પેટ અને કમરની ચરબીથી મળી જશે કાયમી છુટકારો, ઘરે બેઠા અજમાવો આ ઉપાય… શરીર તમામ ચરબી ઓગાળી બનાવી દેશે એકદમ સ્લિમ અને ફિટ….

જો તમે તમારા પેટ પર જામેલ વધારાની ચરબી ઓછી કરવા માંગતા હો, તો તમે તેના માટે અનેક પ્રયત્નો કર્યા હશે. પરંતુ તમારા પેટની ચરબી બર્ન નથી થતી. કદાચ ચરબી ઓછી કરવાની તમારી રીત ખોટી હોય શકે છે. પરંતુ તમે કેટલીક કસરત કરીને તમારી વધારાની ચરબી ઓછી કરી શકો છો.

પેટની આસપાસ જામેલ વધારાની ચરબી શરીરને બેડોળ બનાવે છે. સાથે જ આ ચરબી તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. વધુ વજનને કારણે તમારા શરીરની ગતિ ધીમી થઈ જાય છે. તમને કોઈ પણ કામ કરવામાં વધુ સમય લાગે છે અને તેનાથી તમારું મેટાબોલીઝ્મ પણ ધીમું થઈ જાય છે. વજન વધવાને કારણે તમારી બીમારી પણ વધી શકે છે. તેનાથી તમને હૃદયને લગતી બીમારી જેવી કોલેસ્ટ્રોલ વધવું, હાર્ટ એટેક અને બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. આથી પોતાના શરીરને અત્યારથી સ્વસ્થ બનાવો અને વજન ઓછો કરો. પેટની ચરબી ઓછી કરવા માટે કંઈ કસરત કરવી તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

પ્લેન્ક કસરત : પ્લેન્ક કસરત નિયમિત રૂપથી કરવામાં આવે તો તમારા કોર સ્નાયુઓમાં ખેંચાણ આવે છે. જેનાથી ત્યાંની ચરબી બર્ન થાય છે. સાથે જ પ્લેન્ક કસરત કરવાથી તમારા હાથ બાજુઓ મજબુત બને છે.

પ્લેન્ક કસરત કરવાની રીત : આ કસરત કરવા માટે પહેલા એક આસન પાથરી દો, પછી આ આસન પર પેટની બાજુ સીધા સુઈ જાવ, ત્યાર પછી પશુઅપ સ્થિતિમાં આવી જાવ, પછી તમે પોતાના બંને હાથની કોણી સહીત બાજુઓને જમીન પર રાખો. હવે આખા શરીરને સીધું રાખી હાથના ટેકે સુતા, શરીરને હવામાં રાખો. તમારા પગની આંગળીઓ જમીન પર હશે, જેમ કે તમે ફોટોમાં જોવો છો. થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી સામાન્ય સ્થિતિમાં આવી જાવ.

બર્પી કસરત : બર્પી કસરત એક ફૂલ શરીર વર્કઆઉટ છે. તેને કરવાથી તમારા આખા શરીરનું વર્કઆઉટ થાય છે. તેને કરવાથી તમારી વધારાની ચરબી ઝડપથી બર્ન થાય છે અને બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધાર આવે છે, સાથે જ તમારા ફેફસા મજબુત બને છે.

બર્પી કસરત કરવાની રીત : આ કસરત કરવા માટે તમે પહેલા એક આસન પાથરી દો, આ આસન પર પહેલા તમે પશુઅપ સ્થિતિમાં થઈ જાવ, હવે બે વખત પશુઅપ્સ સ્થિતિમાં આવી જાવ, ત્યાર પછી તમે હાથના ટેકે પગની પાસે લાવો અને ઊભા થઈ જાવ, હવે હાથને ઉપર હવામાં રાખીને કુદકો મારો. પછી સ્કાટ સ્થિતિમાં આવી જાવ, ત્યાર પછી સ્કાટ કરીને ફરી પશુઅપ સ્થિતિમાં આવી જાવ. આ પ્રક્રિયાને 10 વખત કરો અને પછી સામાન્ય સ્થિતિમાં આવી જાવ.

માઉન્ટેન ક્લાઈબીંગ કસરત : આ કસરત કરવાથી તેની સીધી અસર તમારી વધારાની ચરબી પર પડે છે. કારણ કે તેમાં તમે પેટના ટેકે પશુઅપ સ્થિતિમાં ક્લાઈબીંગ કરો છો. જેનાથી તમારા કોરનાં સ્નાયુઓ પર કામ થાય છે અને તમારું પેટ સપાટ થાય છે.

માઉન્ટેન ક્લાઈબીંગ કસરત કરવાની રીત : આ કસરત કરવા માટે તમે પહેલા એક આસન પાથરો, પછી આસન પર પેટના ટેકે સીધા સુઈ જાવ, હવે તમે પશુઅપ સ્થિતિ બનાવો, ત્યાર પછી તમે પોતાના કોરને ટાઈટ કરવાની કોશિશ કરો, તમે ઘુટણને વાળીને, પોતાના પગને જમીનમાં આગળ સીધા રાખો, ત્યાર પછી આ પગને પાછો લઈ જાવ. આ પગ તમારી છાતીની પાસે હશે અને તમારું શરીર સીધું હશે. જેમ કે તમે ફોટોમાં જુઓ છો તેમ, પછી તમે બીજા પગથી પણ આ ક્રિયા કરો.  તમે માઉન્ટેન ક્લાઈબીંગ 2 મિનીટ માટે કરી શકો છો. પછી સામાન્ય થઈ જાવ.

આ કસરતને સવારે નિયમિત રૂપે કરવાથી તમારા પેટની વધારાની ચરબી ઝડપથી ઘટી શકે છે. તેને કોઈ ફિટનેસ ટ્રેનરની દેખરેખમાં જ કરવી અને જો તમારો કોઈ ગંભીર ઈલાજ ચાલી રહ્યો છે અથવા પેટની આજુબાજુ ગંભીર ઈજા થઈ છે તો આ સ્થિતિમાં આ કસરત ન કરવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment