મહિલાઓ માટે આનું સેવન છે એનર્જીનો પાવર હાઉસ, હાડકા, તણાવ, લોહીની ઉણપ, યૌન સંબંધો જેવી 9 બીમારીઓ કરી દેશે ગાયબ…

સામાન્ય રીતે મહિલાઓ અનેક જવાબદારી વચ્ચે પોતાની લાઈફ જીવતી હોય છે. આથી આ રૂપે તેણે શારીરિક અને માનસિક બંને રીતે ફીટ રહેવું ખુબ જ જરૂરી હોય છે. આમ મહિલાઓને પોતાને માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે અમુક ખાસ વસ્તુઓનું સેવન જરૂર કરવું જોઈએ.

શિલાજીતનું સેવન કરવું ઘણું ફાયદાકારક છે. મહિલાઓ ઘર અને ઓફિસની બંનેની જવાબદારી રાખતી હોય છે. આથી કામના વધુ ભારને કારણે મહિલાઓને તણાવ, અનિયમિત માસિક, થાક, એનીમિયા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહિ આ બધાની અસર મહિલાઓના યૌન સંબંધ પર પણ પડે છે. આથી આ સમયે શિલાજીતનું સેવન સારું માનવામાં આવે છે.

મહિલાઓ માટે શિલાજીતના ફાયદાઓ : શિલાજીતની અંદર કેલ્શિયમ, ઝીંક, આયરન, અને મેગ્નેશિયમ સહિત ઘણા પોષક તત્વો રહેલા છે. આ બધા જ તત્વો મહિલાઓ માટે ખુબ જ જરૂરી છે. આથી જ મહિલાઓને તેનું સેવન જરૂર કરવું જોઈએ. જો કે પુરુષો શિલાજીતનું સેવન વધુ કરે છે પરંતુ મહિલાઓએ પણ તેનું સેવન કરવું જોઈએ. શિલાજીત કાળા-ભૂરા રંગની હોય છે. તે ચીકાશ વાળી હોય છે. તે સ્વાદમાં કડવી, અને તુરી હોય છે. તેની તાસીર ગરમ હોય છે. તેમાં 80 કરતા પણ વધુ પોષક તત્વો રહેલા છે.

સ્વસ્થ યૌન સ્વાસ્થ્ય માટે શીલાજીત : તણાવ, ચિંતા, થાક અને ડીપ્રેશનને કારણે મહિલાઓને યૌન સંબંધ બનાવવાની ઈચ્છા ઓછી થતી હોય છે. આથી યૌન સંબંધ બનાવવાની ઈચ્છા સક્રિય કરવા માટે શિલાજીતનું સેવન સારું છે. વાસ્તવમાં શિલાજીત ખાવાથી ઇન્ટીમેન્ટ પાવર વધે છે, જો કે પુરુષ તેનું વધુ સેવન કરે છે, પણ મહિલાઓ પણ તેનું સેવન સરળતાથી કરી શકે છે. તેનાથી મહિલાઓમાં ઓવુંલેશનમાં સુધાર આવે છે. તે સ્ટ્રેસને ઓછું કરે છે.

હાડકા :  40 વર્ષની ઉંમર પછી મહિલાઓના હાડકામાં દુખાવો થવા લાગે છે. પુરુષ કરતા મહિલાઓને સંધિવા વધુ થાય છે. આથી મહિલાઓએ શિલાજીતનું સેવન કરવું જોઈએ. તેમાં એન્ટીઓક્સીડેંટ હોય છે, જે ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે આ સમસ્યાથી છુટકારો અપાવે છે. તેમજ તેમાં કેલ્શિયમ હોવાથી તે હાડકાઓને મજબુત કરે છે.

અનિયમિત માસિક : આજે મહિલાઓમાં અનિયમિત માસિકની સમસ્યા ખુબ જ ગંભીર બની ગઈ છે. મોટાભાગે મહિલાઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે. તેમજ તેની અસર મહિલાઓની પ્રજનન ક્ષમતા પર પડે છે. આથી શિલાજીતનું સેવન કરવું ફાયદાકારક છે. તેનાથી માસિક નિયમિત થઈ જાય છે અને ગર્ભધારણમાં સરળતા રહે છે.

તણાવ : આજે મોટાભાગની મહિલાઓ તણાવ, ચિંતા, થાક અને ડીપ્રેશનથી પીડિત હોય છે. શીલાજીતના સેવનથી આ બધી જ સમસ્યાઓ દુર કરવામાં મદદ મળે છે. તે મનને શાંત કરે છે, તણાવ ઓછો ક્રરે છે. તેમજ અનિંદ્રાની સમસ્યા પણ દુર કરે છે. શિલાજીત સ્ટ્રેસ હોર્મોનને રોકે છે અને હેપ્પી હોર્મોન રિલીજ કરે છે. તેનું સેવન કરવાથી રાત્રે નિંદર પણ સારી આવે છે.

યાદશક્તિ : અક્સર મહિલાઓ કોઈ પણ વસ્તુ ગમે ત્યાર ભૂલી જતી હોય છે. તે યાદશક્તિની કમી અને તણાવને કારણે થાય છે. આથી શીલાજીતનું સેવન યાદશક્તિમાં વધારો કરવાનું કામ કરે છે. તેનાથી યાદશક્તિ વધે છે અને તણાવ ઓછો થાય છે.

મહિલાઓની ઉર્જા : જો તમે વારંવાર થાક અને નબળાઈનો અનુભવ કરી રહ્યા છો તો શિલાજીતનું સેવન કરી શકો છો. તેમાં માઈટોકોન્ડીયા હોય છે, જે એનર્જીનો પાવરહાઉસ માનવામાં આવે છે. તે મહિલાઓમાં એનર્જી વધારે છે. રાત્રે સુતા પહેલા શિલાજીત ખાવાથી મહિલાઓ વધુ ઉર્જાવાન, એક્ટીવ એનર્જીક અનુભવે છે.

કેન્સર સેલ્સ : જો તમે શીલાજીતનું સેવન કરો છો તો તમને કેન્સર થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. તે કેન્સર સેલ્સને રોકે છે. તેમાં એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે જે ફ્રી રેડિકલ્સ ઓછા કરવાનું કામ કરે છે.

શુગર લેવલ : શિલાજીત તમને તણાવ મુક્ત કરવાની સાથે ડાયાબિટીસથી પણ છુટકારો અપાવે છે. શિલાજીત બ્લડમાં ગ્લુકોઝના લેવલને ઓછું કરવાનું કામ કરે છે. આથી જ શિલાજીત ડાયાબિટીસના દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે. પણ હાઈ બ્લડ શુગર થવા પર ડોક્ટરની સલાહ જરૂર લો. આમ શિલાજીત બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

લોહીની ઉણપ : એનીમિયા એટલે કે શરીરમાં આયરન કે લોહીની કમી. મોટાભાગની મહિલાઓને એક સમય પછી એનીમિયાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાં શરીરમાં લોહીની કમી થઈ જાય છે. જેનાથી અનેક સમસ્યાઓ મહિલાઓને થાય છે. પણ આ સમયે શિલાજીત ખાવાનું ખુબ સારું છે. તેનાથી એનીમિયાથી પીડિત મહિલાના સ્વાસ્થ્યમાં ઘણો લાભ થાય છે. તે હિમોગ્લોબીન લેવલ અને રેડ બ્લડ સેલ્સમાં વધારો કરે છે.

શીલાજીતનું સેવન કરી રીતે કરવું ? : શીલાજીતનું સેવન કરીને મહિલાઓ પોતાની શારીરિક અને માનસિક સમસ્યાઓ દુર કરી શકે છે. શીલાજીતનું સેવન લીક્વીડ, પાવડર અથવા કેપ્સુલના રૂપમાં કરી શકાય છે. શીલાજીતને દૂધ સાથે સેવન કરવું ખુબ જ સારું છે. તેનું સેવન રાત્રે કરવું વધુ લાભકારી છે. તમે ડોક્ટરની સલાહ અનુસાર શિલાજીત યોગ્ય માત્રામાં સેવન કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment