રોટલીના લોટમાં આ વસ્તુઓ ઉમેરી કરી સેવન, ગર્ભવતી મહિલાને ભૂલથી પણ નહીં થાય 9 મહિના સુધી કબજિયાત અને લોહીની ઉણપ…

ગર્ભાવસ્થામાં મહિલાઓ એ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ સમયે ખાસ કરીને કબજિયાત કે લોહીની ઉણપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સમયે મહિલાઓએ એવી હેલ્દી રોટલીનું સેવન કરવું જોઈએ, જેનાથી તેનું સ્વાસ્થ્ય સારું રહે. સાથે જ ગર્ભમાં રહેલ બાળક પણ હેલ્દી રહે. આ માટે જરૂરી છે કે ગર્ભવતી મહિલાએ આ 5 પોષક તત્વોથી ભરપુર રોટલીનું સેવન કરવું જોઈએ. ચાલો તો તેના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.

ડાયટમાં જો વધારેમાં વધારે પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો તેનાથી માતા અને બાળક બંને તંદુરસ્ત રહેવાની સંભાવના વધી જાય છે. હેલ્થી ફૂડ ખાવાથી માતાની ઇમ્યુનિટી મજબૂત બને છે અને તેના શરીરને ડિલીવરી માટે તાકાત અને એનર્જી મળે છે. પ્રેગ્નેન્સીમાં કબજિયાત થવી એક સામાન્ય સમસ્યા છે જે આ નાજુક સમયમાં અન્ય ઘણી મુશ્કેલીઓને જન્મ આપી શકે છે. માટે તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જે ફાઈબરથી ભરપૂર હોય અને પ્રેગ્નેન્સીમાં તમને કબજિયાતથી બચાવે. અહીં અમે તમને ગર્ભાવસ્થામાં કબજિયાત અને લોહીની ઉણપ દૂર કરવા માટે મલ્ટિગ્રેન રોટલીની રેસિપી અને તેના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.

મલ્ટિગ્રેન રોટલી 5 પૌષ્ટિક લોટથી બનેલી છે જે આયરન, પ્રોટીન, ફાઈબર અને વિટામિન બીથી ભરપૂર હોય છે. અહીં અમે તમને ગર્ભવતી મહિલાઓ માટે જુવાર, બાજરી, રાગી, નાચણી અને ઘઉંના લોટથી બનેલી મલ્ટિગ્રેન રોટલી વિશે જણાવી રહ્યા છીએ. આ રોટલીનો ટેસ્ટ વધારવા માટે તમે તેમાં ડુંગળી, ટામેટું, કોથમીર, પણ મિક્સ કરી શકો છો. તેમજ જો કંઈ ચટપટું ખાવાનું મન થઈ રહ્યું, હોય તો થોડું લીલું મરચું અને હળદર સાથે લાલ મરચું પણ મિક્સ કરીને તેને બનાવી શકાય છે.

શું શું જોઈએ : મલ્ટિગ્રેન રોટલી બનાવવા માટે તમારે જરૂર પડશે, ¼ કપ જુવારનો લોટ, ¼ કપ બાજરીનો લોટ, ¼ કપ ઘઉનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, ¼ કપ રાગીનો લોટ, ¼ કપ જીણી સમારેલી ડુંગળી, 3 ચમચી જીણી સમારેલી કોથમીર, ¼ કપ જીણું સમારેલું ટમેટું, 1 ચમચી કાપેલા લીલા મરચાં, 1 ચમચી લાલ મરચું, ¼ ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર અને ¼ અને 3 ચમચી પિનટ ઓઈલ અથવા કોઈ પણ ઓઈલ.

મલ્ટિગ્રેન રોટલી બનાવવાની રીત : એક ઊંડું વાસણ લો અને તેમાં બધી સામગ્રી મિક્સ કરીને પાણીથી લોટ બાંધી લો. થોડી વાર પછી લોટના એક સરખા લુવા કરી લો. આ લુવાથી ગોળ રોટલી બનાવી લો. રોટલીને ગરમ તવા પર રાખી લો.

છેલ્લું સ્ટેપ : જ્યારે તે હલકી ભૂરી થઈ જાય તો તેના પર તેલ લગાવીને શેકો. તમારે રોટલીને બંને બાજુ શેકવાની છે. ગરમાગરમ રોટલીને દહીં સાથે ખાવી.

મલ્ટિગ્રેન રોટલી ખાવાના ફાયદા : જુવારના લોટમાં કોપલેક્સ કાર્બ હોય છે જેનાથી રક્તવાહિકાઓ ધીરે ધીરે સંકોચાય છે અને ઇન્સુલિન વધતું નથી. બાજરીમાં પ્રોટીન વધારે હોય છે. રાગીનો લોટ ફાઇબરથી ભરપૂર હોય છે જે ડાયાબિટીસ અને હાર્ટ માટે સારો છે.

અન્ય ફાયદાઓ : ઘઉંનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે સારો ગણવામાં આવે છે. કારણ કે તે લો જીઆઇ ફૂડ છે જેનાથી બ્લડ શુગર લેવલ વધતું નથી. બધા જ હેલ્થી લોટ મિક્સ થઈને મલ્ટિગ્રેન રોટલીને ખુબ જ વધારે પૌષ્ટિક બનાવે છે. આમ આ મલ્ટી ગ્રેન રોટલી અનેક રીતે ગર્ભવતી મહિલાને પોષણ આપવાનું કામ કરે છે. તેમજ તેનાથી ડિલીવરી સમયે પણ માતાને શક્તિ અને એનર્જી મળે છે. તેમજ ડિલીવરી પછી માતાને રીકવરી આવવામાં પણ મદદ મળે છે. આમ આ રોટલી મલ્ટીગ્રેન રૂપે માતાને અને બાળકને પોષણ આપવાનું કામ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment