાઈ શકે છે. એટલા માટે કેન્દ્ર સરકારે હરિયાણા સ્થિત ફાર્માસ્યુટિકલ દ્વારા ઉત્પાદિત કફ સિરપની તપાસ શરૂ કરી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે WHO એ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) ને કફ સિરપ અંગે ચેતવણી આપી છે. જે સિરપના એટલે કે દવાના નામ છે આ, Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup અને Magrip N Cold Syrup ભારતમાં હરિયાણા સ્થિત મેઇડન ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવવામાં આવે છે.

WHO એ કહ્યું આજ સુધી કંપનીએ આ ઉત્પાદકોની સુરક્ષા અને ગુણવત્તાની ગેરંટી નથી આપી. આ ચાર ઉત્પાદનોના નમુનાને પ્રયોગશાળામાં વિશ્લેષણ એ વાતની પુષ્ટતા કરે છે કે તેમાં ડાઈથિલીન ગ્લાયકોલ અને એથીલીન ગ્લાયકોલની અસ્વીકાર્ય માત્રા પ્રાપ્ત થઈ છે.

ડાઈથિલીન ગ્લાયકોલ અને એથીલીન ગ્લાયકોલનું સેવન ઘાતક સાબિત થઈ શકે છે. તેના પ્રભાવથી પેટનો દુખાવો, ઉલટી, ઝાડા, પેશાબ ન થવો, માથાનો દુખાવો, માનસિક સ્થિતિમાં બદલાવ અને કિડનીની સમસ્યા થઈ શકે છે. અને મૃત્યુ પણ થઈ શકે છે. WHO એ કહ્યું કે, જ્યાં સુધી સંબંધિત રાષ્ટ્રીય નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા યોગ્ય રીતે પરીક્ષણ કરવામાં ન આવે ત્યાં સુધી ઉત્પાદનોની તમામ બેચને અસુરક્ષિત ગણવી જોઈએ.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે WHO એ 29 સપ્ટેમ્બરે ગામમાં થયેલા મૃત્યુ વિશે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને સૂચિત કર્યું હતું. સીડીએસસીઓ એટલે કે કેન્દ્રીય ઔષધી માનદ નિયંત્રણ સંગઠને તરત જ રાજ્યના ડ્રગ કંટ્રોલર, હરિયાણા સાથે આ મામલો ઉઠાવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કંપનીએ અત્યાર સુધી આ ઉત્પાદનોની નિકાસ માત્ર ગાંબિયામાં જ કરી છે.

આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આયાત કરનાર દેશ ગુણવત્તાના માપદંડો પર આ ઉત્પાદનોનું પરીક્ષણ કરે છે. WHO એ હજુ સુધી ઉત્પાદનોના ઉત્પાદકની પુષ્ટિ કરતા લેબલની માહિતી અને ફોટા શેર કર્યા નથી. અત્યાર સુધી WHO એ પણ માહિતી આપી નથી કે આ મૃત્યુ ક્યારે થયા છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment