આ 7 દેશી ખોરાકને ખાવા લાગો રોજ સવારે, આજીવન બીમારીઓ અને દવાખાનાથી રહેશો દુર… જાણો 7 દિવસના નાસ્તાનું દેશી મેનુ…

મિત્રો તમને જણાવી દઈએ કે, સવારનો નાસ્તો એ તમારા આખા દિવસમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે સવારનો નાસ્તો જો હેલ્દી હશે તો તમે આખો દિવસ સ્ફૂર્તિનો અનુભવ કરશો. આથી જ જો તમારે હેલ્દી રહેવું હોય તો સવારે નાસ્તો જરૂર કરો.

જો કે નાસ્તાને લઈને દરેક લોકો સવાર સવારમાં મૂંઝવણ અનુભવતા હોય છે. આથી જો તમે પણ આવી જ મૂંઝવણ અનુભવતા હો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. સવારનો નાસ્તો સ્વાદિષ્ટ અને પેટ ભરાઈ તેવો હોવાની સાથે પોષક તત્વોથી પણ ભરપુર હોવો જોઈએ. જેથી તમે તંદુરસ્ત રહી શકો.આમ હેલ્દી નાસ્તો તમને ફીટ રાખવાની સાથે બીમારીઓ સામે લડવાની તાકાત પણ આપે છે. સવારે ઉઠીને તમારે બે કલાક પછી નાસ્તો કરી લેવો જોઈએ. તેનાથી તમારા શરીરને એનર્જી મળે છે. ચાલો તો અઠવાડિયાના સાત દિવસ તમારે શું શું નાસ્તો કરવો જોઈએ તેના વિશે વધુ જાણી લઈએ.

અઠવાડિયાના પહેલા દિવસે ઈડલી અને સાંભર ખાવ : ઈડલીમાં રહેલ ચોખામાં કાર્બ્સ હોય છે, જયારે સાંભરની દાળમાં પ્રોટીન હોય છે. આથી જો તમે સવાર સવારમાં ઈડલી અને સાંભરનું સેવન કરું છો તો પ્રોટીન અને કાર્બ્સની સારી માત્રા મળી જાય છે. સાંભરની ચટણીમાં રહેલ નાળિયેર ફેટ આપે છે. આમ તમે અઠવાડિયાના પહેલા દિવસે ઈડલી અને સાંભરનું સેવન કરો.

અઠવાડિયાના બીજા દિવસે ઘઉંના ફાડાનું સેવન કરો : ઘઉંના ફાડા એ હળવો ખોરાક હોવાથી તેને તમે નાસ્તામાં ખાઈ શકો છો. તેમાં રહેલ ફાઈબર શરીરને એનર્જી આપે છે. સાથે પાચનને પણ સુધારે છે. તમે તેનો ઉપયોગ ખીચડી કે ખીરના રૂપમાં પણ કરી શકો છો.

અઠવાડિયાના ત્રીજા દિવસે પરોઠા અને દહીનું સેવન કરો : ઘઉંના પરાઠામાં તમને 60% જેટલું કાર્બ્સ મળે છે. જયારે પનીર, ડુંગળી અને આલુના પરાઠામાં ઘણા પ્રકારના વિટામીન મળે છે. આમ સવારનો નાસ્તો લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે.

અઠવાડિયાના ચોથા દિવસે ઉપમા અને પૌઆ : ઉપમા અને પૌઆ ખુબ જ પોષ્ટિક છે. આ નાસ્તાને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે તેમાં વટાણા, ડુંગળી, બટેટા અને કોઈ પણ અન્ય સબ્જી પણ નાખી શકો છો. તમે તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે સિંગદાણા પણ નાખી શકો છો.

અઠવાડિયાના પાચમાં દિવસે મગદાળનો શીરો : મગની દાળને ખુબ જ હેલ્દી માનવામાં આવે છે. તે શુગરની બીમારી સામે પણ જ રક્ષણ આપે છે. મગની દાળમાં ઓછું ફેટ, હેલ્દી અને ખુબ જ પૌષ્ટિક માનવામાં આવે છે.

અઠવાડિયાના છઠ્ઠા દિવસે મેથીના થેપલાનું સેવન કરો : થેપલા એ નાસ્તા માટે ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્દી ફૂડ છે. તે ગુજરાતી નાસ્તો ઘઉં માંથી બને છે. તેમાં ઘઉંમાં ફાઈબર અને મેથીમાં પ્રોટીન, આયરન અને વિટામીન મળે છે. તેમાં ઓછી કેલરી માટે તમે ઘી કે તેલ વગર પણ બનાવી શકો છો.

અઠવાડિયાના સાતમાં દિવસે ઢોકળાનું સેવન કરો : ઢોકળા બેસનમાંથી બનાવવામાં આવે છે. તેમાં ફાઈબર, આયરન, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગ્નીજ, ઝીંક, ફોસ્ફરસ, ફોલેટ, વિટામીન બી-6, અને થીયામીન જેવા પોષક તત્વો રહેલા છે. ઉકાળીને બનાવવામાં આવેલ નાસ્તો ખુબ જ પૌષ્ટિક હોય છે. તે શરીરને એનર્જી પ્રદાન કરે છે.

આમ તમે અઠવાડિયાના સાત દિવસ જુદા જુદા નાસ્તાનું સેવન કરીને પોતાના શરીરને હેલ્દી અને ફીટ રાખી શકો છો. આ નાસ્તાથી તમને આખો દિવસ સ્ફૂર્તિનો અનુભવ થાય છે. તેમજ શરીરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે છે. વિભિન્ન વિટામીનો, ફાઈબર અને મિનરલ્સથી ભરપુર આ નાસ્તા તમારી તંદુરસ્તી જાળવી રાખે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment