લગ્નમાં કરિયાવરમાં અપાય છે ઝેરી સાપ…. જો તે સાપનું મૃત્યુ થાય તો કરવું પડે છે આવું કામ.. વાત જાણી ચોંકી જશો.

લગ્નમાં કરિયાવરમાં અપાય છે ઝેરી સાપ…. જો તે સાપનું મૃત્યુ થાય તો કરવું પડે છે આવું કામ.. વાત જાણી ચોંકી જશો.

મિત્રો ઘણા વર્ષોથી નવા કાયદા પ્રમાણે દહેજ આપવું અથવા લેવું એક કાયદાકીય કાનૂની અપરાધ માનવામાં આવે છે. કોઈ પણ પિતા પોતાના દીકરાના લગ્ન કરે અને સામે દીકરીના પિતા પાસેથી જો દહેજ માંગે અથવા તો દહેજના નામ પર તેના પર લગ્ન બાદ અત્યાચારો કરે તો તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાનૂની કાર્યવાહી થાય છે. જે ગુનાની સજા અવશ્ય મળવા પાત્ર છે. મિત્રો દહેજ ન આપવાનો નિયમ તો બની ગયો, પરંતુ તેમ છતાં પણ આપણા સમાજમાં દહેજ હજુ આપવામાં આવે છે. દીકરીના પિતા સામેથી જ દીકરીના લગ્નમાં પૈસા, સોનું, પ્રોપર્ટી અથવા ઘરનો જરૂરી સરસમાન વગેરે દહેજમાં એટલે કે કરિયાવરમાં આપતા હોય છે.

તો મિત્રો આ બધી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવે એ એક સામાન્ય વાત છે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કોઈએ કે દહેજ અથવા કરિયાવરમાં ઝેરીલા સાપ આપવામાં આવતા હોય ! છે ને આશ્વર્ય વાળી વાત. આ સાંભળીને તમને વિશ્વાસ પણ ન આવે, પરંતુ આ એક સત્ય વાત છે. તો આજે અમે એક એવી જગ્યા ત્યાંના આ રીવાજ વિશે જણાવશું. જ્યાં કોઈ દીકરીના લગ્ન થાય તો તેને 21 ઝેરી સાપ દહેજમાં આપવાની પરંપરા છે. ભારતનું એક ગામ છે જ્યાં પૈસાની જગ્યાએ દહેજમાં ઝેરીલા સાપ આપવાની પરંપરા પ્રચલિત છે. આ પ્રથા મધ્યપ્રદેશના ગૌરીયા સમુદાયમાં જોવા મળે છે.

ત્યાંના લોકોમાં એવી માન્યતા છે કે જો કોઈ પિતા પોતાની દીકરીના લગ્નમાં દહેજ રૂપે સાપ ન આપે તો તેના લગ્ન સંબંધ લાંબા સમય સુધી ચાલતા નથી અને તેના લગ્નજીવનમાં બધો આવવા લાગે છે અને તૂટી જાય છે. આ સમુદાયમાં જ્યારે પણ કોઈ છોકરીના લગ્ન નક્કી થાય છે તે દિવસથી જ તેના પિતા સાપ પકડવાનું શરૂ કરી દે છે. આ સાપોમાં કોબ્રા જેવા ખતરનાક ઝેરી સાપો પણ હોય છે. પરંતુ મિત્રો તેનાથી પણ વધારે નવાઈની વાત એ છે કે આ સમુદાયનું નાનામાં નાનું બાળક પણ સાપોથી ડરતું નથી. એટલું જ નહિ ત્યાંના બાળકો સાપ સાથે રમતા નજર આવે છે.

મધ્યપ્રદેશના ગૌરીયા સમુદાયના લોકોનો વ્યવસાય જ સાપો પકડવાનો છે. આ સમુદાયના બધા લોકો સાપો બતાવીને લોકોનું મનોરંજન કરવાનો વ્યવસાય કરે છે અને એટલા માટે જ અહીં પૂત્રીના લગ્નમાં બાપે દહેજ રૂપે સાપ આપવાની પરંપરા છે. જેથી લગ્ન બાદ છોકરો આ દહેજમાં મળેલા સાપોની મદદથી સરળતાથી સાપની કમાણી કરી શકે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને પોતાનું તેમજ પરિવારનું પેટ સારી રીતે ભરી શકે.

તમને જણાવી દઈએ કે આ સમુદાયમાં સાપોની સુરક્ષા માટે ઘણા ચુસ્ત નિયમો અનુસરવામાં આવે છે. અહીંના લોકો સાપને એક પેટીમાં સાચવીને રાખે છે અને તેની સારસંભાળ રાખે છે અને તેની જાળવણી પણ કરે છે. પરંતુ જો પેટીમાં રહેલો કોઈ પણ સાપ મરી જાય તો, જેમ મનુષ્યના મૃત્યુ બાદ અમુક ક્રિયાક્રમ કરવામાં આવે, એ રીતે સાપના મૃત્યુ બાદ પણ ત્યાંના લોકો દ્વારા અમુક વિધિઓ કરવામાં આવે છે. જેમ કે મૃત વ્યક્તિની વિધિ બાદ તેના દિકરો મુંડન કરાવે છે. તે જ રીતે અહીં જો પેટીમાં રહેલ કોઈ સાપ મરી જાય તો તેના પરિવારના સભ્યોએ મુંડન ફરજીયાત કરાવવું પડે છે. આ ઉપરાંત આપણે વ્યક્તિના મૃત્યુ બાદ મૃત્યુભોજ એટલે કે દાડો વગેરે કરતા હોઈએ છીએ. તેવી જ રીતે અહીં સાપ મરી જાય તો મુંડન તો કરાવવું પડે છે અને તેની સાથે સાથે આ સમુદાયના લોકોએ સાપના મરવાથી ભોજન પણ કરાવવું પડે છે.

તો મિત્રો આ રીતે હજુ ભારતમાં અવનવી ઘણી જૂની પરંપરાઓ રહેલી છે જેનું હજુ પણ તે સમુદાયના લોકો પાલન કરી રહ્યા છે. અને કુદરતી સંપત્તિને બચાવી રહ્યા છે. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો આવી જાતિઓ આપણી સંસ્કૃતિને બચાવે છે તમારું શું કહેવું છે. ? આ સાપને બચાવે છે તે તમને સારું કામ લાગતું હોય તો કોમેન્ટ માં લખો કે “good work ” એમ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment