આ સફેદ વસ્તુ તમારા ચહેરા માટે વરદાન સમાન, ત્વચાની રફનેસ અને કરચલીઓ દુર કરી આપશે એકદમ કુદરતી નિખાર… જાણો ઉપયોગની રીત

આપણા ઘરમાં જ રહેલી એવી અનેક વસ્તુઓ હોય છે જે ખાવામાં તો સારી લાગે છે, સાથે જ આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર કરે છે. આવી વસ્તુઓમાં દહીંનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઉનાળામાં દહીં આપણા ખાવાનો એક અભિન્ન હિસ્સો બની જય છે. પરંતુ ખાવા સિવાય દહીં લગાવવાના પણ અનેક ફાયદા છે. દહીંમાં વિટામિન ડી અને પ્રોટીન સારી માત્રામાં હોય છે. સાથે જ આમાં પ્રોબાયોટિકસ હોય છે જે ત્વચામાં પોષક તત્વોની પૂર્તિ કરે છે.

દહીમાં હાજર લેક્ટિક એસિડ અને આલ્ફા હાઈડ્રોક્સી પ્રભાવી રૂપથી મૃત ત્વચા કોશિકાઓને સાફ કરે છે, તો તેનું કેલ્શિયમ તમારી સુસ્ત અને નિર્જલિત ત્વચાને હાઈડ્રેટ કરે છે. સાથે જ દહીં તમારી ત્વચામાં વધુ પડતા તેલના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદગાર છે. જે પિમ્પલ્સ, ખીલ અને ફોડલીઓનું કારણ બને છે. સાથે જ દહીંમાં ઝીંકનું પ્રમાણ ત્વચાની કોશિકાઓના વિકાસને તેજ કરે છે. જેનાથી તમારી સ્કિન તાજી અને યુવાન દેખાય છે. તેના સિવાય ચહેરા પર દહીં લગાવવાના અનેક ફાયદા છે તો આવો જાણીએ તેના વિશે વિસ્તારપૂર્વક.

ખીલની સમસ્યા : દહીંમાં રહેલ વિટામીન સી પહેલાં તો ખીલથી લડે છે અને ત્યારબાદ તેને દૂર કરવામાં મદદ કરે છે. બીજું કે દહીં ત્વચાને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે તથા સોજો અને ખીલથી રાહત અપાવે છે. દહીંની એક ખાસ વાત છે કે, તેમાં લેક્ટિક એસિડ હોય છે, જે મૃત ત્વચા કોશિકાઓને એક્સફોલિએટ કરવા અને ત્વચાને ક્લીન કરવામાં મદદ કરે છે. આ રીતે આ ચહેરાને અંદરથી સાફ કરીને તેલના ઉત્પાદનને કંટ્રોલ કરે છે અને ખીલ થતા અટકાવે છે.

સનબર્ન અને પિગમેન્ટેશન : સનબર્ન અને પિગમેન્ટેશન તમારી ત્વચામાં નિખાર અને રંગત છીનવી લે છે. તેના કારણે તમારી ત્વચા ધીમે ધીમે ડલ થવા લાગે છે. આવી સ્થિતિમાં દહીમાં મળતાં હેલ્ધી ફેટ તમારી ત્વચામાં નમીને સીલ કરવામાં મદદ કરે છે, તેને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે. આ રીતે આ સ્કિનના પીએચને શ્રેષ્ઠ બનાવીને ટૈન, ડલનેસ, પિગ્મેન્ટેશનથી લડવામાં પણ મદદ કરે છે.

ડ્રાય સ્કિનની સમસ્યા : ડ્રાય સ્કિનની સમસ્યામાં દહીં એક રામબાણ ઈલાજના રૂપમાં કામ કરે છે. દહીં તમારી ત્વચાને અંદરથી હાઈડ્રેટ કરે છે અને ત્વચામાં નમીને લોક કરી દે છે. ડ્રાય સ્કીનની એ જ કમી હોય છે કે, તેમાં નમીની કમી હોય છે જેના કારણે ત્વચા અંદરથી ફાટવા લાગે છે. તેવામાં દહીનું આલ્ફા હાઈડ્રોક્સી તત્વ કોશિકાઓમાં નમીને લોક કરીને તેને ટોનિંગ કરવામાં મદદ કરે છે. આ રીતે દહીં ડ્રાય સ્કિન વાળા લોકો માટે અત્યંત ફાયદાકારક છે.

એજિંગના લક્ષણોમાં : આજકાલની ખરાબ લાઈફ સ્ટાઈલ અને વાતાવરણમાં પ્રદૂષણના તત્વો ચહેરામાં ઝડપથી કરચલીઓ વધવાનું કારણ બને છે. દહીં ત્વચામાં નાની નાની રેખાઓને વધતા અને ફ્રી રેડિકલ્સથી થતા નુકશાનથી બચાવવામાં મદદરૂપ છે. દહીંમાં રહેલી સારી ચરબી તમારી ત્વચાને તેની સ્થિતિસ્થાપકતા જાળવવામાં અને ચમક સુધારવામાં મદદ કરે છે. તેના સિવાય દહીંનું વિટામિન સી ચહેરામાં ટોનિંગ કરવામાં પણ મદદ કરે છે અને તેને અંદરથી હેલ્ધી રાખે છે.

ત્વચાની એલર્જીમાં : ચહેરા પર જો કોઈ સ્કીન એલર્જી થઈ ગઈ હોય તો દહીં લગાવવું એ કેટલાક જૂના નુસ્ખામાંથી એક છે. તેનો એન્ટીબેક્ટેરિયલ ગુણ તેને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તેનું વિટામીન સી એલર્જેનની અસરને ઓછી કરે છે. આ દરેક વસ્તુઓની સિવાય દહીં લગાવવાનો એક ફાયદો એ પણ છે કે, તેની પ્રકૃતિ ઠંડી હોય છે, તેથી આ ચહેરાને અંદરથી શાંત કરે છે અને એલર્જીના કારણે થતો સોજો અને રેડનેસને દૂર કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે દહીં લગાવવાના નુકશાન પણ થાય છે. જે નીચે પ્રમાણે છે.

દહી લગાવવાના નુકશાન : દહીં લગાવવાના આ દરેક ફાયદા સિવાય આપણે તેને લઈને કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે ચહેરાની સ્કિન બાકીના શરીરની સ્કિન કરતા વધુ સેન્સિટિવ હોય છે તેથી દહીં લગાવતા સમયે થતા નુકશાન વિશે પણ જાણવું જરૂરી છે જેમ કે, વધુ પડતું ખાટું દહીં ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર ખંજવાળ આવી શકે છે. લાંબા સમય સુધી દહીં લગાવી રાખવાથી ઓઈલી સ્કિન વધુ ઓઇલી બની શકે છે. જે લોકોને લેકટોસ એલર્જી જેવી સમસ્યા કે પછી મિલ્ક પ્રોડક્ટ ઉપયોગથી પરેશાન હોય તો તેવા લોકોમાં દહીં લગાવવાથી ખીલની સમસ્યા વધી શકે છે.

તો આ રીતે અલગ અલગ સ્કીનના પ્રકારના હિસાબે ચહેરા પર દહીં લગાવવું કેટલાક લોકો માટે ફાયદાકારક બની શકે છે તો કેટલાક લોકો માટે નુકશાનકારક. તેથી ઉપયોગ કરતા પહેલા આ વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment