દબાવો શરીરના આ 5 પોઈન્ટ અને ભગાવો ગેસ, પાચન અને પેટને લગતી તમામ સમસ્યાઓ… તરત જ મળશે પરિણામ..

એક્યુપ્રેશરથી દૂર કરો પાચનથી જોડાયેલી આ સમસ્યાઓ, જાણો ક્યાં પોઈન્ટ્સને દબાવવાથી મળી શકે છે ફાયદા

મિત્રો તમે કદાચ એક્યુપ્રેશર પોઈન્ટ વિશે સાંભળ્યું હશે. તેનાથી તમે ઘણી શારીરિક સમસ્યાઓનો અંત લાવી શકો છો. પરંતુ તે માટે જરૂરી છે કે તમારી પાસે આ એક્યુપ્રેશર પોઈન્ટને દબાવવાની સાચી માહિતી હોય. તેનાથી તમે તમારા જીવનની ઘણી બીમારીઓને દુર કરી શકો છો અને શારીરિક રીતે ફીટ પણ રહી શકો છો.

પાચનતંત્રને મજબૂત કરવા અને કબજિયાત, અપચા જેવી સમસ્યાઓને દૂર કરવા માટે તમે એક્યુપ્રેશરની મદદ લઈ શકો છો. એક્યુપ્રેશર પોઈન્ટ્સ પર દબાણ આપવાથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને જે પોઈન્ટ્સ પાચનમાં સુધાર માટે જણાવવામાં આવ્યા છે ત્યાં દબાવવાથી સમસ્યાઓ દૂર થાય છે. પાચનતંત્રમાં સુધારો લાવવા માટે અને ગંભીર સમસ્યાઓને દૂર કરવા માટે એક્યુપ્રેશરની મદદ લેવામાં આવે છે.

એક્યુપ્રેશર અપચો, સોજો, એસિડ રિફ્લક્સ, કબજિયાત અને દુખાવો વગેરે દૂર કરવા માટે ઉપયોગી ગણવામાં આવે છે. આપણાં શરીરમાં ભોજન, કાર્ય અને આરામ આ ત્રણેય પ્રમુખ ભૂમિકા ભજવે છે. જ્યારે શરીરના પ્રાકૃતિક નિયમોનું ઉલ્લંઘન થાય છે ત્યારે શરીરમાં ઝેરી પદાર્થો એકત્રિત થાય છે. જે શરીરને વિભિન્ન રોગોથી અસરકારક બનાવી દે છે. એવી સ્થિતિમાં એક્યુપ્રેશર પોઈંટ્સને દબાવવાથી ફાયદો મળે છે.

એક્યુપ્રેશરથી દૂર કરો પાચનથી જોડાયેલી આ સમસ્યાઓ : એક્યુપ્રેશર પોઈન્ટ્સ આપણા શરીરમાં રહેલા અમુક બિંદુઓ હોય છે જેનાથી ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. એક્યુપ્રેશર પોઈંટ્સને દબાવવાથી બીમારીઓ અને સમસ્યાઓમાં ફાયદો મળે છે. આ પોઈંટ્સને દબાવવાની એક પદ્ધતિ હોય છે. એક્યુપ્રેશર પોઈંટ્સથી કોઈનો ઈલાજ કરવો એ કોઈ નવી ચીકીત્સા નથી. ઘણા વર્ષોથી આ ચાલતી આવી છે. તમારા શરીરમાં પાચનતંત્રથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા અને પાચનતંત્રને મજબૂત બનાવવા માટે અમુક એક્યુપ્રેશર પોઈન્ટ્સ નક્કી કરેલા છે. જેમને દબાવવાથી ફાયદો મળે છે. તમે પાચનતંત્રથી જોડાયેલી આ સમસ્યાઓ દૂર કરવા માટે એક્યુપ્રેશરની મદદ લઈ શકો છો.

પેટની સમસ્યાઓ : કબજિયાતની સમસ્યા, અપચો, પેટમાં ગેસ થવાની સમસ્યા, બ્લોટિંગ, એસિડિટી. આપણાં શરીરમાં આ એક્યુપ્રેશર પોઈન્ટ્સ રહેલા હોય છે જેને દબાવવાથી આ સમસ્યાઓમાં ફાયદો મળે છે.

પગના તળિયામાં રહેલા એક્યુપ્રેશર પોઈન્ટ્સ : પાચનતંત્રને મજબૂત કરવા માટે અને કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે તમે પગના તળિયામાં રહેલા એક્યુપ્રેશર પોઈંટ્સને દબાવીને આરામ મેળવી શકો છો. આ પોઈન્ટ્સ પગના તળિયે અંગૂઠા અને આંગળીની વચ્ચે નીચેની બાજુ અંગૂઠાની ગોળાઈ પાસે રહેલા હોય છે. આ પોઇન્ટને 2 મિનિટ સુધી દબાવવાના હોય છે. આ પોઇન્ટને 2 મિનિટ માટે લગભગ 5 થી 8 વખત દબાવવાથી તમને ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓથી આરામ મળે છે.

હથેળીમાં રહેલા એક્યુપ્રેશર પોઈન્ટ્સ : તમારી હથેળીમાં રહેલા એક્યુપ્રેશર પોઈન્ટ્સને દબાવવાથી પેટની ઘણી સમસ્યાઓમાં ફાયદો મળે છે અને પાચનતંત્ર મજબૂત બને છે. આ માટે તમે હાથમાં હથેળીની અને અંગૂઠાની નીચેના ભાગ બાજુ તર્જની આંગળીની પાસે રહેલા બિંદુ પર દબાવો. આ પોઈન્ટ પર અંગૂઠાની મદદથી 2 થી 3 મિનિટ માટે દબાણ આપવું. તેનાથી ગેસની સમસ્યામાં તરત ફાયદો મળે છે.

ઘૂંટણની નીચે રહેલા પોઈન્ટ્સ : પગમાં ગોઠણની નીચે રહેલા એક્યુપ્રેશર પોઈન્ટ્સ દબાવવાથી પણ પેટની ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. આ પોઇન્ટને દબાવવાને બદલે હાથની આંગળીઓનો ઉપયોગ કરીને ગોળ ગોળ મસાજ કરવામાં આવે છે. તેનાથી અનેક સમસ્યાઓમાં ફાયદો મળે છે.

આમ પેટની સમસ્યાઓને દૂર કરવા માટે અને પાચનતંત્રને મજબૂત બનાવવા માટે એક્યુપ્રેશર પોઈંટ્સને દબાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એક્સપર્ટ મુજબ આ પોઈંટ્સને દબાવવા માટે લાકડાની જીમી કે સ્ટીલનો ઉપયોગ કરવો જોઈએ. શરૂઆતમાં આ ચીકીત્સા શરૂ કરતાં પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment