ભારતમાં આવેલું આ સરોવર 1 દિવસમાં અનેક વાર બદલી નાખે પોતાનો રંગ, શું છે તેનું રહસ્ય?

આખી દુનિયામાં લાખોની સંખ્યામાં સરોવરો છે. તેમાં દરેક સરોવરની પોતાની અલગ અલગ ખાસિયત ધરાવે છે. આ કારણે દરેક સરોવરની વિશેષતા વિશે લોકોને જાણવું પસંદ હોય છે. તો આજે આ લેખમાં અમે તમને એક એવા જ સરોવર વિશે જણાવશું. અમે જે સરોવર વિશે જણાવશું તેના પર આખું વર્ષ બરફ જોવા નકે છે. આ સરોવર બરફથી તો ઢંકાયેલું રહે જ છે, પરંતુ એક જ દિવસમાં અનેક વાર આ રોવર રંગ બદલે છે. અમે વાત કરી રહ્યા છીએ ભારત અને તિબેટમાં ફેલાયેલા પૈગોંગ સરોવરની. તો ચાલો જાણીએ આ સરોવરની અદ્દભુત અને રહસ્યમય વાતો વિશે.

તમને જણાવી દઈએ કે દુનિયાના સૌથી મોટા અને અનોખા સરોવરોમાંથી એક માનવામાં આવે છે. આ સરોવરનું બીજું પણ નામ છે, તે અનુસાર અમુક લોકો આ સરોવરને પાંગોંગ ત્સો પણ કહે છે. હિમાલય ક્ષેત્રમાં આવેલ આ એક માત્ર સરોવર છે. આ સરોવર સમુદ્રથી 4500 મીટર જેટલી ઉંચાઈ પર આવેલા છે અને લગભગ 135 કિલોમીટર જેટલી લાંબી છે. આ સરોવર લગભગ 604 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે.પૈગોંગ સરોવરની પહોળાઈનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, પૈગોંગસૌથી વિસ્તારિત બિંદુ પર પણ છ કિલોમીટર પહોળી છે. ખારા પાણીના આ સરોવરની સૌથી ખાસ વાત એ છે કે, શિયાળામાં સંપૂર્ણ રીતે જામી જાય છે. બરફ જામી ગયા બાદ સરોવર પર ગાડી ચલાવો, સ્કેટિંગ અથવા પોલો રમો તો પણ બરફ નથી તૂટતો. ખુબ જ મજબુત બરફની પરત બની જાય છે.

જો કે આ પ્રકારની કોઈ એક્ટીવીટી કરવા માટે કોઈ પણ વ્યક્તિએ અલગથી પરવાનગી લેવી પડે છે. આ સરોવર 45 કિલોમીટર ભારતના લદ્દાખમાં અને 90 કિલોમીટર તિબેટમાં ફેલાયેલી છે. માનવામાં આવે છે કે, વાસ્તવિક નિયંત્રણ રેખા આ સરોવરની મધ્યમાં થઈને પસાર થાય છે. પરંતુ તેની ચોક્કસ સ્થિતિને લઈને ઘણી વાર ભ્રમની સ્થિતિ ઉભી થાય છે.જો આપણે આ સરોવરના પાણી વિશે વાત કરીએ તો તેનું પાણી ખુબ જ ખારાશ વાળું છે. આ સરોવરમાં પાણી ખુબ જ ખારું હોવાના કટાણે માછલી તેમજ અન્ય કોઈ જળ જીવો જોવા નથી મળતા. જો કે ઘણા પ્રવાસી પક્ષીઓ માટે આ સરોવર પ્રજનન સ્થળ છે. આ સરોવરનું સરેરાશ તાપમાન 18 ડીગ્રીથી લઈને માઈનસ 40 ડીગ્રીની વચ્ચે રહે છે. ત્યાં એવું માનવામાં આવે છે કે આ સરોવર એક દિવસમાં ઘણી વાર પોતાનો રંગ બદલે છે. તેની પાછળનું કારણ એવું જાણવામાં આવી રહ્યું છે કે, પાણીમાં આયરન રહેલું છે. જેના કારણે રંગ બદલે છે.એવું જાણવામાં આવી રહ્યું છે કે, 1962 માં યુદ્ધ દરમિયાન આ એ જ જગ્યા છે, જ્યાં ચીને પોતાનું મુખ્ય આક્રમણ શરૂ કર્યું હતું. ભારતીય સેનાએ પણ ચુશુલ ઘાટીના દક્ષિણ-પૂર્વ દિશાને દર્રે રેજાંગ લા સાથે વીરતાપૂર્વક યુદ્ધ લડ્યું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક વર્ષોમાં ચીને પૈગોંગ સરોવરના કિનારે પોતાના તરફથી એક રસ્તો બનાવ્યો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ સરોવર યક્ષ રાજ કુબેરનું મુખ્ય સ્થાન છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન કુબેરની દિવ્ય નગરી આ સરોવરની આસપાસ જ સ્થિત હતી. તેનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે.

Leave a Comment