આપણે સૌ કોઈ માનીએ છીએ કે ઈશ્વર આપણને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. પરંતુ જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે વાસ્તુશાસ્ત્રને પણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં દરેક વસ્તુઓ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર મુકવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઢગલાબંધ આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં કોઈ ફૂલ છોડ હોય તો તેને પણ વાસ્તુ ટિપ્સ અનુસાર મુકવા જોઈએ.
જો કોઈ ફૂલ છોડને યોગ્ય દિશા તેમજ સ્થાન પર મુકવામાં આવે તો છોડ દ્વારા આપણને અઢળક લાભ થાય છે અને ધન આકર્ષિત કરવાની સાથે સાથે ભાગ્યનો ઉદય પણ થાય છે. તો આજે આ લેખમાં અમે તમને એવા જ એક છોડ વિશે જણાવશું, જે તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે અને તમારા ઘરમાં ભરી દેશે સુખ અને સમૃદ્ધિ…
અમે વાત કરી રહ્યા છીએ મિની બામ્બુ પ્લાન્ટની. જો મિની બામ્બુ પ્લાન્ટને ઘરમાં રાખવામાં આવે તો ધન સાથે સુખ અને સમૃદ્ધિ પણ વધે છે. આ છોડને ખુબ જ વિશેષ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં રાખવાથી સુશોભનતા વધે છે સાથે જ ભાગ્યના દરવાજા પણ ખુલી જાય છે. પરંતુ મૂળ વાત એ છે કે આ છોડને ઘરના ક્યાં ખૂણામાં કે કંઈ દિશામાં કંઈ જગ્યાએ પર રાખવો ? તો ચાલો જાણીએ વિસ્તૃત માહિતી.
વાસ્તુશાસ્ત્ર નિષ્ણાંતના કહ્યા અનુસાર આ છોડને ઘરમાં જો યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો ગુડલક ખેંચાઈને તમારા ઘરમાં આવે છે. ઘરની અંદર વાંસનો છોડ રાખવાથી સકારાત્મકતા ખુબ જ વધે છે અને નકારાત્મક શક્તિઓ દુર થાય છે. આ કારણે જ આ છોડને શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં રાખવાથી અનેક સમસ્યાઓનું નિવારણ થાય છે. વાસ્તુશાસ્ત્ર એવું માને છે કે બામ્બુ પ્લાન્ટ ઘરમાં કે ઓફિસમાં રાખવામાં આવે તો સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે સાથે જ ઘરના સભ્યોનું આરોગ્ય પણ સુધરે છે.
ક્યાં રાખવો જોઈએ બામ્બુ પ્લાન્ટ : બામ્બુનો છોડ શક્ય હોય ત્યાં સુધી ઘરના મુખ્ય દરવાજા પર રાખવો જોઈએ. કેમ કે દરેક સારી ઉર્જા દરવાજામાંથી પ્રવેશ કરે છે. મુખ્ય દરવાજા પર બામ્બુનો પ્લાન્ટ રાખવાથી સકારાત્મક ઉર્જા અને સૌભાગ્ય ખુબ જ પ્રભાવિત અને આકર્ષિત થાય છે. તેમજ સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવી હોય તો પણ બામ્બુનો પ્લાન્ટ મુખ્ય દરવાજા પર જ લગાવવો જોઈએ.
એવું માનવામાં આવે છે કે, બામ્બુના પ્લાન્ટને જો ઘરની ઉત્તર દિશામાં રાખવામાં આવે તો દરેક કામમાં ખુબ જ પ્રગતિ થાય છે. જો બાળકોના અભ્યાસ કરવાના રૂમમાં લગાવવામાં આવે તો તેઓ અભ્યાસમાં અવ્વલ આવે છે. દક્ષીણ પૂર્વ અથવા ઉત્તર દિશામાં જો બામ્બુ પ્લાન્ટ લગાવો તો તે ધનને આકર્ષિત કરે છે. આ દિશામાં છોડ રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. કોઈને કરિયરમાં વિઘ્ન આવતા હોય તો તેમણે પણ બામ્બુનો છોડ ઘર કે ઓફિસમાં રાખવો જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી