ઘરના મૃતક વ્યક્તિના કપડા અને વધેલા સામાનનો ઉપયોગ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ભોગવવું પડશે આવું પરિણામ…

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના કપડા ન પહેરવા જોઈએ. પણ ઘણા લોકો મૃત પ્રિયજનની યાદમાં તેનાથી જોડાયેલ વસ્તુઓને હંમેશા પોતાની પાસે રાખતા હોય છે. જેમાં કપડા પણ હોય છે. પણ શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના કપડા શું કામ ન પહેરવા જોઈએ?

તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં દરેક વાત અને કર્મનું એક મજબુત કારણ અને તર્ક આપવામાં આવેલ છે. ચાલો તો આ લેખમાં આપણે આની પાછળનું કારણ જાણી લઈએ. જેથી તમે પણ આ સત્ય જાણી શકો.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે મૃત્યુ પામેલ વ્યક્તિનો સામાન આપણી પાસે રાખીએ છીએ અથવા તેનો ઉપયોગ કરીએ છીએ તો આ આપણને માનસિક રૂપે નબળા બનાવે છે. અને આપણે તે વ્યક્તિને ભૂલી નથી શકતા. એવામાં જરૂરી છે કે તમે મૃત્યુ પામેલ વ્યક્તિના સામાનને કોઈને દાનમાં આપી દો. તેમજ આ વસ્તુઓ ઘણી વખત તમારા માટે મુશ્કેલી પણ ઉભી કરી શકે છે. 

મૃત્યુ પામેલ વ્યક્તિના સામાન, કપડા અથવા અન્ય કોઈ વસ્તુઓના કારણે વ્યક્તિની આત્મા ન રોકવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જીવન છોડ્યા પછી એટલે કે મોત થઈ ગયા પછી આત્મા કોઈ નવા શરીરની શોધમાં લાગી જાય છે. આથી તેને ન રોકવી જોઈએ. આથી મૃત વ્યક્તિઓની વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. આથી થઈ શકે તો વ્યક્તિના મૃત્યુ પછી તેની વસ્તુને છોડી દેવી જોઈએ અથવા તો કોઈને દાનમાં આપી દેવી જોઈએ. જેથી તેનો આત્મા જ્યાં ત્યાં ભટકે નહિ.

આમ મૃત વ્યક્તિના કપડા હંમેશા દાન કરી દેવા જોઈએ. મૃતકના કપડા દરેક સમયે જોતા રહેવાથી અથવા પહેરવાથી તેનો આત્મ હંમેશા આસપાસ હોવાનો અહેસાસ થાય છે. આથી પોતાના સારા માટે તેમજ મૃતક વ્યક્તિની આત્માની શાંતિ માટે તેને કોઈને દાનમાં આપી દેવા જોઈએ. 

આમ જો તમે ઈચ્છો છો કે મૃતકને શાંતિ મળે તેમજ તેનો આત્મા ભટકે નહિ તો તેને દરેક રીતે મુક્તિ આપી દેવી જોઈએ નહિ તો તમે પણ હેરાન થઈ શકો છો. અને તમારે પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment