પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અનહેલ્દી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાનપાનના શરીરની ઘણી બીમારીઓનું મૂળ કારણ છે. આ વસ્તુ એવી પરેશાનીઓને જન્મ આપે છે, જેનાથી માણસ પૂરી રીતે હારી જાય છે. તેમાંથી એક્સ સમસ્યા છે પેટમાં ગેસ બનવાની. તમને જણાવી દઈએ કે આજે પેટમાં ગેસ બનવાની સમસ્યા વૃદ્ધોમાં જ નહિ પરંતુ યુવાનો માટે પણ મોટી સમસ્યા બની ગઈ છે. પેટમાં ગેસ બનવાથી પેટમાં દુખાવો, છાતીમાં દુખાવો અથવા માથાના દુખાવાની સમસ્યાની ફરિયાદ રહે છે.

તમને જણાવી દઈએ કે, આખો દિવસ બેઠા રહેવું અને ક્ષમતા કરતા વધુ ચા પીવાથી ગેસ બનવાના લક્ષણોમાંથી એક છે. તેના માટે ઘણા પ્રકારની દવાઓ અને ઘરેલું નુસ્ખા અજમાવે છે. પરંતુ તમે જાણો છો કે ગેસની સમસ્યાને દુર કરવા માટે અમુક ઘરેલું ઉપાય પણ અસરકારક કામ આપી શકે છે. જેને અપાવવાથી આ પરેશાનીને જડમૂળથી ખતમ કરી શકાય છે. તો ચાલો જાણીએ ગેસની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવાના ઘરેલું અને અસરકારક ઉપાય. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

1 ) અજમો : જો તમને પેટમાં ગડબડ અથવા તો ગેસ બનવાની સમસ્યા હોય તો શેકલા અજમાનું સેવન કરવું જોઈએ. તેનાથી ગેસની સમસ્યામાં જલ્દી રાહત મળે છે. તમને જણાવી દઈએ કે, અજમાના બીજમાં થાઈમોલ નામનું એક યૌગિક હોય છે, જે ગેસ્ટ્રીક રસને સ્ત્રાવિત કરે છે અને પાચનમાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો ગેસની સમસ્યામાં અડધી ચમચી અજમા ખાઈ શકો છો. તેનાથી રાહત મળશે. અને ભોજન બાદ કાયમી અડધી ચમચી શેકેલા અજમા ખાવામાં આવે તો ગેસની સમસ્યા કાયમી માટે દુર થાય છે.

2 ) છાશ : નિયમિતપણે છાશનું સેવન કરવામાં આવે તો પેટ સાથે જોડાયેલી સમસ્યા કાયમ માટે ખતમ થઈ જાય છે. જેમાં ગેસની સમસ્યા થતી હોય તેમણે છાશનું સેવન જરૂર કરવું જોઈએ. છાશ પીવાથી પેટનું પીએચ સારું રહે છે અને એસિડીટી દુર કરે છે. તમને જણાવી દઈએ કે, છાશમાં લેક્ટિક એસિડ મળી આવે છે, જે ગેસ્ટ્રીક એસિડીટીથી તમને રાહત આપી શકે છે. તેના સેવનથી પેટને ઠંડક મળે છે અને હાથ-પગની બળતરામાં પણ રાહત મળે છે.

3 ) કેળા : પેટમાં બળતરા, ગેસ, એસિડીટીની સમસ્યાને દુર કરવા માટે કેળા ખુબ જ અસરદાર માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, કેળામાં મળી આવતા પેસટીન તત્વ ખાન-પાનની ગડબડીને કારણે થતી કબજિયાતને દુર કરે છે. તેના માટે તમે કેળાને ખાંડ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. કેળાનું નિયમિત સેવન કરવાથી મોં અને પેટ બંને જગ્યાના અલ્સરથી છુટકારો મળી શકે છે.

4 ) એપ્પલ સાઈડર વિનેગર : એપ્પલ સાઈડર વિનેગરનું સેવન કરવાથી પેટમાં બનતો ગેસ દુર કરી શકાય છે. તેના માટે તમારે માત્ર 1 કપ પાણીમાં 2 મોટી ચમચી અનફિલ્ટર્ડ સફરજનના વિનેગરનો ઉપયોગ કરવાનો છે. તેનું સેવન દિવસમાં બે વાર કરવાથી પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાં રાહત મળી શકે છે. જો આનું સેવન કરતા પહેલા નિષ્ણાંત પાસેથી જાણકારી મેળવી લેવી.

5 ) જીરા પાણી : ગેસ્ટ્રીક અથવા ગેસની સમસ્યા માટે જીરાનું પાણી સૌથી બેસ્ટ ઘરેલું ઉપચાર માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જીરામાં આવશ્યક તેલ હોય છે, જે લાળ ગ્રંથીઓને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. તેનાથી ભોજન બરોબર રીતે પછી જાય છે. તે પેટમાં વધુ ગેસ નિર્માણને પણ રોકે છે. જીરાનું પાણી બનાવવા માટે એક ચમચી જીરું લ્યો, હવે બે કપ પાણીમાં 10 થી 15 મિનીટ માટે ઉકાળો, ત્યાર બાદ ઠંડું થવા દો. હવે તેનું સેવન ભોજન બાદ કરવું. આવું કરવાથી પેટમાં ગેસની સમસ્યા કાયમી માટે નાબુદ થઈ જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment