આ જગ્યાએ કરો તમારા પૈસાનું રોકાણ, બેંક કરતા પણ મળશે વધુ નફો અને વળતર…. જાણો રોકાણ કરવાની જબરદસ્ત ટીપ્સ…

ઘણી બધી કંપની એફડી(FD) ઉપર બેંકથી વધુ વળતર આપી રહી છે. કંપની એફડીમાં પૈસા લગાવતા પહેલા રેટિંગ ઉપર જરૂરથી ધ્યાન આપવું જોઈએ અહીં વધુમાં વધુ 7.48 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. અને બેંક વધુમાં વધુ 5.5 ટકા સુધી વળતર આપી રહી છે.

કોરોના નવા વેરિઅંટના કારણે દેશની અર્થવ્યવસ્થાને લઈને ફરીથી આશંકા વધવા લાગી છે અને તેની અસર આપણી જમા પૂંજી ઉપર મળતા વ્યાજ ઉપર પણ પડવાની છે. માત્ર પ્રાઇવેટ બેંક જ નહીં પરંતુ સરકારી બેંક પણ વધુમાં વધુ 5.5  ટકા સુધી વ્યાજ આપી રહ્યું છે. તેવામાં લોકો આર્થિક સુરક્ષા માટે રોકાણના એવા વિકલ્પ શોધી રહ્યા છે. જ્યાં વધુ વળતર મળી રહ્યું હોય.

જે લોકો ઓછા જોખમની સાથે સુરક્ષિત વળતરમાં ઈચ્છે છે તે બેંક અને પોસ્ટ ઓફિસમાં શિક્ષિત ડિપોઝિટમાં પૈસા લગાવે છે. પરંતુ અહીં વ્યાજના દર ખુબ જ ઓછા છે. અને એવી પરિસ્થિતિમાં વધુ વ્યક્તિઓ કંપનીમાં એફડીમાં રૂપિયા લગાવી રહ્યા છે. જ્યાં વધુમાં વધુ 7.48 ટકા વ્યાજ મળી રહ્યુ છે. આ સમયે ઘણા હાઉસિંગ ફાઇનાન્સ કંપની એફડી ઉપર 5.75 થી લઈને 7.48 ટકા સુધી વ્યાજ આપી રહી છે.

ગેરંટી સાથે ડિપોઝિટની મુદત પસંદ કરવાની સ્વતંત્રતા : બેંકબજાર ડોટ કોમ અનુસાર કંપની અથવા કોર્પોરેટ એફડી બેંક એફડીની જેમ જ ટર્મ ડિપોઝિટ યોજનાઓ છે. ટોપ રેટિંગ કંપની એફડી વીમાકૃત વળતર અને ડિપોઝિટ પીરિયડ પસંદ કરવા માટે ફ્લેક્સિબલ વિકલ્પો આપે છે. તેમના સૌથી મોટા આકર્ષણને બેંકના દરો કરતાં વધુ વ્યાજ મેળવવાનો છે. કંપનીની એફડી સમય 12 મહિનાથી 120 મહિના સુધી હોય શકે છે.

રૂપિયા લગાવતા પહેલા જરૂર જુઓ રેટિંગ : કંપની એચડીમાં રૂપિયા લગાવતા પહેલા રોકાણકારોએ રેટિંગ ઉપર જરૂરથી ધ્યાન આપવું જોઈએ ઘણી વખત ઓછા રેટિંગની કંપની ઉપર વધુ વ્યાજ આપે છે. પરંતુ તેમાં જોખમ હોય શકે છે. રોકાણકારોએ કંપની એફડીમાં રોકાણ કરતી વખતે AAA, AA અને AA+ રેટિંગ્સ જોયા પછી જ પસંદગી કરવી જોઈએ.  CRISIL, ICRA, CARE (CARE) જેવી રેટિંગ એજન્સીઓ જ આ FD ને રેટિંગ  કરે છે.

સિનિયર સિટીઝનને વધુ વ્યાજ : બેન્કબજાર ડોટ કોમ અનુસાર દરેક કંપની સિનિયર સિટીઝન માટે એફડી ઉપર 0.25 ટકા વધુ વ્યાજ આપે છે. શ્રીરામ સિટી યુનિયન અને શ્રીરામ ટ્રાન્સપોર્ટ સિનિયર સિટીઝન એ જમા કર્તાઓને 0.40 ટકા વધુ વ્યાજ આપે છે. સુંદરમ હોમ ફાઇનાન્સ અને સુંદરમ ફાઇનાન્સ કંપની ઉપર તેમને 0.50 ટકા વધુ વ્યાજ મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment