વિદેશમાં લાખો કમાતા દંપતીએ આ એક કારણ ના લીધે….. આવી ગયા પોતાના ગામડે, અને કરવા લાગ્યા ખેતી.. ખેડૂત ખાસ વાંચે.

વિદેશમાં લાખો કમાતા દંપતીએ આ એક કારણ ના લીધે….. આવી ગયા પોતાના ગામડે, અને કરવા લાગ્યા ખેતી.. ખેડૂત ખાસ વાંચે.

આજના આધુનિક યુગમાં ખેતીવાડી અને પશુપલાનનો વ્યવસાય છોડીને બધા લોકો શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા છે. એટલું જ નહિ, લોકો પૈસા કમાવવા તેમજ એક સારા સ્ટેટ્સ વાળી જોબ શોધવા માટે વિદેશમાં જતા રહેતા હોય છે. આજે મિત્રો ગામડામાં કોઈને રહેવું પસંદ જ નથી. કેમ કે આજકાલ લોકોને પોતાનો સર્વાંગી વિકાસ ખુબ જ ઝડપથી કરવો છે.

પરંતુ આજે અમે એવા યુવા દંપત્તિની વાત કરવા જઈ રહ્યા છીએ તે વિદેશમાં સ્થાયી હતા, જેમણે પોતાના કરિયરને બનાવી લીધું હતું, લાખો રૂપિયાની નોકરી પણ કરતા હતા. પરંતુ એ બધી જ સુખસાયબી છોડીને આજે આપણા ભારતમાં ગામડે આવીને વસ્યા. મિત્રો એવું તો તેની સાથે શું બન્યું હતું કે એ દંપતી એક ગામડામાં રહેવા માટે આવી ગયા અને તે દંપતી જે કામ કરે છે હાલમાં તેના વિશે જાણીને તમને પણ ખુબ જ આશ્વર્ય થશે. તો ચાલો જાણીએ કોણ છે દંપતી અને ક્યાંથી, અને કેવી રીતે તે ભારતમાં સદા નિવાસ કરવામાં માટે આવી ગયા.

આ દંપત્તિનું નામ છે રામદે ખુંટી અને ભારતી ખુંટી. જે છેલ્લા 8 વર્ષથી ઇંગ્લેન્ડમાં રહેતા હતા. તેઓ વિદેશી જીવનશૈલીને છોડી આજે પોતાના ગામ બેરડ, જે ગુજરાતના પોરબંદર જીલ્લામાં આવેલું છે. આ દંપતી પોતાના મૂળ ગામ આવીને આજે ખેતી કામ કરે છે. રામદે ભાઈ ઇંગ્લેન્ડમાં એક સારી પોસ્ટ પર જોબ કરી રહ્યા હતા અને તેમની પત્ની ભારતી ખુંટી બ્રિટીશ એરવેઝમાં એર હોસ્ટેસ હતા. પરંતુ આજે તે ગામડે રહીને પશુપાલન કરે છે. જેણે ક્યારેય છાણનું તગારું જોયું પણ ન હતું, તે આજે હાથમાં લઈને વાસીંદા કરે છે અને ગાયના આંચળ જોયા પણ ન હતા, પરંતુ આજે ગાયોને દોહીને તેનું દૂધ પણ કાઢે છે.

ભારતી ખુંટી પોતાની BSC ની ડીગ્રી મેળવવા લંડન ગયા હતા. ત્યાર બાદ તેમણે હેલ્થ એન્ડ સેફટીનો કોર્સ પણ કર્યો, ત્યાર બાદ એર પોર્ટ મેનેજમેન્ટનો પણ કોર્સ કર્યો, ત્યાર બાદ તે એર હોસ્ટેસની નોકરી શરૂ કરી હતી. ભારતી ખુંટી અને રામદે ખુંટીના લગ્ન બાદ ભારતીએ એક દીકરા ઓમને જન્મ પણ આપ્યો. જે આજે પાંચ વર્ષનો છે.

મિત્રો હવે આપણને એવો વિચાર આવે કે આખરે અત્યારે ભારતના યુવાઓ વિદેશમાં જઈને સેટલ થવા માટેના પ્રયાસો કરતા હોય છે. તો પછી આ દંપત્તિ તો વિદેશમાં પહેલેથી જ આઠ વર્ષથી સ્થાયી હતા અને ત્યાં બંને સારી એવી પોસ્ટ પર જોબ પણ કરી રહ્યા હતા અને લાખો રૂપિયા પણ કમાઈ રહ્યા હતા. તો પછી તેઓ ભારત શા માટે ફર્યા ? ભારત તો ફર્યા પણ તેઓ ભારતમાં આવીને પણ પોતાની ડીગ્રી અને અનુભવના આધારે એક સારી નોકરી મેળવી શકતા હતા, પરંતુ તેઓએ તો પશુપાલન અને ખેતી કરવાનું જ નક્કી કર્યું !  આવું શા માટે કર્યું તે જાણીને તમને પણ આ દંપત્તિના વિચારો પરથી પ્રેરણા મળશે.

ભારતી અને રામદે ખુંટીનું કહેવું છે કે તેઓ વિદેશથી પાછા આવીને તેઓ પોતાનો જુનો વ્યવસાય સંભાળી પોતાના માતાપિતાને તેમના વ્યવસાયમાંથી નિવૃત્ત કરીને તેમની વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો બનવા માંગતા હતા. તેઓ પોતાના માતાપિતા સાથે રહીને તેમની સેવા કરવા માગતા હતા. આ ઉપરાંત તેઓ પોતાના દીકરા ઓમનો ઉછેર ભારતીય સંસ્કૃતિ દ્વારા કરવા માંગતા હતા.

તેમનું કહેવું છે કે તેઓ તેમના દીકરા ઓમને ભારતની સંસ્કૃતિ અને સભ્યતા શીખવી તેનો ઉછેર કરવા માંગે છે જેથી તેમાં સારા સંસ્કારોનું સિંચન થાય. આ બધી બાબતોનો વિચાર કરી તેઓ વિચારી રહ્યા હતા કે તેઓ પોતાના ગામ પરત ફરે. આખરે તેઓએ તેમના વિચારોને પ્રાધાન્ય આપીને ભારત પાછા ફર્યા અને પશુપાલન અને ખેતીનો વ્યવસાય સંભાળ્યો.

તો મિત્રો આં હતું એક દેશપ્રેમી અને પરિવાર પ્રેમી દંપતી. જેમણે આજે દરેક ભારતીયને ગર્વ થાય તેવા આદેશથી વિદેશને છોડીને આજ ભારતમાં ગામડે રહેવા માટે આવી ગયા… 

આ લેખ  ગમ્યો  હોય  તો  કોમેન્ટ  કરજો “જય કિસાન”  અથવા  તમને  ગમે  તો  બીજી  કોઈ  કોમેન્ટ  પણ  કરજો…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

4 thoughts on “વિદેશમાં લાખો કમાતા દંપતીએ આ એક કારણ ના લીધે….. આવી ગયા પોતાના ગામડે, અને કરવા લાગ્યા ખેતી.. ખેડૂત ખાસ વાંચે.”

Leave a Comment