ભગવાન શિવને પ્રિય રુદ્રાક્ષનો છોડ ઘરે જ ઉગાડો આ સરળ રીતે. ફળની સાથે-સાથે આપશે સ્વાસ્થ્ય ફાયદા… જાણો કેટલા સમયમાં થઈ જશે મોટું…

રુદ્રાક્ષને ભગવાન શિવનો પ્રસાદ ગણવામાં આવે છે. માન્યતા એવી છે કે, આ દિવ્ય ફળ કહો કે દિવ્ય રત્ન ભગવાન શિવના આંસુઓમાંથી બનેલું છે. વિવિધ પ્રકારના રત્નોમાં રુદ્રાક્ષનું પોતાનું એક અલગ મહત્વ છે. રુદ્રાક્ષ એક એવી વસ્તુ છે જેનો પુરાણોથી લઈને ધાર્મિક અનુષ્ઠાન સુધી તેની ખુબ જ માન્યતા છે. રુદ્રાક્ષના અલગ અલગ પ્રકાર જોવા મળે છે અને તેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ઘણા લોકોને લાગે છે કે રુદ્રાક્ષ અને માત્ર બજારમાંથી જ ખરીદી શકાય છે, પરંતુ વિશ્વાસ કરો કે તમે તેને ઘરે પણ ઉગાડી શકો છો. આ એક છોડની જેમ ઉગે છે અને જો તમે તેનું સારી રીતે ધ્યાન રાખી લેશો તો તમારા આંગણામાં પણ રુદ્રાક્ષનું ઝાડ ઉગી શકે છે.

શું તમે જાણો છો કે રુદ્રાક્ષનું ફળ નીલા રંગના બહારના પડની સાથે થાય છે, ભગવાન શિવને પ્રિય માનવામાં આવતું રુદ્રાક્ષ તેને જોઈને ઘણા લોકોના મનને શાંતિ પણ મળે છે. તમે તેને હાર્ટીકલ્ચરની નજરથી જોઈ રહ્યા છો અથવા તો ધાર્મિક નજરથી જોઈ રહ્યા છો તો, રુદ્રાક્ષ તમને ખુબ જ પસંદ આવી શકે છે. એવામાં શું તમે જાણો છો કે તેને કેવી રીતે ઉગાડી શકાય છે ?

ક્યાં વધુ ઉગે છે રુદ્રાક્ષ ? : રુદ્રાક્ષ લગભગ વધારે હિમાલયની વાદીઓમાં ઉગે છે અને તમને જાણીને હેરાની થશે કે, તે દિલ્હીમાં કોઇ ફેમસ જગ્યામાં જોવા મળે છે. જેમ કે દિલ્હી યુનિવર્સિટી કેમ્પસ એરિયાની આસપાસ પરંતુ લોકો ઘરે રુદ્રાક્ષનો છોડ લગાવતા નથી.

કંઈ રીતે ઘરે રુદ્રાક્ષનો છોડ ઉગાડવો ? : હવે વાત કરીએ કે રુદ્રાક્ષનો છોડ ઘરે કેવી રીતે લગાવી શકાય અને તેની માટે જરૂરી વસ્તુ કંઈ હોવી જોઈએ ? રુદ્રાક્ષનું ઝાડ જો સારી રીતે મોટું થાય તો 60 થી 80 ફૂટ ઊંચું પણ થઈ શકે છે. તેથી કોશિશ કરો કે તેને તેવી જગ્યાએ ઉગાડો જ્યાં તેને વધવાની જગ્યા મળે. તેની લગભગ 35 પ્રજાતિઓ જોવા મળે છે અને તમે તેને કોઈ પણ નર્સરીમાંથી અથવા ઓનલાઈન ખરીદી શકો છો, તેને લગાડયા બાદ બેથી ત્રણ વર્ષની અંદર તેમાં ફળ આપવા લાગે છે. તૈયારીમાં જ ફળ આવી જશે તેવી આશા ન રાખો, કારણ કે તેની માટે થોડો સમય જરૂરથી લાગશે.

ઘરે લાવો રુદ્રાક્ષનો છોડ : બીજથી ઉગાડવાની જગ્યાએ તે સારું રહેશે કે, તમે નર્સરીમાંથી એક હેલ્ધી છોડ લઈને આવો, તેને તમે પ્રપોગેટ પણ કરી શકો છો, અને કોઈ હેલ્ધી છોડની સાથે ગ્રાફટિંગ પણ કરી શકો છો. ગ્રાફટિંગ માટે જે રીતે ગુલાબના છોડની કલમ કાપવામાં આવે છે, તે જ રીતે રુદ્રાક્ષના છોડને પણ કાપવામાં આવે છે ત્યારબાદ તેને માટીમાં લગાડવામાં આવે છે.

રુદ્રાક્ષનો છોડ લગાવવા માટે સારા કુંડાની પસંદગી : રુદ્રાક્ષનો છોડ લાવવા માટે જો તમે કુંડુ પસંદ કરો છો તો એવા કુંડાની પસંદગી કરો જે ઓછામાં ઓછું 18 થી 20 ઇંચ ઊંડો હોય અને 10 ઈંચ પહોળું હોય. તમને જણાવી દઈએ કે તે છોડમાંથી ઝાડ બની જાય છે અને તે ખુબ જ જલ્દી મોટું પણ થાય છે. તેથી તેને જમીન પર લગાવવું વધારે સારું રહેશે. જો તમે કુંડાની પસંદગી કરી રહ્યા છો તો મોટું જ કુંડુ સારું સાબિત થશે તમને એલિફન્ટ કન્ટેનર પસંદ કરવું જોઈએ કારણ કે આ છોડને સારી રીતે ડ્રેનેજની જરૂર હોય છે પ્લાસ્ટિક કન્ટેનર લેવું નહીં.

રૂદ્રાક્ષના છોડ માટે આવી રીતે રાખો માટી : જેમ કે અમે પહેલાં જણાવી ચૂક્યા છીએ કે આ છોડને સારી રીતે ડ્રેનેજની જરૂર હોય છે, તેથી માટીમાં સારા ડ્રેનેજ વાળી જ હોવી જોઈએ. તમારે તેમાં ખાતર પણ નાઇટ્રોજન અને અન્ય ન્યુટ્રીયન્ટથી ભરપુર નાખવા પડશે. માટી કોકોપીટ ખાતરનું મિક્સર બનાવો અને ત્યારબાદ તેમાં છોડ લગાવો. ગાર્ડનની માટી 60% ખાતર 30% અને કોકોપીટ 10% રાખો. તેમાં થોડા પથ્થર અને રેતી પણ ઉમેરો.

ક્યાં તાપમાનની જરૂર હોય છે ? : રુદ્રાક્ષનો છોડ વધારવા માટે ઠંડકની જરૂર હોય છે તેથી શિયાળામાં તેને લગાવવાનો યોગ્ય સમય હોઈ શકે છે. જો તમે એવી જગ્યાએ આ છોડને રાખો છો જ્યાં તાપમાન વધતું હોય છે તો આ છોડને શેડમાં મુકો, એટલે કે જો 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન હશે તો બપોરની સીધો તાપથી તેને બચાવો. બાકી શિયાળાના સમયે તેને સંપૂર્ણ તાપમાં રાખો જેથી તે આસાનીથી મોટું થઈ શકે, તેને લાઈટ અને હવા વાળી જગ્યામાં રાખો. પરંતુ તીવ્ર તાપ તેની માટે યોગ્ય નથી.

પાણી કેવી રીતે આપવું ? : તેને ગરમીના સમયે વધુ પાણીની જરૂર પડી શકે છે, અને શિયાળાના સમયમાં ઓછા પાણીની વરસાદના ઋતુમાં પણ તેને પાણી આપવાની જરૂર નથી. ધ્યાન રાખો કે તે પાણી તેના મૂળની પાસે વધુ સમય સુધી જમા ન રહે જેથી ડ્રેનેજનો યોગ્ય રીતે વ્યવસ્થા કરો.

કાપણી અને જાળવણી : એક વખત જ્યારે રુદ્રાક્ષ 8 ફૂટ સુધી આવી ગયું હોય ત્યારે તેની કાપણી ખુબ જ જરૂરી થઈ જાય છે. તેની કાપણી નવી ડાળીને ઉગવાનો મોકો આપે છે, તેની સાથે જ હોમમેડ ફર્ટિલાઇઝર આપતા રહેવું જોઈએ, ખાતર તેની માટે સારું ફર્ટિલાઇઝર સાબિત થઈ શકે છે. જ્યાં સુધી બીમારીની વાત છે. તો તેમાં વધુ પાણી નાખવાથી જ ખરાબ થવાની બીમારી લાગી શકે છે બાકી મોટેભાગે તે પેસ્ટની સમસ્યાથી દૂર રહે છે.

રુદ્રાક્ષનો છોડ 2 થી 3 વર્ષમાં ફળ આપવા લાયક થઈ જાય છે અને ત્યાં સુધી તે ખુબ જ લાંબો પણ થઈ ગયો હોય છે, રુદ્રાક્ષની ખૂબી એ છે કે એકવાર તે ફળ આપવા લાયક થઈ જાય ત્યારબાદ તે વર્ષમાં ઘણી વખત ફળ આપે છે. અને નીલા ફળ તેમાં દેખાવા લાગશે આ ફળની અંદર હોય છે રુદ્રાક્ષ, જેને સાફ કરીને સૂકવીને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment