ભારતની સૌથી પહેલી મહિલા ડોન…. દાઉદ પણ લેતો હતો ફોન કરીને સલાહ… જેની મરતા સમયે થઇ આવી હાલત.. વાંચો.

ભારતની સૌથી પહેલી મહિલા ડોન…. દાઉદ પણ લેતો હતો ફોન કરીને સલાહ… જેની મરતા સમયે થઇ આવી હાલત.. વાંચો.

મિત્રો આજે અમે એક એવી મહિલા ડોન વિશે જણાવશું, જેને એક સમયે ભારતના અને મુંબઈના બધા જ ડોન સલામ કરતા હતા. તો મિત્રો આ લેખને અંત સુધી વાંચજો કેમ કે છેલ્લે મહિલાનું જે થયું એ ખુબ જ રોચક તથ્ય છે. આજે ભલે અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ભારત સહીત પૂરી દુનિયા માટે માથાનો દુઃખાવો બની ગયો હોય. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે દાઉદ અને તેનો ગોડ ફાધર મસ્તાન એક મહિલાના ઈશારાઓ પર નાચતા હતા. તો મિત્રો આજે અમે જણાવશું કે આખરે કોણ હતી એ મહિલા જેનો દરેક આદેશ દાઉદ અનુસરતો હતો.

વર્ષ 1920 માં મુસ્લિમ મેમન હાલાઇ પરિવારમાં જન્મી જેનબ એટલે કે જેના બાઈ. તેનું હુલામણું નામ હતું જેના બાઈ. જેના બાઈ સાત ભાઈબહેનોમાંથી એક હતી. આ પરિવાર મુંબઈના ડોંગરી વિસ્તારની એક ઝુપડીમાં રહેતું હતું. પરિવારનું ભરણપોષણ કરવા માટે જેના બાઈના પિતા સવારીઓ શોધવાનું કાર્ય કરતા હતા. જેના બાઈએ ડોંગરીમાં આઝાદીની લડત માટે ગાંધીજીના આંદોલનમાં પણ ભાગ લઇ ચુકી હતી. જેના બાઈ માત્ર 14 વર્ષના હતા ત્યારે તેના લગ્ન થઇ ગયા હતા.

લગ્ન બાદ પણ તે આંદોલન સાથે જોડાયેલી રહી હતી. તે દરમિયાન અમુક ક્રાંતિકારીઓને અંગ્રેજોની પકડ માંથી છોડાવવા માટે તેના પતિનો માર પણ ખાવો પડ્યો હતો. 1947 માં જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે જેના બાઈએ મુંબઈ છોડવાની ના પાડી દીધી. આ વાતથી નારાજ થયેલ તેનો પતિ તેને 5 પાંચ બાળકો સાથે મુંબઈમાં છોડીને પાકિસ્તાન જતો રહ્યો. આઝાદી બાદ મુંબઈમાં અનાજની ભારે તંગી સર્જાઈ. જેથી સરકારે સસ્તા ભાવે અનાજ વિતરણ કરવાનું શરૂ કર્યું.

પોતાનું અને પોતાના પાંચ બાળકોનું પેટ ભરવા માટે જેના બાઈએ ચોખા વહેંચવાનો વેપાર શરૂ કર્યો અને અહીંથી જ જેના બાઈએ સ્મલિંગના ચોખા વહેંચવાનું શરૂ કર્યું. ચોખાના ધંધામાં નુકશાન થતા અને સ્મગલરોના ધંધામાં આવતા જેના બાઈએ દારૂના ધંધામાં આવવું પડ્યું. જેના બાઈએ ડોંગરીમાં દારૂ બનાવવાનું અને વહેંચવાનું શરૂ કર્યું. આખા વિસ્તારમાં માત્ર તેનો જ સિક્કો ચાલતો હતો અને આ કામના કારણે જ જેના બાઈના નામ પાછળ દારૂવાલા લાગ્યું. ત્યારથી તે જેના બાઈ દારૂવાલાના નામે ઓળખવા લાગી.

દારૂના ધંધાની સાથે જેના બાઈએ પોલીસ સાથે પણ સંબંધો વિકસાવી લીધા. 1962 માં પોલીસે જેના બાઈને રંગે હાથ ગેર કાનૂની શરાબ વહેંચતા પકડ્યા ત્યારે નકલી શરાબ બનાવવાનો સૌથી મોટો કારોબાર સામે આવ્યો હતો. પરંતુ જેના બાઈની પહોંચ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધીની હતી. જેના કારણે તેને પોલીસે છોડવા પડ્યા હતા અને ત્યાર બાદ તે પોલીસની ખબરી બની ગઈ. પોલીસ જેના બાઈની મદદથી સ્મગલરોના ઠેકાણાઓ પર છાપા મારતી અને પકડાયેલ માલના 10% ભાગ જેના બાઈને મળતો.

દાઉદ જ્યારે માત્ર 20 વર્ષનો હતો ત્યારે તેની મુલાકાત જેના બાઈ દારૂવાલા સાથે થઇ હતી. જેના બાઈ દાઉદના પિતાને પહેલેથી જ ઓળખતી હતી અને તેના ઘરે જેના બાઈની અવરજવર પણ રહેતી હતી. દાઉદના ગોડ ફાધર એટલે કે મિર્ઝા હાઝી મસ્તાન પણ જેના બાઈને પોતાની બહેન માનતો હતો. તે જ્યારે પરેશાન થતો ત્યારે જેના બાઈની સલાહ લેવા જતો. મુશ્કેલ સમયમાં દાઉદ પણ પોતાના દરેક મોટા નિર્ણયો પર જેના બાઈને પહેલા પૂછવા લાગ્યો હતો.

1990 ના સમયે ત્યારે ડોંગરી વિસ્તાર દરેક ખોટા ધંધા માટે પ્રખ્યાત હતો. કારણ કે સ્મગલિંગ ત્યાંનો મુખ્ય વેપાર હતો. એવામાં મુંબઈમાં દાઉદ તાકાતવર બની રહ્યો હતો. જેના બાઈની ઉંમર પણ વધવા લાગી હતી અને ક્યારેક દરેક નિર્ણય પર તેની સલાહ લેતો દાઉદ પણ તેનાથી દુર જતો રહ્યો હતો. જેના બાઈનો મોટો પુત્ર પણ જેના બાઈના પગલે ચાલવા લાગ્યો ત્યારે એક ગેંગ વચ્ચે થયેલ હુલ્લડમાં તેને ગોળી લાગી ગઈ હતી.

પરંતુ તમને જણાવી દઈએ કે આટલું થયા બાદ પોતાના અંતિમ સમયમાં જેના બાઈએ નૈતિકતા અને ધર્મનો રસ્તો અપનાવી લીધો હતો. તેથી જ તો જ્યારે તેને તેના પૂત્રના ખૂન વિશે ખબર પડી ત્યારે તેને કંઈ પણ નુકશાન ન પહોંચાડ્યું. ત્યાર બાદ જેના બાઈએ હિંદુ અને મુસલમાન વચ્ચે એકતા લાવવા માટે ઘણા પ્રયાસો કર્યા. શાંતિ સ્થાપિત કરવા માટે તેણે બે ગ્રુપનું નિર્માણ કર્યું હતું. આ ગ્રુપનું કાર્ય એ હતું કે જ્યારે કોઈ લોકો વચ્ચે લડાઈ થતી ત્યારે બંને બાજુના લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા હતા.

જેમ જેમ જેના બાઈની ઉંમર વાધતી ગઈ તેમ તેમ તેનો રૂઆબ પણ ઘટતો ગયો અને બીજી તરફ દાઉદ અને મસ્તાન પણ તેનાથી ખુબ દુર જતા રહ્યા. જેના બાઈને ઓળખતા લોકોનું કહેવું છે કે 1993 માં મુંબઈમાં થયેલ ધમાકાની ઘટનાથી જેના બાઈને ઈજા થઇ હતી અને તે બીમાર રહેવા લાગી. ધમાકાના થોડા વર્ષ બાદ જ તે મૃત્યુ પામ્યા. તો મિત્રો જેના બાઈ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment