દરેક વ્યક્તિઓ ખાસ કરીને મહિલાઓ પોતાના ચહેરાને સુંદર દેખાવવા માટે અનેક પ્રયોગો કરતી હોય છે. પરંતુ ઘણી વખત અમુક ખોટી વસ્તુનો ઉપયોગ કરવાથી તમને ફાયદો થવાને બદલે નુકશાન થાય છે. પરંતુ આ સમયે તમે થોડા દેશી ઉપચાર અપનાવીને ચહેરાને સુંદર બનાવી શકો છો. આથી જો તમારા ચહેરા પર ડાઘ, ધબ્બા છે તો તમે તેને દુર કરવા માટે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. ચાલો તો જાણી લઈએ ચણાના લોટથી બનતા એકદમ સરળ ફેસ પેક વિશે.
પ્રદૂષણ, ધૂળ-માટી, તણાવ અને અનહેલ્થી ડાયટની અસર આપણી ત્વચા પર પણ પડે છે. તેવામાં સ્કિનને સુંદર બનાવી રાખવા માટે સારુ ડાયટ લેવું ખુબ જ જરૂરી છે. પરંતુ પ્રદૂષણ અને ધૂળ-માટીના કારણે થતાં ખીલ, દાગ-ધબ્બા દૂર કરવા માટે તમે ચણાના લોટથી બનાવેલ ફેસ પેક પણ ટ્રાઈ કરી શકો છો. ચણાનો લોટ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ચણાનો લોટ ડેડ સ્કીન સેલ્સને દૂર કરે છે, સ્કિનની અંદરથી સફાઈ કરે છે. ચાલો વિસ્તારથી જાણીએ ખીલ અને ચહેરાના દાગ-ધબ્બા દૂર કરવા માટે ચણાના લોટના ક્યાં-ક્યાં ફેસ પેક ઉપયોગમાં લઈ શકાય છે.
ચણાના લોટ અને ટમેટાનું ફેસ પેક : ચહેરા પરના ડાઘ ધબ્બા દુર કરવા માટે તમે ચણાનો લોટ અને ટમેટાનું ફેસ પેક ઉપયોગમાં લઈ શકો છો. ચણાના લોટ અને ટમેટાનું ફેસ પેક ચહેરા પરના ખીલ દૂર કરવામાં મદદ કરે છે. એટલું જ નહિ, ચણાનો લોટ અને ટમેટાં ચહેરાના દાગ-ધબ્બા પણ દૂર કરે છે. ચણાના લોટ અને ટમેટાનું ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા 2 ચમચી ચણાનો લોટ લો, તેમાં ટમેટાનો રસ મિક્સ કરો અને તેને ચહેરા પર લગાડો, 20 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.
ચણાના લોટ અને ટમેટાના ફેસ પેકમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને બેક્ટેરિયાથી બચાવે છે. સાથે જ સ્કીન એક્સ્ફોલીએટ પણ થાય છે.
ચણાના લોટ અને મધનું ફેસ પેક : ચહેરાના ખીલ અને દાગ-ધબ્બા દૂર કરવા માટે ચણાના લોટ અને મધનું ફેસ પેક પણ ફાયદાકારક સાબિત થાય છે. ચણાના લોટ અને મધનું ફેસ પેક બનાવવા માટે એક વાટકીમાં 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી મધ અને 2 ચમચી મેશ કરેલ પપૈયો લેવો. તેને સરખી રીતે મિક્સ કરી લો. ચહેરા અને ગરદન પર લગાડી લો. 20 મિનિટ પછી ચહેરો પાણીથી સાફ કરી લો.
ચણાના લોટ અને મધના ફેસ પેકમાં વિટામિન સી, વિટામિન એ હોય છે, તેનાથી સ્કીનમાં નવી ચમક આવે છે. તે ફેસ પેક લગાડવાથી સ્કીન સોફ્ટ અને મુલાયમ બને છે. તેનાથી કાળા દાગ પણ મટે છે. તમે ચાહો તો આ ફેસ પેકને રાત્રે લગાડી શકો છો.
ચણાના લોટ અને દહીંનું ફેસ પેક : ચહેરાના ખીલ અને દાગ-ધબ્બા મટાડવા માટે ચણાના લોટ અને દહીંનું ફેસ પેક એ ખુબ સારો ઉપાય છે. ઓઈલી સ્કીન માટે આ ફેસ પેક ખુબ જ ફાયદાકારક રહે છે. ચણાના લોટ અને દહીંનું ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી દહીં લો. તેને તમારા ચહેરા પર લગાડો 20 મિનિટ પછી સાફ પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચામાં નિખાર પણ આવે છે. તમે ચાહો તો હળદર અને દહીંનું ફેસ પેક પણ ટ્રાય કરી શકો છો.
આ ફેસ પેક ચહેરાને ક્લીંજિંગ કરે છે, ચહેરા પરના એકસ્ટ્રા ઓઈલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
તમે પણ ચહેરાના ખીલ અને ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ચણાના લોટથી બનેલા આ 3 ફેસ પેકને ટ્રાય કરી શકો છો. જો તમારી સ્કીન સેંસેટિવ હોય તો એક્સપર્ટની સલાહ પછી જ ચણાના લોટના ફેસ પેકનો ઉપયોગ કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી