ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

આ સૃષ્ટિમાં ઈશ્વરે દરેક જીવને કોઈને કોઈ વિશેષતા આપી હોય છે. જેના દ્વારા તેનું જીવન નિર્વાહ થતું હોય છે. જેમાં આપણને ખોરાકની જરૂર પડે છે એ જ રીતે યોગ્ય ઊંઘની પણ જરૂર પડે છે. જો યોગ્ય પ્રમાણમાં ઊંઘ ન થઇ હોય, તો આપણને બીમાર પડી જઈએ છીએ. પરંતુ આજે અમે તમને કેટલાક એવા પ્રાણીઓ વિશે જણાવશું જે ક્યારેય ઊંઘતા જ નથી. અથવા તો અમુક એવા પ્રાણી છે જે થોડી જ વાર સુવે છે અને ફરી કાર્યરત થઇ જાય છે. તો ચાલો જાણીએ ક્યાં ક્યાં છે એ પ્રાણી જેને ઊંઘવાની જરૂર જ નથી પડતી…

1 ) મિત્રો તમને જાણીને આંચકો લાગશે કે કીડીઓ એક ક્ષણ પણ સુતી નથી. તે સંપૂર્ણ દિવસ દરમિયાન કામમાં જ સમય વિતાવે છે. તમને પણ એ ધ્યાનમાં આવ્યું હશે કે કીડીઓ ક્યારેય આરામ ન દેખાય. એક અથવા બીજી પ્રવૃત્તિમાં લિન રહે છે. પરંતુ તેમ છતાં જંતુઓની દુનિયામાં તેને સૌથી બુદ્ધિશાળી જીવ માનવામાં આવે છે. વિજ્ઞાન એવું કહે છે કે, તેના મગજની અંદર 2.5 લાખ જેટલા કોષો હોય છે, જેની દ્વારા તે સ્પંદનનો અનુભવ કરે છે.

2 ) બીજું એવું જીવજંતુ છે બુલફ્રોગ. તમને જણાવી દઈએ કે બુલફ્રોગ એટલે એક પ્રકારનો દેડકો છે. જે ક્યારેય પણ સુતો નથી. આ દેડકાના શરીરમાં એન્ટી ફ્રીઝ સિસ્ટમ હોય છે. જેના કારણે તે બરફની અંદર સંપૂર્ણ રીતે થીજી જાય તેમ છતાં પણ જીવતો રહે છે. તેઓ માત્ર તેની આંખો બંધ કરે છે અને જેવો બરફ ઓગળે કે તરત પોતાની આંખો ખોલી નાખે છે અને બહાર આવી જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેની ઊંઘ પર હજુ સુધી કોઈ ડોકટરો દ્વારા પૃષ્ટિ સામે આવી નથી.

3 ) મિત્રો લગભગ લોકો શાર્ક માછલી વિશે તો જાણતા જ હશે. શાર્ક માછલીને ઓક્સિજન લેવાની ખુબ જ જરૂર પડે છે, અને તેનાથી જ તે પાણી અંદર સતત અને લાંબો તરી શકે છે.  વિજ્ઞાનના મત અનુસાર શાર્ક માછલી પોતાના મગજને માત્ર થોડો સમય વિશ્રામ જ આપે છે, ઊંઘતી નથી. જ્યારે તે મગજને આરામ આપતી હોય છે એ સ્થિતિમાં પણ તે તરી શકે છે. એવી જ રીતે ડોલ્ફિન માછલી પણ જન્મ પછી ઘણા વર્ષો સુધી સુતી નથી.

4 ) ગ્રેટ ફ્રિગેટબર્ડ્સ એક એવું પક્ષી છે જે ખરેખર સમુદ્ર પર ઉડે છે. આ પક્ષી પણ ડોલ્ફિનની જેમ ખુબ જ ઓછી ઊંઘ લે છે. આ પક્ષીની વિશેષતા છે કે એ 2 મહિના સુધી સતત ઉડાન ભરી શકે છે. અને તે સમુદ્ર પર જ ઉડે છે અને સમુદ્ર પર ઉતરવા માટે પણ કોઈ જગ્યા હોતી નથી. તેથી જ તેની આદત એવી બની ગઈ છે કે તે લાંબા સમય સુધી ઉડતું રહે છે, અને ઊંઘ પણ નથી લેતું.

5 ) મોટાભાગે આપણે જોઈએ તો પતંગિયા પણ ક્યારેય ઊંઘતા જોવા નહિ મળે. તેની નજીક જઈએ એટલે તરત જ ઉડવા લાગે છે. પતંગિયા ક્યારેય પણ ઊંઘતા નથી. તેઓ આરામ કરવા માટે પોતાની કોઈ ખાસ જગ્યાએ જાય છે અને પછી પોતાની આંખો બંધ કરીને બેભાન અવસ્થામાં જતું રહે છે. વિજ્ઞાનનું એવું માનવું છે કે, તેઓ આ સ્થિતિમાં ઊંઘ નથી લેતા, માત્ર આરામ જ કરે છે, કારણ કે આ સ્થિતિમાં તેમના શરીરનું તાપમાન નીચું આવી જાય છે અને હૃદયના ધબકારા પણ ઓછા થઈ જાય છે.

6 ) મિત્રો આ માછલીનું નામ છે તિલાપિયા માછલી. આ માછલી તેના જન્મ પછી પહેલા 22 અઠવાડિયા સુધી એક ક્ષણની પણ ઊંઘ લેતી નથી. તે આ સમય દરમિયાન સંપૂર્ણ સભાનતામાં જ રહે છે. પરંતુ અમુક વૈજ્ઞાનિકોએ એવી વાત રજુ કરી છે કે, કોઈ માછલીની ઉંમર વધે તેની સાથે હળવી એવી ઊંઘ લેતી હોય છે.

7 ) માદા ફ્રુટ ફ્લાય આ એક પ્રકારની માખી છે. આ માખીને ફળની માખીઓ પણ કહેવામાં આવે છે. આ માખી દિવસમાં માત્ર 72 મિનીટની જ ઊંઘ લે છે. તેમાંથી અમુક માખીઓ તો ફક્ત 4 મિનીટ જ સુવે છે. આ કેરીને ખુબ જ નુકશાન પહોંચાડવા માટે જાણીતી અને જવાબદાર છે. આ માખી વધુ પ્રમાણમાં યુપી અને બિહારમાં જોવા મળે છે.

8 ) મિત્રો વર્ષ 2017 માં પ્રકાશિત થયેલ એક સંશોધન અનુસાર જેલીફિશ નામની માછલી છે એ પણ ઊંઘતી નથી. આ માછલી આરામ કરવા માટે એક એવી સ્થિતિમાં જાય છે તેમાં તે માત્ર પોતાના શરીરને ઢીલું કરે છે. પરંતુ શરીરને ઢીલું કર્યા બાદ પણ તે સક્રિય હોય છે. એટલા માટે વૈજ્ઞાનિકો જેલીફિશની આ સ્થિતિને ઊંઘ નથી માનતા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment