મિત્રો જયારે પણ તમારા આંખની આસપાસ કાળા સર્કલ દેખાવા લાગે છે ત્યારે તમે ખુબ જ ચિંતા કરવા લાગો છો. જો કે સુંદર દેખાવું દરેકને ગમતું હોય છે. આથી આપણે આપણા શરીરની સુંદરતા વધારવા માટે અનેક ઉપાયો કરતા હોઈએ છીએ. પણ જયારે કોઈ કારણસર આંખની આસપાસ કાળા કુંડાળા થઈ જાય છે ત્યારે તેને કરવા માટે તમે કેટલાક કુદરતી ઉપાયો અપનાવી શકો છો. જેનાથી તમને કોઈ નુકશાન પણ નથી થતું.
જો તમે સારી લાઈફસ્ટાઈલ, સારી ડાયટ અને સરખી નિંદર કરો તો આંખોની નીચેના ડાર્ક સર્કલ્સથી છુટકારો મેળવી શકાય છે. ઘણી વખત આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા જીનેટિક અથવા એજિંગના કારણે પણ હોય છે. તે સિવાય સૂર્યના કિરણોમાંથી નીકળતા યુવી કિરણો પણ કોમળ ત્વચાને ડેમેજ કરવાનું કારણ બને છે. તેવામાં તમને ડોક્ટરની સલાહથી ફાયદો મળી શકે છે.
આંખોની નીચે ડાર્ક સર્કલ થવા એ સામાન્ય રીતે થાક અને સરખી ઊંઘ ન લેવાથી થતાં હોય તેમ માનવામાં આવે છે. ડાર્ક સર્કલ કોઈ પણ ઉંમરે અને ઘણા કારણોથી થઈ શકે છે. ઘણા લોકોને હેલ્થ કન્ડિશન અને ન્યૂટ્રીશનની ઉણપને કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. તેવામાં જો તમે સારી લાઈફસ્ટાઈલ, સારી ડાયટ અને સરખી નિંદર કરો તો આંખોની નીચેના ડાર્ક સર્કલ્સથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો જાણીએ કે ક્યાં કારણોને લીધે આંખની નીચે ડાર્ક સર્કલ જોવા મળે છે.
થાક અને સરખી ઊંઘ ન લેવી : જયારે તમે પોતાના શરીરને પુરતો આરામ નથી, આપતા ત્યારે તમારી આંખ પર તેની અસર જોવા મળે છે. પરિણામે આંખની આસપાસ કાળા ડાર્ક સર્કલ થવા લાગે છે. જો રાત્રે સરખી નિંદર ન કરવામાં આવે અથવા તો ઘણા દિવસોથી કંઈક વધારે જ કામ કરવામાં આવતું હોય અને તેના કારણે થાક રહેતો હોય તો તેના કારણે ડાર્ક સર્કલ પડી શકે છે.
એનીમિયા : જયારે તમારા શરીરમાં લોહીની કમી હોય ત્યારે પણ તમને આ ડાર્ક સર્કલની સમસ્યા થઈ શકે છે. શરીરમાં આયરનની ઉણપને કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. તે એનીમિયાનું પહેલું લક્ષણ ગણવામાં આવે છે. આયરનની ઉણપથી શરીરમાં ઓક્સિજનની ઉણપ થઈ શકે છે અને તેના કારણે ડાર્ક સર્કલ થઈ શકે છે.
એલર્જી : જો તમને કોઈ પ્રકારની એલર્જી છે તો પણ તમને ડાર્ક સર્કલ થઈ શકે છે. આથી આ વિશે પણ તમારે કાળજી રાખવી જરૂરી છે. ઘણી વખત આંખમાં ધૂળ જવાથી અથવા કોઈ પ્રકારની એલર્જીને કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. વાસ્તવમાં આંખમાં વારંવાર ખંજવાળ આવવાથી આપણે આંખની નીચેની સ્કિનને પણ નુકશાન પહોંચાડી છીએ.
ન્યૂટ્રીશનમાં ઉણપ : જ્યારે શરીરમાં ન્યૂટ્રીશનની ઉણપ આયરન, વિટામિન એ, સી, કે અને ઇ વગેરેની ઉણપને કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. આથી તમારે પૂરતા પ્રમાણમાં વિટામીન અને અન્ય પોષક તત્વોનું સેવન કરવું જોઈએ.
સ્મોકીંગ અને ડ્રિન્કિંગ : જો તમારામાં કોઈ વ્યસન છે તો પણ તમને ડાર્ક સર્કલની સમસ્યા થઈ શકે છે. સ્મોકીંગ અને ડ્રિન્કિંગની આદતને કારણે પણ શરીરમાં પાણીની ઉણપ થાય છે અને ડિહાઈડ્રેશનને કારણે ડાર્ક સર્કલ થવા લાગે છે.
યુવી કિરણો : સૂર્યના અતિશય તાપને કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. જો તમે વધારે તડકામાં રહેતા હોય તો સ્કીન પર પિગ્મેંટેશન થાય છે અને આંખની આસપાસ ડાર્ક સર્કલ બનવા લાગે છે.
હોર્મોન્સમાં બદલાવ : જયારે તમારા શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે ત્યારે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. હાર્મોનલ બદલાવના કારણે સ્કીન અને શરીરમાં ઘણા બદલાવ આવે છે તેમાંથી એક છે ડાર્ક સર્કલની સમસ્યા. પ્રેગ્નેન્સી ટેસ્ટથી લઈને હાર્મોનલ ટેસ્ટ સુધી ઘણું બધુ કરી શકાય છે. ઘણી વખત ડાર્ક બ્રાઉન રંગના ડાર્ક સર્કલની સમસ્યા તેના લીધે થતી જોવા મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી