મિત્રો જે પણ લોકો પોતાના વજન વધારાથી પરેશાન છે તેઓ અનેક ઉપાયો કરીને પોતાનું વજન ઓછું કરવા માંગે છે. આ માટે તેઓ અનેક ભોજન ઓછું લેવાથી લઈને કસરત અનેક ઉપાયો કરે છે. પરંતુ જો તમે ખરેખર પોતાના વજનને ઓછું કરવા માંગો છો, તેમજ એકદમ સ્લીમ દેખાવા માંગતા હો, તો તમારે અહીં આપેલ આ 5 પ્રકારના પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ.
શું તમે વજન વધારાથી પરેશાન છો ? અને ઘણા ઉપાયો કરવા છતાં પણ તમારું વજન ઓછું નથી થઈ રહ્યું. તો તેવામાં તમે થોડા વેટ લોસ ડ્રીંક્સનું સેવન કરી શકો છો. તેનાથી તમારું વજન ઓછું થવાની સાથે તમારા શરીરને બીજા અનેક ફાયદાઓ પણ થશે. જાણકારી મુજબ આ વેટ લોસ ડ્રીન્કસમાં ઘણા પોષક તત્વો હોય છે. જે તમારા શરીરને થોડા જ મહિનામાં એક વ્યવસ્થિત શેપ આપે છે. ચાલો તો આ વેટ લોસ ડ્રીંક્સના ફાયદાઓ વિશે જાણી લઈએ.
વેટ લોસ ડ્રીંક્સના ફાયદાઓ : વેટ લોસ માટે ઘણા પ્રકારના ડ્રીંક્સ રહેલા છે. જેના સેવનથી તમે વેટ લોસ કરવામાં મદદ મળે છે. વેટ લોસ ડ્રીંક્સના ઘણા ફાયદાઓ છે. તેમાંથી થોડા ફાયદાઓ એ છે કે, તેનાથી ગેસ, અપચો, પાચન, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. સાથે જ આ તમારા શરીરને વ્યવસ્થિત શેપ આપીને ફિટનેસને પણ બરાબર કરે છે. આ જ કારણ છે કે, જે લોકો આ વેટ લોસ ડ્રીંક્સ વિશે જાણે છે તેઓ તેનું સતત સેવન કરે છે. ચાલો તો આ વિવિધ વેટ લોસ ડ્રીન્કસ વિશે જાણી લઈએ.
વેટ લોસ ડ્રીંક 1 – વેટ લોસ ડ્રીંકમાં આપણે પહેલા વાત કરીશું મેથીના પાણીની. તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય અને શરીર બંને માટે મેથી ફાયદાકારક છે. તેવામાં ફાઈબરથી ભરપુર મેથીના દાણા વેટ લોસ માટે અસરકારક છે. મેથીમાં એમિનો એસિડ પણ રહેલ છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરીને શરીરને ફીટ રાખે છે. મેથીનું પાણી બનવવા માટે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી મિક્સ કરીને રાત્રે પલાળી દો. બીજા દિવસે ગાળીને તેનું સેવન કરો. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
વેટ લોસ ડ્રીંક 2 – બીજું ડ્રીંક છે વરીયાળીનું પાણી. આ પાણીમાં ભરપુર માત્રામાં ફાઈબર રહેલ છે. જેનાથી આપણું પેટ અને પાચન શક્તિ બંને સારા રહે છે. આ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલને વધારે છે. જેનાથી હૃદય હેલ્દી રહે છે. તેના સેવનથી ગેસ અને એસીડીટીની સમસ્યા નથી થતી અને ખાલી પેટ તેને પીવાથી તમારા શરીરમાં ઇન્સુલીનનું સ્તર પણ નિયંત્રિત રહે છે. આ વેટ લોસ ડ્રીન્કસને પણ તમે મેથીના પાણીની જેમ સવારે પી શકો છો. તેનાથી ઘણો ફાયદો થાય છે.
વેટ લોસ ડ્રીંક 3 – વેટ લોસમાં લીંબુનું પાણી પણ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તે શરીરમાં મેટાબોલીઝ્મને વધારે છે જેનાથી ઝડપથી વજન ઓછો થાય છે. તેમાં કેલેરી ઓછી અને વિટામીન સી વધુ રહેલ છે. જેનાથી તમારી ઇમ્યુનિટી મજબુત બને છે અને તમને શરદી ઉધરસમાં રાહત મળે છે. જલ્દી અને અસરકારક માટે તમે તેને ગરમ પાણીમાં નાખીને સેવન કરો.
વેટ લોસ ડ્રીંક 4 – એક્સપર્ટનું કહેવું છે કે, સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવામાં આવે તો તેનાથી તમને ખુબ જ રાહત મળે છે. થોડા દિવસોમાં તમારું વજન ઓછું થઈ જશે. તેનાથી તમારું બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેને બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખો અને તેને આખી રાત પલાળી રાખો. તેને સવારે ગાળીને સેવન કરો. તમને ઘણો ફાયદો થાય છે.
વેટ લોસ ડ્રીંક 5 – પાંચમું ડ્રીંક છે અજમાનું પાણી. અજમાના પાણીમાં પ્રોટીન, ફેટ, ખનીજ પદાર્થ, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો રહેલા છે. જેનાથી તમારું શરીર ફીટ રહે છે. તેમાં કેલ્શિયમ, થાયમીન, રાઈબોફ્લેવીન, ફોસ્ફરસ, આયરન અને નીયાસીન પણ રહેલ છે. જેનાથી તમારા શરીરને ઘણો ફાયદો થાય છે. તેને તૈયાર કરવું પણ સરળ છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો નાખો અને પછી તેને પલાળી રાખો. સવારે તેને ગાળીને સેવન કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી