રસોડાની આ બે વસ્તુને લગાવી દો તમારા ચહેરા પર, ફક્ત 2 જ દિવસમાં તમામ બ્લેક હેડ્સથી મળી જશે છુટકારો… ચહેરો થઈ જશે એકદમ સાફ અને સુંદર…

મિત્રો આપણે જોઈએ છીએ કે, આપણા ચહેરા પર ઘણા નિશાન, ખાડાઓ તેમજ બ્લેક હેડ્સ હોય છે. આ બધા આપણા દેખાવને ખરાબ કરે છે. જો કે તમે તેનાથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો અપનાવો છો. જો કે બ્લેક હેડ્સની સમસ્યા મહિલાઓને હોય છે એવું નથી, પરંતુ પુરુષોને પણ આ સમસ્યા હોય છે. જે તેના દેખાવને ખરાબ કરી શકે છે. જો તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હો, તો તમે આ લેખને અંત સુધી જરૂરથી વાંચી જુઓ.

ત્વચાથી જોડાયેલી અમુક સમસ્યાઓ મહિલાઓ અને પુરુષો બંનેમાં કોમન હોય છે. મહિલાઓ તો સામાન્ય રીતે તેમના સ્કીન કેર રૂટિનમા અલગ-અલગ નુસ્ખા અજમાવીને ઘણી સ્કીન પ્રોબ્લેમ્સને સરળતાથી ગુડબાય કહી દેતી હોય છે. પરંતુ પુરુષો માટે ઘણી વખત આ સમસ્યાઓથી લડવું ટેઢી ખીર સાબિત થઈ શકે છે. બ્લેક હેડ્સની સમસ્યા પણ તેમાંથી જ એક છે. પરંતુ શું તમે જાણો છો કે, અમુક સરળ ઘરેલું નુસ્ખા બ્લેક હેડ્સની સમસ્યાને ચપટીમાં જ છૂમંતર કરી શકે છે.

બ્લેક હેડ્સ નાક અને દાઢી પર વધારે જોવા મળતા હોય છે. તેમજ ઓઈલી સ્કિનના કારણે પોર્સનું બંધ થવું એ બ્લેક હેડ્સ વધવાનું સૌથી મોટું કારણ છે. સાથે જ સાચી ડાયટ ન લેવી, હાર્મોનલ ડિસબેલેન્સ અને ડર્ટ પાર્ટીકલ્સના કારણે પણ બ્લેક હેડ્સની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. માટે અમે તમને શેર કરી રહ્યા છીએ. બ્લેક હેડ્સ રીમુવ કરવાની કેટલીક સરળ રીત, જેમને ટ્રાય કરીને તમે બ્લેક હેડ્સથી બે દિવસમાં ઘણી હદ સુધી છૂટકારો મેળવી શકો છો. આ ટીપ્સ મહિલાઓ અને પુરુષો બંને માટે ખુબ જ કારગર સાબિત થાય છે.

સ્ક્રબ  : બ્લેક હેડ્સ રીમુવ કરવા માટે તમે ખાંડ, મીઠું અને ગુલાબજળનું સ્ક્રબ ટ્રાય કરી શકો છો. તેને બનાવવા માટે થોડા ગુલાબ જળમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણને બ્લેક હેડ્સ વાળી ત્વચા પર લગાડીને હળવા હાથે સ્ક્રબ કરવું. પછી 3 થી 5 મિનિટ સુધી સ્ક્રબ કર્યા બાદ ચહેરો સાફ પાણીથી ધોઈ લેવો. થોડા દિવસ સુધી આ નુસ્ખો અજમાવવાથી તમારા બ્લેક હેડ્સ ઓછા થવાના શરૂ થઈ જાય છે.

તજનો ઉપયોગ : તજ ફેસને ક્લીન કરવા માટે ખુબ જ અસરકારક હોય છે. તમે તજ પાવડરમાં થોડું મધ મિક્સ કરીને બ્લેક હેડ્સ પર એપ્લાઈ કરી શકો છો. પછી અડધા કલાકમાં પેસ્ટ સુકાય જાય પછી ચહેરાને તાજા પાણીથી ધોઈ લો. જણાવી દઈએ કે, તજ બ્લેક હેડ્સને રીમુવ કરવાની સાથે સાથે તેને વધવાથી પણ રોકે છે. સારા પરિણામ માટે દરરોજ આ પેસ્ટને ચહેરા પર લગાડો.

બેકિંગ સોડા : બેકિંગ સોડાને નેચરલ ક્લીંજિંગ એજન્ટ ગણવામાં આવે છે. બ્લેક હેડ્સથી છુટકારો મેળવવા માટે તે ખુબ જ અસરકારક ઉપાય છે. તે માટે તમે બે ચમચી બેકિંગ સોડામાં થોડું ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને બ્લેક હેડ્સ વાળી ત્વચા પર લગાડીને હળવા હાથે મસાજ કરો. પછી નવશેકા પાણીથી ફેસ વોશ કરી લેવું. બ્લેક હેડ્સ રીમૂવ કરવા માટે અઠવાડિયામાં બે વખત આ નુસ્ખાને અજમાવવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment