રોજ સવારે ફક્ત 1 વાટકો ખાઈ લ્યો આ વસ્તુ, આજીવન મોંઘી દવાઓ અને બીમારીઓ રહેશે દુર, વજન, પાચન અને લોહીની ઉણપ જેવી બીમારીઓ થશે ગાયબ…

મિત્રો દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે. આપણે દૂધ સાથે અનેક વસ્તુઓનું સેવન કરીએ છીએ. દૂધના અનેક ફાયદા છે પરંતુ જો તેના ફાયદા ડબલ કરવા હોય તો  દૂધ સાથે ઓટમિલ નું સેવન કરી શકાય છે. ઓટમીલ  પ્રોટીન, આયર્ન, એનર્જી અને અન્ય જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. લગભગ લોકો ઓટમીલની ખીચડી ખાવાનું પસંદ કરે છે.

કેટલાક લોકો ઓટમીલમાં વિવિધ પ્રકારના શાક મેળવીને ખાય છે. પરંતુ ઓટમીલને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકાય છે. જી હા,દૂધમાં ઓટમીલ ઉકાળીને ખાવાથી શરીરને અનેક લાભ મળે છે. દૂધ અને ઓટમીલમાં હાજર પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આવો જાણીએ દૂધ સાથે ઓટમીલ ખાવાના કયા ફાયદા છે?દૂધ અને ઓટમીલ ખાવાના ફાયદા:- 

1) વજન ઘટાડવામાં ફાયદાકારક:- જો તમે મેદસ્વિતાથી પરેશાન હોવ તો દરરોજ સવારમાં નાસ્તામાં ઓટમીલનું સેવન કરી શકો છો. ઓટમીલમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, તેવી સ્થિતિમાં ઓટમિલ અને દૂધ ખાધા બાદ તમને સંપૂર્ણ દિવસ એનર્જી મળી શકે છે. સવારમાં દૂધ અને ઓટમીલ ખાવાથી તમારું પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તમને જલ્દી ભૂખ નથી લાગતી જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

2) પોષક તત્વોની કમી દૂર કરે:- દૂધ અને ઓટમીલ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી જેવા પોષક તત્વો પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ઓટમીલમાં વિટામીન બી 1, મિનરલ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. જો તમે સવારે નાસ્તામાં દૂધ અને ઓટમીલ ખાશો તો તેનાથી દરેક જરૂરી પોષક તત્વો મળશે.3) પાચન સારું બનાવે:- આજકાલ મોટાભાગના લોકો પાચનથી સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો તમને પણ પાચનથી જોડાયેલી સમસ્યા હોય તો તમારા માટે નાસ્તામાં દૂધ અને ઓટમીલનું સેવન ફાયદાકારક બની શકે છે. ઓટમીલમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે તેનાથી કબજિયાત અને ગેસ વગેરે સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

4) હિમોગ્લોબીનું સ્તર વધારે:- સ્વસ્થ રહેવા માટે શરીરમાં હિમોગ્લોબિન ના સ્તરની યોગ્ય માત્રા હોવી ખૂબ જ જરૂરી છે. જો તમારા હિમોગ્લોબીનનું સ્તર ઓછું હોય તો તમારે તમારા ડાયટમાં દૂધ અને ઓટમીલને સામેલ કરવા જોઈએ. ઓટમીલમાં આયર્ન પ્રાપ્ત થાય છે તેનાથી લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધી શકે છે.5) મેટાબોલિઝ્મ વધારે:- દરરોજ સવારમાં નાસ્તામાં દૂધ અને ઓટમીલ ખાવાથી મેટાબોલીઝ્મ પણ સ્વસ્થ રહે છે. તેનાથી તમારું વજન નિયંત્રિત રહે છે અને તમે મેટાબોલીઝ્મ બીમારીઓથી બચી શકો છો.

દૂધમાં ઓટમીલ કેવી રીતે બનાવવું?:- તમે દૂધ અને ઓટમીલને સરળતાથી બનાવી શકો છો. તેના માટે તમારે એક પેનમાં દૂધ ગરમ કરો તેમાં ઓટમીલ નાખો અને સરસ રીતે પકાવી લો. તમે ઇચ્છો તો દૂધવાળા ઓટમીલમાં ડ્રાયફ્રુટ જેવા કે બદામ, કાજુ, કિસમિસ વગેરે મેળવી શકો છો. તેનાથી ઓટમીલ વધુ સ્વાદિષ્ટ લાગે છે.

તમે પણ ઓટમીલ અને દૂધને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. દૂધ અને ઓટમીલ ખાવાનો સૌથી સારો સમય સવારનો માનવામાં આવે છે. સવારના સમયમાં દૂધ અને ઓટમીલ ખાવાથી તમને તેમાં હાજર દરેક પોષક તત્વો સરળતાથી મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment