દેશની સૌથી મોટી લેણદાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ કોરોના વાયરસના વધતા જતા પ્રવાહને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં એક મહત્વના કામ માટે બ્રાંચ પર જવાની જરૂર નહિ રહે.
SBI એ મહત્વના નિર્ણયમાં ગ્રાહકોને તેમના બચત ખાતાને એક શાખામાંથી બીજી શાખામાં ઓનલાઇન ટ્રાન્સફર કરવું હોય તો કરી શકે તેવી સુવિધા આપી છે. સરળ ભાષામાં કહીએ તો તમારું બચત ખાતું ટ્રાન્સફર કરવા બ્રાંચમાં જવાની જરૂર નથી. તમે YONO SBI, YONO Lite અને બેંકની ઓફિશિયલ વેબસાઈટની મદદથી ઘરે બેઠા કોઈ પણ બ્રાંચમાં તમારું ખાતું ટ્રાન્સફર કરી શકો છો.બચત ખાતાને બીજી બ્રાંચમાં ટ્રાન્સફર કરવા આટલું કરો : SBI ની એકમાત્ર વેબસાઈટ WWW.ONLINESBI.COM પર લોગીન કરો.તમારા નામ અને પાસવર્ડ સાથે બેન્કિંગનો વિકલ્પ પસંદ કરો. ટોપ મેનુ પર ઈ-સર્વિસ પર જાવ અને ટ્રાન્સફર ઓફ સેવિંગ એકાઉન્ટ પર ક્લિક કરો. ત્યારબાદ જે ખાતાને ટ્રાન્સફર કરવા ઈચ્છો છો તે પસંદ કરો.
તમારી પાસે જો માત્ર એક જ બેંક એકાઉન્ટ હોય અને તે તમારી કસ્ટમર ઇન્ફર્મેશન ફાઈલ (સીઆઈએફ) માં છે, તો તે આપમેળે પસંદ કરી લેશે. હવે તમારે બ્રાંચ કોડ નાખવાનો રહેશે, જેમાં તમે ખાતાને ટ્રાન્સફર કરવા માંગો છો. ત્યારબાદ નિયમો અને શરતો વાંચો અને સબમિટ પર ક્લિક કરોતમારા એકાઉન્ટના ટ્રાન્સફરની બધી જ ડિટેલ હાલના બ્રાંચ કોડ અને નવા બ્રાંચ કોડ સાથે મેચ કરો. ત્યાર બાદ કન્ફર્મ પર ક્લિક કરો. તમારા દ્વારા કન્ફર્મ કર્યા બાદ તરત જ તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. OTP નાખીને ચોક્કસ ખાતરી કરો. હવે તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે,જેમાં લખેલ હશે કે બ્રાંચ ટ્રાન્સફરની વિનંતી સફળતાપૂર્વક રજીસ્ટર થઈ ગઈ છે.
ગ્રાહકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ઓનલાઈન પ્રક્રિયા ત્યારે જ થાય છે, જ્યારે તમારો મોબાઈલ નંબર બેંક સાથે લિંક હોય.વેબસાઈટ સિવાય YONO SBI, YONO Lite એપ્લીકેશનનો ઉપયોગ કરીને પણ ખાતું ટ્રાન્સફર કરી શકાય છે.
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી