રાશિઓ અનુસાર કેવો રહેશે બુધવારનો દિવસ, જાણો બુધદેવ તમારી રાશી પર કેવો પ્રભાવ પાડશે.

મિત્રો આપણા ભારતીય શાસ્ત્રો અને સમાજમાં આદિકાળથી રાશિઓનું એક અનેરું મહત્વ છે. જેમાં અલગ અલગ પ્રકારે ઘણી વિશેષતા અને તેના ફાયદાઓ હોય છે. તો તેવી જ રીતે આજે અમે તમને જણાવશું રાશિ અનુસાર જાતક માટે બુધવારનો દિવસ કેવો હોય છે ? બધી જ રાશિઓના જાતક માટે અલગ અલગ દિવસ અનુસાર લાભ થતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેમાં બુધવારનો દિવસ દરેક રાશિના જાતક માટે કેવો હોય છે તેના વિશે અમે તમને જણાવશું. તો ચાલો જાણીએ, તમારી અનુસાર જુવો કે બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે.

મેષ રાશિ : મેષ રાશિના જાતકોએ બુધવારના દિવસે હંમેશા વાદ અને વિવાદોથી બચીને રહેવું જોઈએ. બને ત્યાં સુધીબુધવારના દિવસે  વિવાદોથી દુર રહેવું જોઈએ. ત્યાર પોતાની સેહ્દનો ખ્યાલ રાખવો જોઈએ. ત્યાર બાદ કોઈ કામ કે કોઈ જગ્યા પર જવા નીકળો ત્યારે સવારે વરીયાળી ખાઈને ઘરની બહાર નીકળવું જોઈએ.  વૃષભ રાશિ : બુધવારના દિવસે નાની કોઈ યાત્રાનો યોગ બની રહ્યો છે. બુધવારના દિવસ તમારી બધી જ સમસ્યા દુર થશે. ત્યાર બાદ આ દિવસે આર્થિક લાભ પણ થશે. ટૂંકમાં આ રાશિના જાતકો માટે બુધવારનો દિવસ શુભ અને મંગલમય રહેશે.

મિથુન રાશિ : આ રાશિના જાતકોને તેના પરિવાર તરફથી ખુબ જ સહયોગ મળશે. તેની સાથે સાથે જીવનસાથીની ઉન્નતી પણ થશે, પરંતુ આ બધું જ મળતા સાથે સાથે ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે.

કર્ક રાશિ : બુધવારના દિવસે આ રાશિના જાતકોની પણ દરેક સમસ્યા પૂરી થશે, જે વિષયમાં તેવો કામ કરતા હશે તે કાર્યને લઈને કરિયરમાં સફળતા પણ મળશે. ત્યાર બાદ નવું કામ પણ તમે કરી શકશો.

સિંહ રાશિ : આ રાશિના જાતકોએ પોતાની સેહદનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. અને બુધવારના દિવસે ખાસ તો દરેક પ્રકારના વિવાદથી દુર રહેવું જોઈએ. પરંતુ તેના પહેલા વધારે ધ્યાન આ રાશિના જાતકોએ વાણી પર આપવું જોઈએ. આ રાશિના જાતકોએ પોતાની વાણી પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ. કન્યા રાશિ : આ રાશિના જાતકો માટે નવી નોકરીનો યોગ બની રહ્યો છે. બુધવારના દિવસે સંબંધોની મુશ્કેલીઓ દુર થશે, પરંતુ આ રાશિના જાતકો જો ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરતા હોય તો તેમાં પણ સુધારો આવશે એટલે કે ધનની સ્થિતિમાં ઘણો સુધારો આવશે.

તુલા રાશિ : આ રાશિના જાતકોને બુધવારના દિવસે રોજગારમાં લાભ થશે. તેના વ્યક્તિત્વ સાથે પદ અને પ્રતિષ્ઠામાં પણ ઘણા લાભો થશે. તેની સાથે સાથે ધનલાભના યોગ થવાની પણ સંભાવના છે.

વૃશ્વિક રાશિ : બુધવારના દિવસે આ રાશિના જાતકોને ખુબ જ માન અને સમ્માન મળશે. સાથે સાથે ધન લાભ થવાના યોગ પણ હોય છે. પરંતુ ખાસ કે બુધવારના દિવસે મહેમાનનું આગમન પણ થશે.

ધન રાશિ : આ રાશિના જાતકોએ સૌથી પહેલા તો બુધવારના દિવસે દરેક પ્રકારની દુર્ઘટનાથી બચીને રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ સાથે વાદ અથવા વિવાદમાં બને ત્યાં સુધી ન પડવું. પરંતુ આ જાતકોએ ભગવાન શિવજીને જળ અર્પિત કરવું જોઈએ. મકર રાશિ : આ રાશિના જાતકો પર બુધવારના દિવસે કામનો ભાર અને કામનું દબાણ ખુબ જ વધશે. પરંતુ ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. જે માન અને સમ્માન પણ આપવશે.

કુંભ રાશિ : આ રાશિના જાતકો માટે જે કામ અટકી ગયું હશે તે બુધવારના દિવસે પૂરું થઇ જશે,ભવિષ્યમાં પણ કરિયરમાં મોટી સફળતા મળશે. પરંતુ આ જાતકોએ પોતાની સેહદનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મીન રાશિ : આ રાશિના જાતકો માટે બુધવારના દિવસે સેહદ સામાન્ય રહેશે. સાથે માન અને સમ્માનમાં પણ વધારો થશે, પરંતુ બુધવારના દિવસે મહત્વના કામ નીપટાવી લેવા જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment