મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજના સમયમાં શરીરને લગતી સમસ્યાઓ લોકોમાં ખુબ જ વધી રહી છે. તેવી જ રીતે દાંતને લઈને પણ લોકોમાં સમસ્યાઓ વધી રહી છે. આજના સમયમાં આપણે જોતા હોઈએ છીએ કે મોટાભાગના લોકો દાંતની માવજત ગમે તે રીતે કરે, પરંતુ દાંત પીળા જ હોય છે. પરંતુ પીળા દાંત આપણી પર્સનાલીટી વિક કરે છે.
ઘણા લોકો પીળા દાંતને ચમકાવવા માટે અવનવા પેંતરાઓ કરતા હોય છે, પરંતુ તેમ છતાં એવાને એવા જ રહે છે. માટે આજે અમે આ લેખમાં તમને જણાવશું દાંતને મોતી જેવા ચમકાવવા માટેના હર્બલ ઉપાય. જેનાથી તમે તમારા દાંતની પીળાશ સરળતાથી દુર કરી શકશો. જો તમે પણ દાંતને મોતી જેવા ચમકાવવા ઈચ્છતા હો, તો જરૂર વાંચો આ હર્બલ ટીપ્સ…
1 ) બેકિંગ સોડા : બેકિંગ સોડાને એક નેચરલ વ્હાઈટનિંગ પ્રોડક્ટ માનવામાં આવે છે. ટુથપેસ્ટમાં સૌથી વધુ ઉપયોગ બેકિંગ સોડાનો જ કરવામાં આવે છે. કેમ કે બેકિંગ સોડામાં એલ્કલાઈન ગુણો હોય છે, જે મોં ની અંદર રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. જો બેકિંગ સોડાથી બ્રશ કરવામાં આવે તો દાંતની સફાઈ અંદરથી થાય છે. માટે દાંતને સફેદ મોતી જેવા ચમકાવવા બેકિંગ સોડા બેસ્ટ ઉપાય છે.
2 ) સિંધાલુણ મીઠું, મુલેઠી, લવિંગ અને તજ : એક ચમચી સિંધાલુણ મીઠું, એક ચમચી લવિંગ પાવડર, એક ચમચી તજનો પાવડર અને એક ચમચી મુલેઠીનો પાવડર લ્યો. આ ચારેય વસ્તુને મિક્સ કરી દાંત પર ઘસો. જો સવારે ઉઠીને ટુથપેસ્ટની જગ્યાએ આ પાવડર ઘસવામાં આવે તો દાંત ચમકવા લાગે છે. તેમજ લીમડા અને તુલસીના પાનને સુકવી તેનો પાવડર બનાવીને લગાવવામાં આવે તો પણ દાંત ચમકવા લાગે છે. તમને જણાવી દઈએ કે આ ઉપાયથી એક જ અઠવાડિયામાં દાંત સફેદ મોટી જેવા ચમકદાર બની જશે.
3 ) લીંબુ : લીંબુ દાંત માટે ખુબ જ કારગર ઉપચાર છે. લીંબુનો ઉપયોગ કરીને દાંતને મોતી જેવી ચમક આપી શકાય છે. તેના માટે લીમડાનો પાવડર લેવાનો છે અને તેમાં લીંબુને મિક્સ કરવાનું છે. આ મિશ્રણને બરોબર મિક્સ કરીને દાંત પર ઘસો. તેનાથી તમારા દાંત મોતી જેમ ચમકવા લાગશે. જો લીંબુની ખટાશ તમને વધુ લાગતી હોય તો માત્ર લીમડાનું દાંતણ પણ કરી શકો છો. લીમડાના દાંતણથી તમને દાંતના દુખાવા પણ દુર થશે. દાંતના સડામાં પણ લીમડાનું દાંતણ ખુબ જ કારગર છે.
4 ) મધ અને ત્રિફળા : મધ અને ત્રિફળાનું ચૂર્ણ દાંતને ચમકાવવા માટે ખુબ જ કારગર છે. તેના માટે એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ લ્યો અને તેમાં બે ચમચી મધ ઉમેરો. બંનેને બરોબર રીતે મિક્સ કરી અને દાંત પર ઘસો. દાંતમાં ચમક તો આવી જ જશે પરંતુ સાથે દાંતમાં થતી બીજી સમસ્યાઓ પણ દુર થશે. ત્રિફળા શરીરની બીજી સમસ્યાઓ પણ દુર કરી દેશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી