આપણા હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખુબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં અમુલ છોડને ઘરમાં લગાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. એવો જ એક છોડ છે તુલસીનો છોડ. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ખુબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે.
લગભગ દરેક હિંદુના ઘરમાં તુલસીનો છોડ લાગેલો હોય છે. એવી માન્યતા છે કે તુલસીની રોજ પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી ખુબ જ પ્રસન્ન થાય છે. તુલસીના છોડમાં ઘણા ઔષધિય ગુણો હોય છે. તુલસીમાં જેટલા ઔષધિય ગુણો હોય છે એટલું તેનું વાસ્તુ મહત્વ પણ છે.
માન્યતા એ છે કે, તુલસીના છોડની રોજ પૂજા અર્ચના કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તેનાથી માતા લક્ષ્મીજી ખુબ જ પ્રસન્ન થાય છે. તેને ઘરના આંગણમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રચાર થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તુલસીની પૂજાથી ઘરમાં કારણ વગરના થતો કલેશ બંધ થઈ જાય છે. હિંદુ ધર્મમાં જેટલું તુલસી પૂજાનું મહત્વ છે એટલું જ વાસ્તુશાસ્ત્રમાં તેના મૂળનું મહત્વ જણાવવામાં આવ્યું છે.
તુલસીના છોડના મૂળનું મહત્વ આજે અમે તમને આ લેખમાં જણાવશું. જેને દ્વાર પર બાંધવામાં આવે તો ખુબ જ લાભ મળે છે. જેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
સુખ-સમૃદ્ધિનો વિકાસ : વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના મૂળને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. તેમજ આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખુબ જ પ્રસન્ન થાય છે. જેના કારણે આપણને ખુબ જ ધન લાભ થાય છે. આ ઉપાય કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તેમજ ધનના ભંડાર પણ ભરેલા રહે છે.
વાસ્તુદોષ દુર કરો : તુલસીના મૂળને મુખ્ય દ્વાર પર લટકાવવાથી ઘરનું વાસ્તુદોષ દુર થાય છે. તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે. આ ઉપાય કરવામાં આવે તો પરિવારના સદસ્યોના જીવનમાં ખુશીઓ આવે છે. આ સિવાય તેમ ઈચ્છો તો તુલસીના છોડને પણ મુખ્ય દ્વાર પર રાખી શકો છો. છોડને મુખ્ય દ્વાર પર રાખવામાં આવે તો પણ શુભ માનવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી