કોરોના વાયરસની બીજી લહેરથી પોતાને સુરક્ષિત રાખવા માટે આજકાલ લાખો લોકો પોતાની ઈમ્યુનિટી વધારવા પર ભાર આપી રહ્યા છે. કારણ કે હાલની પરિસ્થિતિ જોતા દરેક નાગરિકને વેક્સીનનો ડોઝ જલ્દી મળવો સંભવ નથી. આથી જ સરકારનો આયુષ મંત્રાલય પણ લોકોને ઈમ્યુન સિસ્ટમ વધારાવા માટેના આયુર્વેદિક ઉપાયો જણાવી રહ્યા છે. આયુષ 64 પછી હવે FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા તરફથી પણ ઈમ્યુન સિસ્ટમને મજબુત કરવા માટે લોકોને એક ડાયટ જણાવી રહી છે.
FSSAI એ જણાવ્યું છે કે, આપણે કોવિડથી બચવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે પોતાની ડાયટમાં ફૂડ આઈટમને સામેલ કરવી જોઈએ. FSSAI અનુસાર જો આપણે આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માંગતા હો તો આપણે પ્રોટીન અને ફાઈબર યુક્ત સોયાબીન અને તેનાથી બનેલ ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ. FSSAI એ સોયાને ડાયટમાં સામેલ કરવા પાછળના ઘણા કારણો જણાવ્યા છે. જેના દ્વારા આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ.
Here is why, you should include
Soy foods in your daily diet!#SoyStrong #SoyMonth@EatRightIndia
@righttoprotein@PIB_India @MIB_India @MoHFW_INDIA @mygovindia pic.twitter.com/qB1zfBqWAG— FSSAI (@fssaiindia) April 21, 2021
સોયામાં મળતા જરૂરી પોષક તત્વ : સોયામાં એ બધા જ પોષક તત્વ મળી આવે છે જેની આપણા શરીરને આવશ્યકતા હોય છે. તેમાં મિનરલ્સ અને ફાઈટ એસ્ટ્રોજન સહિત ફાઈબર અને પ્રોટીન પણ મળે છે. આ સિવાય તેમાં ઓમેગા 3 ફેટી એસિડ અને લેક્ટોઝનો પણ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે. સોયા ગ્લુટન-ફ્રી ડાયટમાં પણ આવે છે અને સાથે જ તેમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા પણ બહુ ઓછી હોય છે. તો ચાલો જાણીએ સોયાને ડાયટમાં કેવી રીતે શામિલ કરવા.
બ્લડ શુગર : સોયાબીન ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝની રોકથામ કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલ અનસેચ્યુરેટેડ ફેટ્સ બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં હાર્ટ સંબંધીનું જોખમ ઓછું રહે છે. સોયામાં મળતા ઓમેગા 3 ફેટી એસિડ હૃદય રોગથી બચાવે છે.
પોતાના આહારમાં ઓમેગા 3 ફેટી એસિડ યુક્ત ફૂડને સામેલ કરવાથી તમારું રક્તચાપનું સ્તર એટલે કે બ્લડ શુગરનું લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ સિવાય તેનાથી આંખની રોશની અને લીવર પણ હેલ્દી રહે છે.
ચરબી ઘટાડવા : સોયાથી બનેલ ફૂડ વાનગીમાં મળતું ફાઈબરથી પણ આપણને ઘણા ફાયદા થાય છે. તે માત્ર આપણને પોષક તત્વ આપે છે સાથે જ બવાસીર અને કોલન સંબંધી ઘણી બીમારીઓથી પણ રક્ષા કરે છે. સાથે તે ચરબી ઓછી કરવામાં પણ મદદ કરે છે. કારણ કે તેમાં ફાઈબર વાળો આહાર લેવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી તમારા શરીરમાં વધુ પડતી કેલેરી નથી જતી. સોયા સિવાય તેમા ફાઈબરને દાળ, બ્રોકલી, દાડમ, બીન્સ અને મટર દ્વારા પણ મેળવી શકો છો.
હાડકા : સોયાબીન હાડકાઓને મજબુત કરવા માટે ખુબ જ જરૂરી છે. મોટાભાગની મહિલાઓ કમર અને ગોઠણના દુઃખાવાની ફરિયાદ કરતી હોય છે, તેવામાં સોયાને ડાયટમાં સામેલ કરવાથી આ સમસ્યા દુર થઈ શકે છે. સોયાબીનમાં વિટામીન, મિનરલ, સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા પોષક તત્વ હોય છે, આથી તે હાડકાઓને મજબુત બનાવવામાં મદદ કરે છે.
સોયાથી બનેલ વસ્તુઓ : FSSAI એ સોયાબીન, સોયા મિલ્ક, સોયાનો લોટ, સોયા નટ્સ, સોયા દાળ, અને ટોફુ જેવી વસ્તુઓને પોતાના ડાયટમાં સામેલ કરવાની સલાહ આપી છે. આમ તમે સોયાબીનને પોતાના ડાયટમાં સામેલ કરીને પોતાની ઇમ્યુનિટી વધારી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી